એક ચમચી મેથી તમને આ 7 બીમારીઓમાં આપે છે રાહત

મેથી

મેથી આપણા ચહેરાની સુંદરતાથી લઇને સ્વાસ્થ્યને સારું કરવામાં પણ અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે. ત્યારે આજે અમે તમને મેથીના આવા જ કેટલાક ઉપચાર બતાવીશું.

  • Share this:
    મેથીનું આર્યુવેદની દ્રષ્ટ્રીએ ખાસ મહત્વ છે. આજ કારણ છે કે આપણે દાળના વગારથી લઇને ઇડલીના આથા માટે પણ મેથીનો ઉપયોગ કરીએ છીએ. વળી મેથી અને બટાકાના શાક જેવી વાનગીઓ દ્વારા આપણા પાક શાસ્ત્રએ આવી સ્વાસ્થય વર્ધક ભાજીને આપણા ખોરાકમાં વણી લીધી છે. હાલના આ કોરાનાના સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્ય અને ખાણી પીણીની વસ્તુ મામલે વધુ સભાન બન્યા છે. અને આજ સાથે આયુર્વેદિક ઉપચારોનું મહત્વ પણ વધ્યું છે.

    મેથી આપણા ચહેરાની સુંદરતાથી લઇને સ્વાસ્થ્યને સારું કરવામાં પણ અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે. ત્યારે આજે અમે તમને મેથીના આવા જ કેટલાક ઉપચાર બતાવીશું. જેના કારણે સાત અલગ અલગ તકલીફોમાં તમે તેનું સેવન કરવાથી રાહત અનુભવી શકો. આ આ ઘરેલું ઉપચાર વિષે વિગતવાર

    એસીડિટી : મેથીના દાણા ખાવાથી શરીરમાં એસિડનું પ્રમાણ જળવાઈ રહે છે. તેથી તેના નિયમિત સેવનથી એસીડિટીની તકલીફ પણ દૂર થાય છે. આ માટે તમારે આખી રાત એક ચમચી મેથીને પાણીમાં પલાળી રાખો. અને સવારે તેને ક્રશ કરી. આ ઉકાળાને 15 મિનિટ ગરમ કરી. આ પાણીનું સેવન કરો. સ્વાદ વધારવા તમે આમાં ગોળ કે મધ પણ ઉમેરી શકો છો.

    કબજિયાત :સવારે નિયમિત ભૂખ્યા પેટે મેથીના દાણા ખાવાથી પાચનક્રિયા સારી રહે છે. જેનાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે. આને પણ ઉપરની જેમ રાતના એક ચમચી મેથી પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરો.

    વજન ઘટાડે : મેથીના દાણામાં ફાઈબર વધુ પ્રમાણમાં મળી આવે છે. અને તેનો નિયમિત ભોજનમાં ઉપયોગ કરવાથી તે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. શરદી-ખાંસી :મેથી દાણામાં એન્ટીબેકટેરિયલ પ્રોટીન રહેલા હોવાથી વાયરલ ઈન્ફેક્શનથી બચાવે છે.

    વધુ વાંચો : સુરતમાં કાપડની દુકાનમાં IPL મેચ પર સટ્ટો રમાડતા 6 જેટલા બુકીને પોલીસે પકડ્યા

    પાચન સુધારે : મેથી દાણામાં ભરપૂર માત્રામાં ફાઈબર અને એન્ટી ઓક્સિડેન્ટ્સ હોવાથી તે આપણા શરીરનો કચરો બહાર કાઢે છે, જેના કારણે પાચનક્રિયા સુધરે છે.

    ચામડીની તંદુરસ્ત :મેથી દાણામાં એન્ટી ઓક્સિડેન્ટ્સ ભરપૂર માત્રામાં મળી રહેતા હોવાથી તે ચામડીને તંદુરસ્ત રાખવામાં ઘણાં ઉપયોગી સાબિત થાય છે.

    ડાયાબીટિસ : મેથી દાણામાં ઍમિનો ઍસિડ હોય છે. આ ઍમિનો ઍસિડ શરીરમાં ઈન્સુલિનનાં લેવલને જાળવી રાખે છે. તેનાથી ડાયાબીટિસ થવાની શક્યતા ઘણી ઓછી રહે છે. Disclaimer : ઉપરોક્ત જાણકારી સર્વ સામાન્ય માહિતી પર આધારીત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતું. ઉપયોગમાં લેતા પહેલા જાણકાર કે ડોક્ટરથી સલાહ લેવી જરૂરી છે.
    Published by:Chaitali Shukla
    First published: