Home /News /lifestyle /Health Tips : દૂધમાં પલાળેલી ખજૂર આપે છે બેગણી તાકાત, તેના ફાયદા છે અદભૂત

Health Tips : દૂધમાં પલાળેલી ખજૂર આપે છે બેગણી તાકાત, તેના ફાયદા છે અદભૂત

દૂધ સાથે ખજૂર ખાવાના ઘણા ફાયદા છે Image credit : Shutterstock

Benifits of Milk : દૂધમાંથી અનેક તત્વો મળે છે, દૂધ પૌષ્ટીક આહાર છે પરંતુ શું તમે જાણો છો કે દૂધ અને ખજૂરનો શું ફાયદો છે.

    આમ તો દૂધને (Milk) સંપૂર્ણ આહાર માનવામાં (Food) આવે છે. ખજૂર પણ સુપરફૂડની કેટેગરીમાં આવે છે. ત્યારે આ બંનેને મિક્સ કરીને તેનો પ્રયોગ કરવામાં આવતા તેના ગુણ ખૂબ વધી જાય છે. ખાસ કરીને જો રાત્રે પલાળીને રાખી દિવસે પીવામાં આવે તો આપણને આ મિશ્રણ તમામ પ્રકારના સ્વાસ્થ્યના ફાયદા (Health Benefit) પહોંચાડે છે. કેલ્શિયમ, પ્રોટીન અને વિટામીનથી ભરપૂર દૂધ તેમજ ગ્લુકોઝ અને ફ્રુકટોઝથી ભરપુર ખજૂરા શરીરને તરત ઊર્જા આપે છે. આ ઉપરાંત અન્ય બીમારીઓમાં પણ ફાયદો પહોંચાડે છે. એક શોધ મુજબ ખજૂરને દૂધમાં પલાળીને થોડો સમય ઉકાળવામાં આવે તો તેના સ્વાસ્થ્ય લાભમાં 100 ગણો વધુ વધારો થાય છે. તેનું સેવન કરવાથી એનિમિયા જેવા રોગમાં રાહત મળે છે. તો ચાલો દૂધ અને ખજૂરનો ઉપયોગ કરવાથી શું ફાયદા થાય છે? તે અંગે જાણીએ.

    એનિમિયાની સારવાર

    એનિમિયા આયર્નની ઉણપને કારણે થાય છે. તેમાં રાહત મેળવવા આયરનથી ભરપૂર ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે. ત્યારે જો તમે દૂધમાં ખજૂરને પલાળી તેનું સેવન કરો તો હિમોગ્લોબિન વધે છે. જેના કારણે એનિમિયાની સમસ્યા ધીરે ધીરે મટી જાય છે.

    ગર્ભવસ્થામાં ફાયદો

    ખજૂર માતાના સ્વાસ્થ્યની સાથો સાથ ભ્રૂણના વિકાસમાં પણ મદદ કરે છે. જેથી ખજૂરને ગાયના દૂધમાં પલાળીને સેવન કરવાથી શરીરમાં ઓક્સીટોસિનનું પ્રમાણ વધે છે. જે ડિલિવરી સમયે યુટરસની સંવેદનશીલતા વધારે છે. ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં એમિનો એસિડ, પ્રોટીન અને ફાઇબર જોવા મળે છે. જે ગર્ભમાં રહેલા બાળકના વિકાસ માટે ફાયદાકારક છે.

    ત્વચા માટે ફાયદાકારક

    ખજૂરમાં એન્ટીઓક્સીડેન્ટનું પ્રમાણ ભરપૂર હોય છે. જે એન્ટી એજિંગ ગુણો ધરાવે છે. તેનું સેવન કરવાથી ઉંમર વધવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. પરિણામે સ્કિન પર વધતી ઉંમરની અસર ઓછી જાય છે.

    પ્રજાનન ક્ષમતા વધારવામાં મદદ કરે

    ખજૂર અને દૂધનું એકસાથે સેવન કરવાથી પ્રજનન ક્ષમતા વધારો થાય છે. આયુર્વેદમાં તેમો ઔષધીય રૂપે ઉપયોગ કરવામાં આવે છે.

    અન્ય લાભ

    • દૂધ અને ખજુરના સેવનથી ઉધરસમાં રાહત થાય છે.

    • અનિદ્રાની સમસ્યામાં પણ મદદ કરે છે.

    • બ્લડ પ્રેશર ઓછું કરવામાં પણ ફાયદો કરે છે.

    • દૂધમાં પલાળેલી ખજૂર સ્તનપાન કરાવતી માતાઓ માટે ગુણકારી છે.

    • દરરોજ સેવન કરવાથી સંધિવામાં રાહત મળે છે.

    - (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા નિષ્ણાંતોની સલાહ લો.)
    First published:

    Tags: Benifits of Milk, Food tips, Health Tips, Milk

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો