Home /News /lifestyle /

Weight Loss: વજન ઘટડવા આહારમાં આ વસ્તુ ઉમેરો, થશે જાદુઇ અસર

Weight Loss: વજન ઘટડવા આહારમાં આ વસ્તુ ઉમેરો, થશે જાદુઇ અસર

કિનોઆ સંપૂર્ણ આરોગ્યપ્રદ આહાર છે

The benefits of quinoa: કિનોઆ કોલસ્ટ્રોલ અને બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તેના સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે. તમે ચોખાની જગ્યાએ કિનોઆનું સેવન કરી શકો છે.

    મુંબઇ: વજન ઘટાડવા કિનોઆ મદદરૂપ થઈ શકે છે.કિનોઆ સંપૂર્ણ આરોગ્યપ્રદ આહાર છે, ક્વિનોઆમાં એમિનો એસિડ રહેલા હોય છે. જે માંસપેશીઓ, હાડકાં, ત્વચા અને લોહીનું નિર્માણ કરે છે. કિનોઆ કોલસ્ટ્રોલ અને બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તેના સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે.

    એક દિવસમાં કિનોઆનું કેટલું સેવન કરવું જોઈએ?

    તમે એક દિવસમાં એકથી બે કપ કિનોઆનું સેવન કરી શકો છો. તેનું સેવન કરવાથી જો પેટમાં દુ:ખાવો, ખંજવાળ અથવા ઊબકા આવે છે, તો તેનું સેવન ના કરવું જોઈએ. હાવર્ડ પબ્લિક સ્કૂલ ઓફ હેલ્થની એક સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે, નિયમિતરૂપે એક વાટકી કિનોઆનું સેવન કરી શકાય છે.

    કિનોઆના ફાયદા 

    કિનોઆ ગ્લૂટેન ફ્રી હોય છે 

    કિનોઆમાં ગ્લૂટેન હોતું નથી(Quinoa is gluten-free). જે લોકોને ગ્લૂટેન પસંદ નથી તે લોકો તેનું સેવન કરી શકે છે. તમે ચોખાની જગ્યાએ કિનોઆનું સેવન કરી શકો છે. આ પૌષ્ટીક આહાર શરીરને પ્રોટીન આયર્ન, ફાઈબર અને કેલ્શિયમ પ્રદાન કરે છે.

    કિનોઆમાં GI ઓછું હોય છે 

    કિનોઆમાં ગ્લાઈસેમિક ઈંડેક્ષ ઓછો હોય છે (GI value of quinoa is low), આ કારણોસર બ્લડ સુગર લેવલમાં વૃદ્ધિ થતી નથી. તે શરીરને સારી એનર્જી આપે છે.

    કિનોઆ મિનરલ્સથી ભરપૂર હોય છે

    કિનોઆમાં ઝિંક મેગ્નેશિયમ અને આયર્ન જેવા ખનીજતત્વો રહેલા છે. જેનાથી અનિંદ્રા, માથાનો દુ:ખાવો, માંસપેશીઓ અકડાઈ જવી, એનીમિયા, ડાયાબિટીસ તથા અન્ય બિમારીઓ થતી નથી.

    વજન ઓછું કરવામાં મદદ કરે છે 

    કિનોઆમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વજન ઓછું કરવામાં મદદ કરે છે (It helps in weight loss). તેમાં કેલરી પણ ઓછી હોય છે. આ કારણોસર નાશ્તામાં તેનું સેવન કરવું જોઈએ.

    આ પણ વાંચો: મેકઅપ કરતી વખતે હેન્ડ સેનિટાઇઝર થઇ શકે છે મદદરૂપ, સરળ બનશે આ કામો

    પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીન

    કિનોઆમાં 9 ગ્રામ એમિનો એસિડ અને 8 ગ્રામ પ્રોટીન હોય છે. સ્વસ્થ શરીર માટે એમિનો એસિડ અને પ્રોટીન ખૂબ જ જરૂરી છે (Plant- based protein). જે માંસપેશીઓને સ્વસ્થ રાખે છે અને વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે.

    કિનોઆ રેસિપી 

    કિનોઆ વેજિટેબલ- ક્વિનોઆ ધોઈને તેને બાફી દો. ત્યારબાદ તેમાં તમને ગમતા શાકભાજી સમારીને એક ચમચી તેલમાં તેને સાંતળી લો. હવે તેમાં લીંબુનો રસ અને મીઠું નાખીને મિશ્ર કરી. હવે તેમાં કિનોઆ નાખી દો. (quinoa recipes)

    કિનોઆ સલાડ

    કિનોઆ બાફીને પાણી કાઢી લો. હવે કાકડી, ગાજર, ડુંગળી, પુદીનાના પત્તા, લાલ મરચા અને મગફળી ધોઈ નાખો અને સમારીને કિનોઆ સાતે મિશ્ર કરો. તેમાં એક ચમચી મીઠું, સંચળ અને લીંબુનો રસ મિશ્ર કરો.

    કિનોઆ લેન્ટીલ સલાડ

    કિનોઆ અને દાળ બાફી દો. તેમાં દાડમના દાણા નાખીને એક પેનમાં બેથી ત્રણ મિનિટ સુધી ગરમ કરો. હવે તેમાં શિમલા મરચા, ગાજર અને લીલી કોથમીર નાખીને તેને સર્વ કરો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Health Tips, Lifestyle, Lose weight

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन