Home /News /lifestyle /માત્ર હસવાનાં જ નહીં, રડવાથી પણ હેલ્થને થાય છે અઢળક ફાયદાઓ, જાણો તમે પણ
માત્ર હસવાનાં જ નહીં, રડવાથી પણ હેલ્થને થાય છે અઢળક ફાયદાઓ, જાણો તમે પણ
આંખો ચોખ્ખી થાય છે.
Health Benefits Of Crying: માણસ જ્યારે હસે ત્યારે જ નહીં, પરંતુ જ્યારે એ રડે છે ત્યારે પણ હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. રડવાથી માનસિક અને શારિરિક સ્વાસ્થ્ય સારું થાય છે. આ ઉપરાંત તમે જ્યારે રડો છો ત્યારે તમારી ભાવનાઓને તમે વ્યક્ત કરી શકો છો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: માણસ પોતાની ભાવનાઓને અનેક રીતે વ્યક્ત કરી શકે છે. માણસમાં રહેલો આ ગુણ જાનવરો કરતા અલગ છે. રડવું પણ વ્યક્તિનો એક નેચરલ ઇમોશન એક્સપ્રેશન છે. માણસ જ્યારે રડે ત્યારે એના દુખ તો વ્યક્ત કરી જ શકે છે પરંતુ સાથે-સાથે ખુશી પણ વ્યક્ત કરે છે. જો કે આ વાત જાણીને સાચી નહીં લાગે પરંતુ આ હકીકત છે. પરંતુ જ્યારે વ્યક્તિ રડે ત્યારે અને એને નબળાઇ સાથે જોડી દેવામાં આવે છે જે લોકોની સૌથી મોટી ભૂલ હોય છે. પરંતુ વિજ્ઞાનમાં આને એક નેચરલ પ્રોસેસ કહેવાય છે જેનાથી આપણાં સ્વાસ્થ્યને સકારાત્મક ફાયદો મળે છે.
હારવર્ડ હેલ્થ અનુસાર આપણે આપણી ભાવનાઓને વ્યક્ત કરતા નથી અને રડતા પણ નથી તો આપણાં શરીરમાં શારિરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. આ સાથે જ આપણી ઇમ્યુનિટીને પણ નબળી કરી શકે છે. આ કારણે હાર્ટ ડિસીઝ, હાઇપરટેન્શ, હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા થઇ શકે છે. આટલું જ નહીં તણાવ, અસ્વાદ અને ચિંતા પણ આપણને બીમાર કરી શકે છે. તો જાણી લો તમે પણ રડવાથી આપણાં સ્વાસ્થ્યને થતા આ ફાયદાઓ વિશે.
રડવાના ફાયદા
સ્ટ્રેસ લેવલ ઓછુ થાય
ઘણી વાર આપણે ખૂબ થાકી જઇએ, હાલત ખરાબ હોય ત્યારે સ્ટ્રેસ લેવલ હાઇ થઇ જાય છે. એવામાં આપણે ખૂબ જ કંટાળી જઇએ છીએ અને અનેક મુશ્કેલીઓથી આપણે ઘેરાઇ જઇએ છીએ ત્યારે આપણાં આંખમાંથી આસું આવે છે. જો કે આ વાત સાચી છે કે જ્યારે તમે ખુલીને રડી લો ત્યારે તમે સારુ ફિલ કરો છે. આ સાથે જ સ્ટ્રેસ અને માનસિક થાક પણ ઓછુ થઇ જાય છે.
બાળકો જ નહીં, મોટા લોકો પણ જ્યારે રડે છે ત્યારે એમનું મન હળવુ થઇ જાય છે. પરંતુ આપણાં સમાજમાં પુરુષોનું રડવું એ સારું માનવામાં આવતુ નથી. આમ તમને એક વાત એ જણાવી દઇએ કે પુરુષો પણ ક્યારેક રડી લે છે તો એમનો મન હળવુ થઇ જાય છે.
આંખો ચોખ્ખી થાય
માનસિક સ્વાસ્થ સિવાય આંખો માટે પણ રડવું ફાયદાકારક છે. રડવાથી આંખોમાં આસું આવે છે જે આંખોને ક્લિન કરે છે અને સાથે-સાથે મસલ્સને પણ સ્ટ્રેસ ફ્રી બનાવે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર