Home /News /lifestyle /

આવી રીતે ઘટાડો ફાંદ ઉપરથી ચરબીનો થર, વરીયાળીના 15 ચમત્કાર

આવી રીતે ઘટાડો ફાંદ ઉપરથી ચરબીનો થર, વરીયાળીના 15 ચમત્કાર

    વરીયાળી શરીરની ઘણી તકલીફોની બેન્ડ વગાડવામાં ઉત્તમ છે. ચાલો જાણીએ વરીયાળીના 15 ફાયદાઓ....

    ઉત્તમ પાચક
    ખાધા પછી વરીયાળી નું સેવન કરવાથી ખાવાનું સારી રીતે પચે છે , જીરું અને કાળું મીઠું ભેળવીને ચૂર્ણ બનાવી લો. ખાધા પછી હુફાળા પાણી સાથે આ ચૂર્ણ લઇ લો, તે ઉત્તમ પાચક ચૂર્ણ છે.

    ગેસ અને કબજિયાત
    વરીયાળી ખાવાથી પેટ અને કબજિયાત ની તકલીફ થતી નથી. વરીયાળી ને સાકર કે ખાંડ સાથે વાટીને ચૂર્ણ બનાવી લો, રાત્રે સુતા સમયે લગભગ 5 ગ્રામ ચૂર્ણને હળવા હુફાળા પાણી સાથે સેવન કરો. પેટની તકલીફ થશે નહી અને ગેસ અને કબજિયાત દુર થશે.

    પુરુષોની દાઢીમાં કુતરાના વાળ કરતા વધુ જોખમી બેક્ટેરિયા: રિસર્ચ

    ખાંસી
    ખાંસી થાય તો વરીયાળી ખુબ ફાયદો કરે છે. વરીયાળી ના 10 ગ્રામ અર્ક ને મધ સાથે ભેળવી લો, તેનાથી ખાંસી આવવાનું બંધ થઇ જશે.

    પેટમાં દુઃખાવો
    જો તમને પેટમાં દુઃખાવો રહે છે તો શેકેલી વરીયાળી ચાવવી તેનાથી તમને રાહત થશે. વરીયાળી ની ઠંડાઈ બનાવીને પીવો. તેનાથી ગરમી શાંત થશે અને જીવ ગભરાવાનું બંધ થઇ જશે.

    ખાટા ઓડકાર
    જો તમને ખાટા ઓડકાર આવી રહ્યા હોય તો થોડી વરીયાળી પાણીમાં ઉકાળીને સાકર નાખીને પીવો. બે ત્રણ વખત ઉપયોગ કરવાથી રાહત મળી જશે.

    આંખોની દ્રષ્ટિ
    આંખોની દ્રષ્ટિ વરીયાળી ના સેવન કરવાથી વધારી શકાય છે. વરીયાળી અને સાકર સરખા ભાગે લઈને વાટી લો. તેની એક ચમચી સવાર સાંજ પાણી સાથે બે મહિના સુધી લો. તેનાથી આંખોની દ્રષ્ટિ વધે છે.

    અજીર્ણ
    ડાયરિયા થાય તો વરીયાળી ખાવી જોઈએ. વરીયાળી ને બેલના ગરબ સાથે સવાર સાંજ ચાવવાથી અજીર્ણ દુર થાય છે અને અતિસાર માં ફાયદો થાય છે.

    માઉથફ્રેશનર
    વરીયાળી કુદરતી માઉથફ્રેશનર છે.

    હાથ-પગમાં બળતરા
    હાથ-પગમાં બળતરા થવાની ફરિયાદ થાય તો વરીયાળી સાથે સરખા પ્રમાણમાં કોથમીર વાટી-ગાળીને, સાકર ભેળવીને ભોજન પછી 5 થી 6 ગ્રામ ના પ્રમાણમાં લેવાથી થોડા જ દિવસોમાં રાહત મળે છે.

    ગળામાં ખરાશ
    જો ગાળામાં ખરાશ થઇ જાય તો વરીયાળી ચાવવીજોઈએ. વરીયાળી ચાવવાથી બેસેલું ગળું પણ સાફ થઇ જાય છે.

    ત્વચામાં ચમક
    રોજ સવાર સાંજ ખાલી પેટ વરીયાળી ખાવાથી લોહી ચોખ્ખું બને છે અને ત્વચા માટે ખુબ ફાયદાકારક છે, ત્વચામાં ચમક આવે છે.

    પેટનો સોજો
    વરીયાળી પેટના સોજાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વરીયાળી ના બીજ ખાસ કરીને જઠરશોથ લક્ષણના ઉપચાર માટે કરવામાં આવે છે. તે ગૈસ્ટ્રીક એસીડ નો સ્ત્રાવ વ્યવસ્થિત કરે છે અને ષ્લેશ્મિક કલાના શોથ માં કામ કરે છે.

    અપચો, અમલપિત્ત, ખાટા ઓડકાર, ગેસ
    આપચો અલ્સર, અમલપિત્ત, ખાટા ઓડકાર, ગેસ અને બીજા રોગોના ઉપચાર માટે વરીયાળી નો ઉપયોગ ઉત્તમ માનવામાં આવે છે. તે પેટ માં તેજાબ નો સ્ત્રાવ વ્યવસ્થિત કરે છે, તેની તીવ્રતા ઓછી કરે છે, આમાશય શોથ ને દુર કરે છે, અને આમાશય રોગ દુર કરે છે.

    ઉબકા અને ઉલટી
    વરીયાળીનું વમનરોધી હોવાને કારણે ઉબકા અને ઉલટી ની સારવાર માં મદદ કરે છે. તે ગૈસ્ટ્રીક સ્ત્રાવ ને વ્યવસ્થિત કરીને અલ્મીય સ્વાદ અને મોઢાના ખાટા સ્વાદને દુર કરવામાં મદદ કરે છે.

    વજન ઘટવું
    વરીયાળી ચયાપચન ક્રિયા વધારવામાં ઉપયોગી છે. વરીયાળી ચરબી ના ચયાપચન ને વધારી દે છે અને ચરબી વધવાના ભયથી બચાવે છે. તે વજન ઓછું કરવામાં મદદ કરે છે.
    Published by:Bansari Shah
    First published:

    Tags: Beauty Tips, Diet, Health Tips

    આગામી સમાચાર