કાચી ડુંગળી ગણાય છે આટલી તકલીફોનો રામબાણ ઈલાજ

News18 Gujarati
Updated: October 25, 2019, 5:16 PM IST
કાચી ડુંગળી ગણાય છે આટલી તકલીફોનો રામબાણ ઈલાજ
ડુંગળી કાપવામાં ઘણી તકલીફો આવે છે. પરંતુ શું તમે જાણો છો આટલી તકલીફો આપનારી ડુંગળી ઘણાં ફાયદા આપે છે. આવો જાણીએ અન્ય ફાયદા

ડુંગળી કાપવામાં ઘણી તકલીફો આવે છે. પરંતુ શું તમે જાણો છો આટલી તકલીફો આપનારી ડુંગળી ઘણાં ફાયદા આપે છે. આવો જાણીએ અન્ય ફાયદા

  • Share this:
ભોજનમાં આપણને કચુંબર ખાવું ખૂબ જ પસંદ હોય છે. કાકડી, ગાજર,બીટ  વગેરે ચીજોનો આપણે કચુંબર તરીકે ઉપયોગ કરતા હોઈએ છે. આમ તો આપણને કચુંબર તરીકે ડુંગળી પણ ઘણી પસંદ જ હોય છે. પરંતુ આ ડુંગળી કાપવામાં આપણને ઘણી તકલીફો આવે છે. પરંતુ શું તમે જાણો છો આટલી તકલીફો આપનારી ડુંગળી ઘણાં ફાયદા આપે છે. આવો જાણીએ ડુંગળીના ફાયદા.. રોજ એક મૂઠ્ઠી કાચી ડુંગળી ખાવાથી ટળે છે કેન્સરનો ખતરો, જાણો અન્ય ફાયદા


અમેરિકામાં 1990માં થયેલા રિસર્ચ અનુસાર ગૅસ અને હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓ કાચી ડુંગળી ખાવાથી મટી જાય છે. તેમજ તેનાથી કેન્સર સેલ્સ નષ્ટ થઈ જાય છે તેમજ આ, સેલ્સને આગળ વધતા અટકાવે છે. સાથે જ જો તમે હાર્ટની બીમારીઓનો ખતરો ટાળવા ઈચ્છતો હોય તો કાચી ડુંગળી ખાવ. પોતાના સલાડમાં અન્ય શાકભાજીની સાથે ડુંગળીને શામેલ કરો. તેનાથી તમને હાર્ટ એટેક નહીં આવે. શોધ અનુસાર ડુંગળી લોહીને પાતળું બનાવે છે અને હાર્ટ એટેકનો ખતરો ઓછો કરે છે.


જાણો ડુંગળી ખાવાના અન્ય ફાયદા-
- કાચી ડુંગળી બ્લડ શુગરનો ખતરો ઓછો કરે છે. ડુંગળીમાં રહેલા સલ્ફર યૌગિક બ્લડ શુગરને ઓછો કરે છે,


- કાચી ડુંગળી ખાવાથી જૂનામાં જૂની પાચન ક્રિયા સંબંધિત તકલીફો પણ મટી શકે છે.
- કાચી ડુંગળીના ઉપયોગથી વાળ લાંબા થાય છે. આ માટે કાચી ડુંગળીના રસને સ્કાલ્પમાં લગાવવાથી ફાયદો થાય છે. તેમજ કાચી ડુંગળીના રસને માથામાં લગાવવાના કારણે વાળ મજબૂત અને રેશમી બને છે.

- કાચી ડુંગળી ખાવાથી શરીરને અંદરથી ઠંડક મળે છે.
First published: October 25, 2019, 3:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading