Health tips: કેન્સર સહિતની ગંભીર બિમારી સામે રક્ષણ મેળવવા માટે આ ઘરગથ્થુ ટીપ્સનો કરો ઉપયોગ

હળદરનું પાણી પીવાથી થશે અઢળક ફાયદાઓ.

ભારતમાં હળદરનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. હળદરમાં અનેક ઔષધીય ગુણ હોય છે. જેથી ભોજન, સૌંદર્ય પ્રસાધન તરીકે અને શરીર પર ઇજાની જગ્યાએ લગાવવા માટે હળદર (turmeric) વપરાય છે.

  • Share this:
નવી દિલ્હી:  ભારતમાં હળદરનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. હળદરમાં અનેક ઔષધીય ગુણ હોય છે. જેથી ભોજન, સૌંદર્ય પ્રસાધન તરીકે અને શરીર પર ઇજાની જગ્યાએ લગાવવા માટે હળદર (turmeric) વપરાય છે. હળદર એન્ટી ઓક્સીડેન્ટની જેમ ફાયદો આપે છે અને તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જેથી હળદરનું પાણી પીવું પણ સ્વાસ્થ્ય (Health) માટે હાનિકારક છે. અહીં હળદરનું પાણી પીવાથી થતા સ્વાસ્થ્ય ફાયદા (turmeric water benefits) અંગે જાણકારી આપવામાં આવી છે.

કેન્સર સહિતની બીમારીઓથી બચાવે

હળદરમાં ટ્યુમર રોકવાના ગુણ ધર્મો હોય છે. હળદરનું પાણી પીવાથી કેન્સરનું જોખમ ઘણું ઓછું થઈ શકે છે. તે કાર્ડિયોવેસ્ક્યુલર રોગ અને સ્ટ્રોકનું કારણ બનતા કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે. આ ઉપરાંત હળદરમાં રહેલું કરક્યુમિન રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે. પરિણામે નાની મોટી બીમારીઓથી બચી શકાય છે.

વજન ઘટાડવા મદદરૂપ

હળદરનું પાણી શરીર પર ચરબી જામતા રોકે છે અને હળદરનું સેવન કરવાથી પાચનશક્તિ પણ સુધરે છે. હળદરના પાણીનું સેવન કરવાથી મેટાબોલિઝમ પણ વધે છે. જેના કારણે વજન ઓછું કરવામાં મદદ મળે છે.

આ પણ વાંચો: Hair tips: ઘરમાં Coconut Milkથી હેર સ્પા કરવાથી વધશે વાળની લંબાઈ અને સુંદરતા

યુવાન જેવી ત્વચા આપે

હળદરમાં ત્વચા માટે ખૂબ ફાયદાકારક ગણાતા એન્ટીઓક્સિડન્ટની ભરપૂર પ્રમાણમાં હોય છે. હળદરના પાણીના નિયમિત સેવનથી તમારી ત્વચા યુવાન અને ચમકદાર લાગે છે. તેથી ચહેરા પર ચમક લાવવા માટે હળદરનું પાણી પીવું જોઈએ.

મગજ તેજ થાય

હળદરનું નવશેકું પાણી પીવાથી મગજ તેજ બને છે. આ સાથે હાર્ટની સમસ્યાથી પીડાતા લોકોએ પણ હળદરનું પાણી પીવું જોઈએ. હળદર લોહીને ઘટ્ટ થવાથી બચાવે છે. તેનાથી હાર્ટ એટેક આવવાની શક્યતા ઓછી થઈ જાય છે.

આ પણ વાંચો: Health care: સ્વાદમાં કડવી આ પાંચ વસ્તુઓ ખાવાથી તમારુ શરીર રહેશે ટનાટન

શરીરનો ઝેરી કચરો બહાર કાઢે

આપણા શરીરમાં દરરોજ અલગ અલગ પ્રકારનો ઝેરી કચરો એકઠો થાય છે. જેને બહાર કાઢવો જરૂરી છે. જો તેને બહાર ન કાઢવામાં આવે તો ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં હળદરનું એક ગ્લાસ પાણી ફાયદાકારક નીવડી શકે છે.

• આવી રીતે તૈયાર કરો હળદરનું પાણી

- નાના વાસણમાં એક કપ પાણી લો
- તેને ઉકળવા દો
- હવે તેમાં બે ચપટી હળદર નાખો
- 1-2 મિનિટ સુધી ઊકાળ્યા બાદ ગાળી લો
- સ્વાદ માટે તેમાં મધ નાખી શકાય છે.

લાઈફ સ્ટાઈલને લગતી વધુ માહિતી અને સમાચાર વાંચવા માટે  ક્લિક કરો...
Published by:kuldipsinh barot
First published: