Home /News /lifestyle /વજન ઘટાડવાથી લઇને શરીર અંદરથી ચોખ્ખુ કરે છે જીરું, આ રીતે કરો સેવન
વજન ઘટાડવાથી લઇને શરીર અંદરથી ચોખ્ખુ કરે છે જીરું, આ રીતે કરો સેવન
જીરું સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે
Benefits of cumin seeds: જીરું હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. જીરાનું તમે આ રીતે સેવન કરો છો તો શરીર અંદરથી ક્લિન થાય છે અને સાથે તમે અનેક સમસ્યાઓમાંથી બચો છો. જીરામાં રહેલી તાકાત તમને હેલ્ધી બનાવે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: જીરું હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. દરરોજ તમે જીરાનું સેવન કરો છો તો પેટની સમસ્યાઓથી લઇને અનેક તકલીફો દૂર થાય છે. જીરું પેટ સંબધિત તકલીફોથી લઇને બીજી અનેક સમસ્યાઓ દૂર કરવાની તાકાત ધરાવે છે. જીરામાં અનેક ઘણાં તત્વો રહેલા હોય છે જે હેલ્થ અને સ્કિન માટે બેસ્ટ છે. જીરું તમે શાકમાં નાંખો છો ત્યારે એનો ટેસ્ટ ડબલ થઇ જાય છે. જીરાની સ્મેલ એટલી મસ્ત હોય છે કે જેના કારણે રસોઇ ટેસ્ટી થાય છે અને ખાવાની મજા આવે છે. તો જાણો જીરું કઇ બીમારીઓને દૂર કરવાની તાકાત ધરાવે છે.
તમને કબજીયાતને લઇને કોઇ તકલીફ છે તો જીરું તમારા માટે સૌથી બેસ્ટ છે. આ માટે તમે રાત્રે એક ગ્લાસ પાણીમાં જીરું પલાળી દો અને પછી આ પાણી સવારમાં પી લો. આ પાણી તમે રોજ પીઓ છો તો કબજીયાતની તકલીફ દૂર થાય છે અને સાથે તમે રિલેક્સ રહો છો.
તમને વારંવાર પેટમાં ગેસ થઇ જાય છે અથવા તો પેટમાં બહુ દુખે છે તો તમે અડધી ચમચી જીરુ, એક ચમચી અજમો અને અડધી ચમચી મીઠું નાંખીને પાણી સાથે ફાકી જાવો. આમ કરવાથી પેટનો ગેસ ઓછો થઇ જાય છે અને સાથે તમને રાહત થાય છે. જીરું અને અજમો પેટની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે.
તમને પિરીયડ્સ સમયે બહુ દુખાવો થાય છે તો તમારા માટે જીરું સૌથી બેસ્ટ છે. આ માટે તમે રાત્રે પાણીમાં જીરું પલાળી દો અને સવારમાં ઉઠીને થોડો હુંફાળુ કરીને પી લો. આ પાણી તમે રોજ સવારમાં પીઓ છો તો પિરીયડ્સ સમયે થતા દુખાવામાંથી રાહત થાય છે. આ સાથે જ તમે અજમો અને જીરું બન્ને બપોરે જમ્યા પછી ફાકી લો છો તો પણ દુખાવામાંથી રાહત થાય છે.
તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો જીરું સૌથી બેસ્ટ છે. આ માટે તમે સવારમાં પાણી ગરમ કરો અને એમાં જીરું નાંખીને ઉકાળો. ત્યારબાદ આ પાણીમાં લીંબુ નિચોવીને પી લો. આ પાણી તમે રોજ પીઓ છો તો તમારું વજન ઘટે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર