ભારતમાં મોટાભાગના પરિવારોમાં લસણ ખવાય છે. અમુક પકવાનો લસણ વગર એકદમ ફિક્કા લાગે છે. જેથી સ્વાદ માણવા ઇચ્છતા લોકોના ઘરે લસણનો વધુ પડતો ઉપયોગ થાય છે. આમ તો તમે લસણ ખાવાના ફાયદાઓ (Garlic benefits)વિશે જાણતા જ હશો, પરંતુ શું તમે લીલા લસણના પાંદડા ખાવાના ફાયદા અંગે જાણો છો? શું તમે જાણો છો કે લસણના (Garlic)પાન ખાવાથી સ્વાસ્થ્યને (health)એક નહીં પરંતુ અનેક ફાયદા થાય છે. ત્યારે અહી અમે લસણના પાંદડાથી થતાં ફાયદાઓ અંગે જાણકારી આપી છે.
1. કોલેસ્ટ્રોલ લેવલ જાળવી રાખે છે
લસણના પાનમાં સક્રિય ઘટક એલિસિન હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલના સ્તરને વધારવામાં મદદ કરે છે. આના કારણે હૃદય સંબંધિત સમસ્યાઓનો ખતરો ઓછો થઈ જાય છે. પરિણામે કોલેસ્ટ્રોલ લેવલને જાળવવામાં લસણના પાન મહત્વની ભૂમિકા ભજવે છે.
2. બ્લડ સર્ક્યુલેશન વધારે છે
લસણના પાંદડા બ્લડ સર્ક્યુલેશનને સુધારવામાં પણ ખૂબ મદદરૂપ સાબિત થાય છે. તેમાં રહેલ વિટામિન C શરીરમાં આયર્નને શોષવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી શરીરમાં લાલ રક્તકણોની માત્રા વધે છે અને બ્લડ સર્ક્યુલેશન બરાબર થાય છે.
3. ડાઇઝેશન સારુ રહે છે
લસણના પાનમા એન્ટી ઇંફ્લામેટી ગુણ હોય છે, જે પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આ પાનનું સેવન કરવાથી પાચનક્રિયા સારી રહે છે. આ સાથે જ બ્લોટીંગ (પેટ ફુલવાની) સમસ્યા પણ થતી નથી.
તેમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી બાયોટિક ગુણ પેટમાં બેક્ટેરિયાનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. આ સાથે જ મેટાબોલિઝમને વધુ સારી રીતે જાળવવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.
કઈ રીતે પાનનું કરવું સેવન?
લસણના પાન શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. આટલું જ નહીં, લસણના પાન બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ ઘણી મદદ કરે છે. તમે લસણના પાનને ઉકાળીને તેના પાણીનો ઉપયોગ કરી શકો છો. જો તમે ઇચ્છો તો લસણના પાનનું શાક બનાવી શકો છો અથવા સલાડ બનાવીને પણ તેનું સેવન કરી શકો છો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર