Home /News /lifestyle /છાતીમાં કફ જામી ગયો છે? ગળામાં બળતરા થાય છે? તો અજમાનું આ પાણી પી લો, એક દિવસમાં રાહત થઇ જશે

છાતીમાં કફ જામી ગયો છે? ગળામાં બળતરા થાય છે? તો અજમાનું આ પાણી પી લો, એક દિવસમાં રાહત થઇ જશે

અજમાથી આ રીતે કફમાંથી રાહત મેળવો

benefits of carom seeds: દરેક લોકોના રસોડામાં અજમો હોય છે. અજમો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. અજમાનું તમે આ રીતે સેવન કરો છો તો અનેક બીમારીઓમાંથી રાહત મળે છે.

  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક લોકોના રસોડામાં અજમો હોય છે. અજમો સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. અજમાનો તમે આ રીતે ઉપયોગ કરો છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. અજમો બાળકોની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. અજમો પિરીયડ્સમાં થતા દુખાવામાંથી છૂટકારો અપાવવાનું કામ કરે છે. અજમામાં રહેલા ગુણો શરદી-ખાંસીથી લઇને બીજી અનેક ઘણી સમસ્યાઓમાંથી રાહત અપાવવાનું કામ કરે છે. ઘણાં લોકો રસોઇની અનેક વાનગીઓમાં પણ અજમાનો ઉપયોગ કરતા હોય છે. તો જાણો તમે પણ અજમાના આ અઢળક ફાયદાઓ વિશે..

  આ પણ વાંચો: તમે પણ લેપટોપ ખોળામાં લઇને કામ કરો છો?

  • શરદી-ખાંસીમાંથી રાહત મેળવવા માટે અજમો સૌથી બેસ્ટ છે. આ માટે તમે અજમાના પાન લઇને એને વાટી લો. ત્યારબાદ આમાં મધ મિક્સ કરીને જીભ પર મુકી દો. આમ કરવાથી જલદી જ શરદી-ખાંસમાંથી રાહત મળી જાય છે.

  • પેટમાં બહુ દુખે છે તો તમે અજમાનો ઉપયોગ કરી શકો છો. આ માટે અજમાનો પાવડર અથવા તો અજમાને અધકચરો વાટી લો. ત્યારબાદ એમાં મીઠું મિક્સ કરીને ફાકી જાવો. આમ કરવાથી થોડીવારમાં જ પેટમાં દુખાવામાંથી રાહત થઇ જાય છે. ત્યારબાદ 10 મિનિટ રહીને ડાબા પડખે સુઇ જાવો. આ તમને રિલેક્સ કરવાનું કામ કરે છે.


  આ પણ વાંચો: આ રીતે વધારી દો સડસડાટ વજન   • કફની ઉઘરસ થઇ છે તો તમે અજમો, અરડુસી અને ખસખસને સરખા પ્રમાણમાં લઇ લો. ત્યારબાદ એક ગ્લાસ પાણીમાં આ વસ્તુઓ નાંખીને ઉકાળી લો. આ પાણી અડધું થઇ જાય ત્યાં સુધી તમારે ઉકાળવાનું રહેશે. ત્યારબાદ આ હુંફાળુ પાણી તમે પી લો. આમ કરવાથી કફની ઉઘરસમાંથી રાહત મળે છે. આ સાથે જ કફ બહાર પણ નિકળે છે. આ ઉકાળો પીવાથી છાતીમાં જામી ગયેલા કફમાંથી રાહત મળે છે.

   • પિરીયડ્સ સમયે તમને પેટમાં બહુ દુખાવો થાય છે તમે દરરોજ બપોરે જમ્યા પછી અજમો ફાકી લો અથવા તો અજમાનું પાણી પી લો. આ પ્રયોગ તમે દરરોજ કરો છો તો પિરીયડ્સ સમયે થતા દુખાવામાંથી રાહત મળે છે.


  • શિયાળામાં સાંધા વધારે જકડાઇ જાય છે ત્યારે તમે ઘરે અજમાનું તેલ બનાવીને લગાવો છો તો આરામ થાય છે. આ સાથે જ શરીરમાં આવતા સોજા પણ ઓછા થઇ જાય છે.

  Published by:Niyati Modi
  First published:

  Tags: Cough, Health Tips, Life style

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन