વજન ઓછું કરવામાં પણ અથાણું ખાવાથી ફેર પડે છે! જાણો અથાણાંના અન્ય ફાયદા

News18 Gujarati
Updated: May 19, 2019, 6:04 PM IST
વજન ઓછું કરવામાં પણ અથાણું ખાવાથી ફેર પડે છે! જાણો અથાણાંના અન્ય ફાયદા
ચાલો જાણીએ અથાણું ખાવાથી થતાં લાભાલાભ...

ચાલો જાણીએ અથાણું ખાવાથી થતાં લાભાલાભ...

  • Share this:
ગરમીની શરૂઆત થાય એટલે સૌથી વધુ રાહ જોવાતી હોય તે ચીજ છે કેરી...  પછી ભલે તે કાચી કેરી હોય કે પાકી કેરી! સીઝન આવતાની સાથે જ ગૃહિણીઓ જાત જાતના અથાણાં બનાવવાનું પ્લાનિંગ કરી નાખે છે. આમ તો તમે સાંભળ્યું હોય છે અઠાણું મસાલેદાર અને તેલ વાળું હોવાથી શરીર માટે નુક્સાનકારક હોય છે. પણ આજે તમને જણાવીશું અથાણાં ખાવાના ફાયદા. આપણાં વડીલોની થાળી અથાણાં વગર પૂરી થતી ન હતી પરંતુ આપણે તેલ અને મરચાંને કારણે અથાણું ખાવાનું જ ઓછું કરી દીધું છે. પરંતુ અથાણું ખાવાથી પણ ઘણાં ફાયદા થાય છે. અથાણા અનેક વસ્તુઓમાંથી બને છે. તો આજે આપણે અથાણાં ખાવાથી થતાં લાભ જોઇએ.

1. અથાણામાં વિટામિન K સારા પ્રમાણમાં હોય છે જે વિટામિન બ્લડ ક્લોટિંગ માટે જવાબદાર છે.
2. ગર્ભાવસ્થા વખતે લીંબુ અને કેરીનું અથાણું ખાવાથી શરીરમાં દુર્બળતા ઓછી અનુભવાય છે.

3. જો તમે પોતાનું વજન ઓછું કરવા માંગો છો તો પણ અથાણું ખાવાથી ફેર પડે છે.
4. અથાણામાં એન્ટિઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરને ફ્રિ રેડિકલથી સુરક્ષિત રાખવાનું કામ કરે છે.
5. કેટલાક સંશોધનનું માનીએ તો ડાયાબિટીસમાં અથાણું ફાયદાકારક છે.6. આના સેવનથી પાચનની ક્રિયા સારી બને છે.

ભારતમાં વિવિધ પ્રકારના ફળ અને શાકમાં તેલ-મસાલા મિક્સ કરીને અથાણાં બનાવવામાં આવે છે. ઓછા તેલમાં અને પૂરતા મસાલાનો ઉપયોગ કરીને બનાવેલા અથાણાં હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ભોજનની સાથે અથાણાં ખાવામાં આવે છે. વિવિધ ફળ અને શાકની સાથે મસાલા અને તેલથી ભરપૂર અથાણાં ખાવાના ઘણા બધા ફાયદા છે.
First published: May 19, 2019, 5:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading