Home /News /lifestyle /શિયાળામાં ખજૂર ખાવાના 5 મોટા ફાયદાઓ, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનરૂપ

શિયાળામાં ખજૂર ખાવાના 5 મોટા ફાયદાઓ, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનરૂપ

ખજૂર ખાવાના ફાયદા

Khajoor In Winters: શિયાળાની સિઝન શરૂ થતાની સાથે જ ખજૂર માર્કેટમાં આવવા લાગે છે. ખજૂર ખાવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. શિયાળામાં તમે રોજ ખજૂર ખાઓ છો તો અનેક બીમારીઓથી તમે દૂર રહો છો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની સિઝનની શરૂઆત થતાની સાથે જ માર્કેટમાં ખજૂરની માંગ વધવા લાગે છે. ઘણાં બધા લોકો રેગ્યુલર શિયાળામાં ખજૂરનું સેવન કરતા હોય છે. ખજૂર ઔષઘીય ગુણોથી ભરપૂર હોય છે. અનેક પોષક તત્વોથી ભરપૂર ખજૂર શિયાળામાં વઘારે પ્રમાણમાં ખાવામાં આવે છે. ખજૂરને ન્યૂટ્રિએન્ટ્સ અને માઇક્રો ન્યૂટ્રિએન્ટ્સનો ખજાનો કહેવામાં આવે છે. ખજૂરને તમે રેગ્યુલર ખાઓ છો તો શરીરને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. તમારા શરીરમાં લોહીની ઉણપ છે તો તમારે રોજ ખજૂરનું સેવન કરવુ જોઇએ. તો જાણો તમે પણ શિયાળામાં ખજૂર ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદાઓ થાય છે.

    આ પણ વાંચો: શું તમને પણ શિયાળામાં હોટ શાવર લેવાની આદત છે?

    • બેડ કોલેસ્ટ્રોલ એટલે હાર્ટ ડિસિઝ સાથે જોડાયેલી સમસ્યાઓને ટ્રિગર કહેવામાં આવે છે. ખજૂરમાંથી મળતા તત્વો એટલે કે ફાઇબર આ બેડ કોલેસ્ટ્રોલને ખતમ કરવાનું કામ કરે છે. જે લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા વધારે રહે છે એમને રોજ ડાયટમાં ખજૂર સામેલ કરવી જોઇએ.

    • હાઇ બીપી એટલે કે હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખજૂર સૌથી બેસ્ટ છે. હાઇ બીપીના દર્દીઓ રોજ ખજૂર ખાવી જોઇએ. ખજૂરમાં પોટેશિયમ અને સોડિયમ હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ દર્દીઓએ દિવસમાં ચાર ખજૂરનું સેવન કરવુ જોઇએ.


    આ પણ વાંચો:બાળકોને ઘોડિયામાં ઊંઘાડતા પેરેન્ટ્સ ચેતી જજો



      • ડાયાબિટીસના દર્દીઓ માટે ખજૂર વરદાનરૂપ છે. ખજૂરમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સની માત્રા બહુ ઓછી હોય છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓએ રિફાઇનરી શુગરથી દૂર રહેવું જોઇએ અને ખજૂરની સિઝન શરૂ થતાની સાથે જ ખાવાનું શરૂ કરી દેવું જોઇએ. જો તમને અથવા તમારા ઘરમાં કોઇને ડાયાબિટીસ છે તો તમે શિયાળાની સિઝન શરૂ થતાની સાથે જ ખજૂરનું સેવન શરૂ કરી દો. ખજૂર તમારા માટે સૌથી બેસ્ટ છે.

      • ખજૂર એનિમીયાની સમસ્યાને દૂર કરવાની તાકાત ધરાવે છે. એનિમીયામાં શરીરમાં લોહીની ઉણપ થાય છે. ખજૂર શરીરમાં આયરનની ઉણપ પૂરી કરે છે જે શરીરમાં લોહી બનાવવાનું કામ કરે છે. ખજૂરમાં ફાઇબર અને વિટામીન સીની માત્રા ભરપૂર હોય છે જે શરીર માટે અનેક રીતે ફાયદાકારક હોય છે.






    • શિયાળાની સિઝનમાં તમે રેગ્યુલર ખજૂર ખાઓ છો તો શરદી, ખાંસી અને ઉઘરસ જેવી સમસ્યાઓમાંથી તમે બચી શકો છો. ખજૂર ખાવાથી શરીર ગરમ રહે છે અને અનેક બીમારીઓથી દૂર રહે છે. તમે ખજૂરને દૂધમાં નાંખીને પણ ખાઇ શકો છો.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Health care tips, Life style, Winter tips

    विज्ञापन
    विज्ञापन