શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા ઉત્તમ છે ડિટોક્સ વૉટર, કેવી રીતે બનાવશો?

 • Share this:
  કેવી રીતે બનાવશો ડિટોક્સ વૉટર ?

  - સૌ પ્રથમ કાચની પહોળી અને સ્વચ્છ બરણી, બૉટલ કે જગ લઈ તેમાં સ્વચ્છ, ચોખ્ખું પાણી ભરી તેમાં થોડા બરફના ટૂકડા ઉમેરો. જો તમારે ઠંડુ ન પીવું હોય તો સાદું અથવા માટલાનું પાણી જ લેવું. યાદ રાખો કે પાણઈ બહુ ગરમ નહોવું જોઈએ.
  - ત્યારબાદ તમને જે ફ્રૂટ ભાવતા હોય તે મોસમી ફળો, કાકડી, આદુ, લીંબુ વગેરેને સરખી રીતે ધોઈને સાપ કરી તેની સ્લાઈસ કરીને આ પાણીમાં ઉમેરો.
  - જો તમે તેમાં સ્ટ્રોબેરી, ક્રેનબેરી જેવાં ફળોની સ્લાઈસ નાંખી રહ્યા હોવ તો પાણીમાં નાંખતા પહેલાં તેને ચમચીથી સહેજ દબાવીને ઉમેરો. થોડા નરમ કરીને નાખવાથી ફળમાંથી નીકળતા જ્યૂસ, ફાઈબર્સ અને વિટામીન્સ ધીમે ધીમે પાણીમાં મિક્સ થતાં જશે અને પાણીને ન્યૂટ્રિશિયસ અને સ્વાદિષ્ટ બનાવશે.
  - દરેક ફળોના અલગ અલગ ગુણો રહેલા હોવાથી તમે પાણીમાં જે ફ્રૂટ ઉમેરશો તેનો સ્વાદ, સુંગધ અને તેના ફાયદા પણ પાણીમાં ભળી જશે.

  કેટલા ટાઈમ સુધી સાચવી શકાય?
  - જો તમે તમારી હેલ્થ માટે રોજની 10 મિનિટ કાઢી શકતા હોવ તો આ ડિટોક્સ વૉટર રોજનું રોજ જ બનાવવું.
  - આમ તો આ ડિટોક્સ વૉટરને વધુમાં વધુ 2 દિવસ રાખી શકાય. પરંતુ બને તો રોજનું રોજ તેને તાજું પીવાનો જ આગ્રહ રાખો. તેથી એક દિવસ થઈ રહે તેટલું જ પાણી બનાવવું.

  કયા સમયે બનાવવું?
  જો તમે રાત્રે જ પાણીમાં તમારા મનપસંદ ફ્રૂટને સરખી રીતે ધોઈને પલાળી દેશો, તો આ પાણીનું બીજા દિવસે સવારથી લઈને આખા દિવસ સુધી સેવન કરી શકશો.

  આ પણ વાંચો- પુરુષોની દાઢીમાં કુતરાના વાળ કરતા વધુ જોખમી બેક્ટેરિયા: રિસર્ચ

  આ પણ વાંચો- આ દિવસે થાય છે સૌથી વધુ બ્રેકઅપ, રીસર્ચમાં થયો ખુલાસો

  આ પણ વાંચો- મચ્છર ભગાડવા માટે આજે જ કરો આ ઘરેલું ઉપચાર, , લવિંગથી ભગાડો મચ્છર

  આ પણ વાંચો- પ્લાસ્ટિક બૉટલોની જગ્યાએ હવે મળશે આવી બૉટલો, આ જગ્યાએથી આટલી કિંમતમાં મળશે
  Published by:Bansari Shah
  First published: