Home /News /lifestyle /સવારમાં ખાલી પેટે લવિંગ ચાવવાથી શરીરમાં થાય છે આ કમાલના ફાયદાઓ, 95 ટકા લોકો જાણતા નથી
સવારમાં ખાલી પેટે લવિંગ ચાવવાથી શરીરમાં થાય છે આ કમાલના ફાયદાઓ, 95 ટકા લોકો જાણતા નથી
લવિંગના ફાયદાઓ
Benefits of eating cloves in Empty Stomach: લવિંગ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. લવિંગ તમારા શરીરમાં અનેક મોટા ફાયદાઓ પહોંચાડવાનું કામ કરે છે. લવિંગનું તમે આ રીતે સેવન કરો છો તો ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને સાથે આ બીમારીઓમાંથી રાહત મળે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક લોકોના રસોડામાં લવિંગનો ઉપયોગ થતો હોય છે. લવિંગ હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. લવિંગનો ઉપયોગ સામાન્ય રીતે રસોઇમાં સ્વાદ વધારવા માટે થાય છે. લવિંગ સાઇઝમાં ભલે નાના હોય પરંતુ શરીરમાં મોટું કામ કરે છે. લવિંગમાં વિટામીન, ફાઇબર, પ્રોટીન, આયરન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ મેગેનીઝ કાર્બોહાઇડ્રેટ અને એન્ટી ઓક્સીડન્ટ્સ મળે છે. લવિંગ અનેક પ્રકારની બીમારીઓ માટે ફાયદાકારક છે. આમ, જો તમે આ રીતે લવિંગનો ઉપયોગ કરો છો તો હેલ્થ સારી રહે છે અને સાથે કોઇ તકલીફ પણ થતી નથી. તો જાણો તમે પણ લવિંગના આ અઢળક ફાયદાઓ વિશે.
હેલ્થલાઇન ખબર અનુસાર સવારમાં ખાલી પેટે લવિંગનું સેવન કરવામાં આવે તો પેટ સંબંધીત મુશ્કેલીમાંથી જલદી બહાર આવી જાવો છે. તમારું પેટ બરાબર સાફ થતુ નથી તો લવિંગ અનેક રીતે ફાયદાકારક છે. તો જાણી લો તમે પણ સવારમાં ખાલી પેટે લવિંગ મોંમા ચાવવાથી શું ફાયદો થાય છે.
લિવર આપણાં શરીરમાં એક મહત્વનો અંગ છે, કારણકે લિવર શરીરમાં અપશિષ્ટ તત્વોને બહાર કરે છે અને સાથે જ બીજી અનેક પ્રકારના ફંક્શન્સમાં મહત્વ યોગદાન ધરાવે છે. તમે નિયમિત રીતે લવિંગનું સેવન કરો છો તો લિવર હેલ્ધી રહે છે.
ઇમ્યુનિટી બુસ્ટ કરે
શરીરને અનેક પ્રકારની બીમારીઓમાંથી બચાવવા માટે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ હોવી ખૂબ જરૂરી છે. લવિંગમાં વિટામીન સીની માત્રા સારી હોય છે, આ સાથે જ એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. આમ જો તમે સવારમાં ખાલી પેટે લવિંગ મોંમા રાખીને ચાઓ છો તો સફેદ રક્ત કોશિકાઓ વધવામાં મદદ કરે છે.
તમને દાંતમાં સતત દુખાવો થઇ રહ્યો છે લવિંગનો ઉપયોગ તમે કરી શકો છો. લવિંગમાં એનાલ્જેસિક ગુણો હોય છે જે દાંતના દુખાવામાંથી તરત રાહત અપાવે છે. આટલું જ માથાના દુખાવામાંથી પણ આરામ આપવાનું કામ કરે છે. આ સાથે જ પેઢામાં થયેલુ ઇન્ફેક્શન દૂર કરે છે.
મોંમાથી આવતી વાસ દૂર થાય
લવિંગ મોંમાથી આવતી વાસને દૂર કરવાનું કામ કરે છે. આ માટે તમે લવિંગ મોંમા મુકી રાખો. આમ કરવાથી વાસ નહીં આવે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર