Home /News /lifestyle /હોંઠને ગુલાબી કરવા અને ચહેરો ગોરો કરવા ઇલાયચી છે બેસ્ટ, આ રીતે ઉપયોગ કરો
હોંઠને ગુલાબી કરવા અને ચહેરો ગોરો કરવા ઇલાયચી છે બેસ્ટ, આ રીતે ઉપયોગ કરો
ઇલાયચીના ફાયદાઓ
Health Benefits of cardamon: ઇલાયચી દેખાવમાં નાની હોય છે, પરંતુ તમને એક વાત એ જણાવી દઇએ કે નાની ઇલાયચી શરીરમાં મોટા ફાયદા કરે છે. ઇલાયચી સ્કિન અને હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. તમે આ રીતે ઇલાયચીનો ઉપયોગ કરો છો તો બેસ્ટ રિઝલ્ટ મળે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક લોકોના રસોડામાં ઇલાયચી જોવા મળે છે. નાની ઇલાયચી શરીરમાં મોટુ કામ કરે છે. નાની ઇલાયચી એક એવો ગરમ મસાલો છે જેની સુગંધ દરેક લોકોને ગમતી હોય છે. ઇલાયચીનો ઉપયોગ મીઠાઇ, ચા, પુલાવ અને બીજી અનેક પ્રકારની રેસિપીમાં કરવામાં આવે છે. ઇલાયચીમાં રહેલા અનેક ગુણો શરીરમાં મોટી-મોટી બીમારીઓમાંથી છૂટકારો અપાવે છે. ઘણાં લોકોને હંમેશા ઇલાયચી મોંમા રાખવાની આદત હોય છે. તમને જાણીને નવાઇ લાગશે કે ઇલાયચી સ્કિન માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. તો જાણો તમે પણ નાની ઇલાયચીના આ મોટા ફાયદાઓ.
ઘણાં લોકોના મોંમાથી બહુ વાસ આવતી હોય છે. આ વાસને દૂર કરવા માટે તમે મોંમા ઇલાયચી રાખી શકો છો. મોંમા ઇલાયચી રાખવાથી વાસ આવતી નથી અને તમે શરમ પણ અનુભવતા નથી. ઇલાયચીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે કરવામાં આવે છે. તમે રોજ ઇલાયચી ચાવો છો તો મોંમાથી આવતી વાસ બંધ થઇ જાય છે.
ચહેરા પર નિખાર લાવે
દરેક છોકરીઓની ઇચ્છા હોય છે કે એનો ચહેરો ગોરો થાય. ચહેરો ગોરો કરવા માટે અનેક લોકો જાતજાતની ટ્રિટમેન્ટ લેતા હોય છે. પરંતુ તમને એક વાત એ જણાવી દઇએ કે જો તમે આ રીતે ઇલાયચીનો ઉપયોગ કરો છો તો સ્કિન પર નિખાર આવે છે. નાની ઇલાયચી તમારા ચહેરા પર મસ્ત ગ્લો લાવે છે.
આ માટે તમે ઇલાયચીના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. આ સાથે જ તમે ઇલાયચીનો પાવડર પણ બનાવી શકો છો. આ પાવડરમાં થોડુ મધ મિક્સ કરવાનું રહેશે. હવે આ તૈયાર કરેલા ફેસ માસ્કને ચહેરા પર લગાવો અને થોડી વાર માટે રહેવા દો. પછી ફેસ ચોખ્ખા પાણીથી ધોઇ લો. આમ કરવાથી ફેસ પર નેચરલ ગ્લો આવે છે.
હોંઠની ખૂબસુરતી વધારે
તમે કદાચ નહીં જાણતા હોવ કે નાની ઇલાયચીનો ઉપયોગ અનેક પ્રકારની બ્યૂટી પ્રોડક્ટ્સ તેમજ લીપ બામ માટે કરવામાં આવે છે. આમ, જો તમે નેચરલ રીતે તમારા હોંઠની ખૂબસુરતી વધારવા ઇચ્છો છો તો આ રીતે ઇલાયચીનો ઉપયોગ કરો. આ માટે તમે ઇલાયચીને પીસીને પાવડર બનાવી લો અને એમાં મધ મિક્સ કરો. ત્યારબાદ હોઠ પર લગાવો અને 15 મિનિટ રહેવા દો. પછી કોટનના કપડાથી લૂંછી લો. આ પેસ્ટથી તમારા હોંઠ નેચરલી રીતે પિંક થાય છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર