ભીંડા ખાઈ ઉતારો વજન, કબજિયાત, ગેસ, એસિડિટી પણ થશે ગાયબ, જાણો ફાયદા

News18 Gujarati
Updated: June 22, 2019, 2:59 PM IST
ભીંડા ખાઈ ઉતારો વજન, કબજિયાત, ગેસ, એસિડિટી પણ થશે ગાયબ, જાણો ફાયદા

  • Share this:
ભીંડા ખાવાથી ઓછું થશે વજન, કબજિયાત, ગેસ, એસિડિટી થશે ગાયબ, જાણો ફાયદા

ઉનાળાની મોસમમાં, ભીંડાનું ઉત્પાદન વધુ થાય છે. મોટાભાગના લોકો ભીંડાનું શાક અને ભરેલા ભીંડા ખાવું પસંદ કરે છે. દાળ-ભાત સાથે જો કુરુકુરી ભીંડી મળી જાય તો..તો જલસો જ પડી જાય. ભીંડા આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં પૂરતા પ્રમાણમાં વિટામિન્સ, ખનિજ સહિત ઘણાં પોષક તત્ત્વો રહેલા છે. ભીંડામાં ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ જ કારણે તેનું સેવન પેટને સારી રીતે સાફ કરે છે. આવો જાણીએ ભીંડાના સેવનથી થતા ફાયદા..

મેદસ્વીપણું ઘટાડવા માટે પણ ભીંડા ખાવા ફાયદાકારક છે. તે શરીરનું મેટાબોલિઝમ રેટ જાળવે છે, જેનાથી પાચન સારું થાય છે. ભીંડા સ્થૂળતા ઘટાડવા માટે પણ ખૂબ મદદરૂપ છે. તેનું પાણી પીવાથી મોટાપો ઝડપી ઘટે છે.ભીંડામાં ફાઇબરની માત્રા ખૂબ વધુ છે, તેથી પેટમાં દુખાવો, ગેસ, ઝાડા, કબજિયાત અને એસિડિટીને લીધે થતી સમસ્યા મટી જાય છે. તેમાં ગ્લાયસેમિક ઈન્ડેક્સ હોય છે, જેથી શરીરમાં શુગરનું સ્તર મેન્ટેન રહે છે.

આ પણ વાંચો -  બરફના ટૂકડાથી ઓગાળી નાખો વધારાની ચરબી, પણ ન કરશો આ ભૂલભીંડામાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન A જોવા મળે છે. વિટામીન A આંખોની દૃષ્ટિ સારી રાખે છે. તેમાં લ્યુટીન, બીટા-કેરોટીન, એન્ટિ-ઑક્સિડેન્ટ્સ શામેલ છે, જે ત્વચાની સુંદરતાને જાળવી રાખે છે અને આંખની બીમારીઓ નથી થતી.
First published: June 22, 2019, 12:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading