ચીઝ ખાવાથી માત્ર ચરબી જ ન વધે, આ 5 ફાયદા પણ થાય છે

News18 Gujarati
Updated: August 18, 2019, 4:55 PM IST
ચીઝ ખાવાથી માત્ર ચરબી જ ન વધે, આ 5 ફાયદા પણ થાય છે
જરૂરી નથી કે ચીઝ ખાવાથી ચરબી જ વધે, આ 5 ફાયદા પણ કરાવે છે ચીઝનું સેવન

જરૂરી નથી કે ચીઝ ખાવાથી ચરબી જ વધે, આ 5 ફાયદા પણ કરાવે છે ચીઝનું સેવન

  • Share this:
દરેક લોકોને ચીઝ માટે એવું જ માનવું હોય છે કે તેમાં ભરપૂર કેલરી હોવાથી તેને ખાવાથી શરીરની ચરબી વધે છે અને તે સ્વાસ્થ માટે હાનિકારક જ હોય છે. તેમ છતાં દરેક ઉંમરના લોકોને ચીઝ ખૂબ જ પસંદ આવે છે. સેન્ડવીચ, પિઝા, પફ તેમજ કોઈ પણ વાનગીમાં ચીઝનો સ્વાદ લોકોને ખૂબ જ પસંદ આવે છે. પરંતુ શું આપ જાણો છો કે ચીઝ પૌષ્ટિક ગુણોથી પણ ભરપૂર હોય છે. આવો જાણીએ ચીઝ ખાવાના ફાયદા...

ચીઝ મુખ્યત્વે દૂધ અને દહીં જેવા ઉત્પાદનો માંથી તૈયાર થાય છે. ચીઝ માં વિટામિન B12, વિટામિન B6, વિટામિન A, વિટામિન C જેવા અનેક પોષક તત્વો હોય છે. તેમાં કેલ્શિયમ અને આર્યન પૂરતા પ્રમાણ રહેલા હોય છે.

વજન વધારવા માટે- જે લોકો એ વજન વધારવું હોય તે લોકો માટે ચીઝ નો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે તેમાં જરૂરી એવા દરેક પોષક તત્વો જેવા કે પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન ખૂબ પ્રમાણ માં હોય છે. જે પ્રોટીન શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે.

ચામડીને આકર્ષક બનાવા માટે- તેમાં રહેલું વિટામિનB ત્વચાને કોમળ, સ્વસ્થ, આકર્ષક અને ચમકદાર બનાવે છે. ચીઝના ઉપયોગ ની ત્વચા ને કોઈ આડઅસર નથી.

ઓસ્ટીયોપોરોસીસ માટે - આ એક એવો રોગ છે જે કેલ્શિયમની ઉણપના કારણે થાય છે. આ બીમારી વધારે મહિલાઓ, વૃદ્ધ, અને કુપોષણ ગ્રસ્ત બાળકોમાં વધારે જોવા મળે છે. તેથી ઓસ્ટીયોપોરોસીસથી પીડીત વ્યક્તિઓએ ચીઝનું સેવન કરવું ફાયદાકારક છે.

કેન્સરના ઈલાજ માટે- ચીઝમાં કેન્સરને દૂર રાખવાના તત્વો રહેલા છે. તેમાં રહેલું વિટામિન બી રહેલું છે જે કેન્સર અને અન્ય બીમારીઓથી દૂર રાખે છે. તેમજ શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે.ગર્ભવતી મહિલાઓ માટે - તેમાં કેલ્શિયમની માત્રા વધુ હોવાથી દાંતને મજબૂત બનાવે છે. તેમજ હાડકા મજબૂત થાય છે. તેમાં વિટામિન બી અને કેલ્શિયમની માત્રા વધુ હોવાથી ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધો માટે તેનું સેવન ફાયદાકારક છે.

"મહૂડી જેવી સુખડી" ઘરે બનાવવાનું સિક્રેટ
First published: August 18, 2019
વધુ વાંચો
अगली ख़बर