Home /News /lifestyle /પિરીયડ્સમાં દુખાવો, વધારે બ્લિડિંગ જેવી અનેક સમસ્યાઓમાંથી છૂટકારો મેળવો તજથી, આ રીતે કરો સેવન

પિરીયડ્સમાં દુખાવો, વધારે બ્લિડિંગ જેવી અનેક સમસ્યાઓમાંથી છૂટકારો મેળવો તજથી, આ રીતે કરો સેવન

તજના ફાયદાઓ

benefits of cinnamon: તજ અનેક ગુણોથી ભરપૂર હોય છે. તજમાં રહેલા તત્વો મહિલાઓ માટે વરદાનરૂપ સાબિત થાય છે. પિરીયડ્સથી લઇને બીજી અનેક બીમારીઓને દૂર કરવા માટે તજ સૌથી બેસ્ટ છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક લોકોના રસોડામાં તજ હોય છે. તજ રસોઇનો સ્વાદ વધારે છે અને સાથે-સાથે હેલ્થને લગતી અનેક સમસ્યાઓમાંથી પણ રાહત અપાવે છે. તજ એન્ટી ઓક્સીડન્ટ્સ જેવા અનેક તત્વોથી ભરપૂર હોય છે. તજમાં ઝિંક, વિટામીન્સ, મેગ્નેશિયમ, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, આયરન અને ફોસ્ફરસ જેવા અનેક પ્રકારના પોષક તત્વો હોય છે, જે બોડીને મજબૂત કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. તજ મહિલાઓ માટે વરદાનરૂપ હોય છે કારણકે મહિલાઓની અનેક મુશ્કેલીઓને રાહત અપાવવાનું કામ કરે છે. સંશોધન અનુસાર આ બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે અને હાર્ટના રોગો માટે સૌથી વધારે ફાયદાકારક છે. આ સાથે જ શરીરમાં આવતા સોજાને પણ ઓછા કરે છે.

    તજ મહિલાઓની આ સમસ્યા દૂર કરે છે



    • તજમાં રહેલા તત્વો ખીલની સમસ્યાને દૂર કરવાની તાકાત ધરાવે છે.

    • તમને અનિયમિત પિરીયડ્સની સમસ્યા છે તો તમે તજનો ઉપયોગ કરો છો તો આ સાયકલ રેગ્યુલર થાય છે.


    આ પણ વાંચો: મધ+પાણી આ સમયે પીવાથી સવારમાં પેટ સાફ આવે છે

    • શરીર પરના અણગમતાં વાળને દૂર કરવામાં તજ મહત્વનો ભાગ ભજવે છે.

    • મેનોપોઝના દિવસોમાં અતિશય દુખાવો, મુડ સ્વિંગ, બ્લોટિંગ, ચિડીયાપણું જેવી અનેક તકલીફો દૂર કરવામાં તજ મદદ કરે છે.

    • તજમાં યુઝેનોઝનું તત્વ હોય છે જે પિરીયડ્સ દરમિયાન થતી સમસ્યાઓને વધારતા હોર્મોન્સને સંતુલન બનાવી રાખવામાં મદદ કરે છે.


    આ રીતે તજનો ઉપયોગ કરો


    આ પણ વાંચો: જાણી લો કેસરના આ અગણિત ફાયદાઓ

    પિરીયડ્સના દુખાવામાં તજનું પાણી


    પિરીયડ્સના દિવસોમાં છોકરીઓને પેટના નીચેના ભાગમાં દુખાવો વધારે પ્રમાણમાં થતો હોય છે. આ સાથે જ પિરીયડ્સની સમસ્યામાં ઉલટી થવી, ચક્કર આવવા, લૂઝ મોશન, ગભરામણ થવી, નબળાઇ જેવી અનેક તકલીફે દૂર કરવાનું કામ કરે છે. એવામાં તજ તમારા માટે સૌથી બેસ્ટ છે. આ રીતે તમે પણ તજનો ઉપયોગ કરો.


    દૂધ અને તજ


    આ રીતની સમસ્યાઓમાં તજ એક નેચરલ રીતે મદદ કરે છે. આ માટે તમે તજના પાવડરને હુંફાળા દૂધમાં નાંખો અને મિક્સ કરી લો. તમે ઇચ્છો તો આની ચા બનાવીને પણ પી શકો છો. આનાથી તમને પિરીયડ્સ રેગ્યુલર આવે છે અને સાથે-સાથે દુખાવામાંથી પણ રાહત મળે છે. પિરીયડ્સ દરમિયાન તમને હેવી બ્લિડિંગ થાય છે તો તજની ચા તમારા માટે સૌથી બેસ્ટ છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Periods Cramps, Periods pain

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन