આ 5 રોગોના ઈલાજમાં ખવડાવવામાં આવે છે ભાંગ

 • Share this:
  શું તમે જાણો છો ભાંગ સાથે જોડાયેલા આ ફાયદા?

  ચક્કર આવતા બચાવે
  ગાંજામાં ભેળવાતા તત્વો એપિલેપ્સી અટેકથી બચાવી શકે છે. એક અહેવાલ મુજબ, કેનાબિનૉએડ્સ કંપાઉન્ડ મનુષ્યને શાંતિનો અનુભવ કરાવનારા મગજના કોષોને જોડે છે.

  ગ્લુકોમામાં રાહત
  ભાંગ ગ્લુકોમાના લક્ષણોથી રાહત આપે છે. આ રોગમાં આંખનો તારો મોટો થાય છે અને દ્રષ્ટિ સાથે સંકળાયેલ ચેતાને દબાવવા લાગે છે. તેનાથી આંખોની સમસ્યા આવે છે. ગાંજો ઑપ્ટિક ચેતા પરનું દબાણ દૂર કરે છે.

  કેન્સર પર અસર
  કેનાબિનૉએડ્સ કેન્સરના કોષોને મારવા માટે સક્ષમ હોય છે. તે ટ્યૂમરના વિકાસ માટે જરૂરી રક્તકણોને અવરોધે છે. કેનાબિનૉએડ્સ આંતરડાનું કેન્સર, સ્તન કેન્સર અને યકૃતના કેન્સરનો સફળતાપૂર્વક ઈલાજ થાય છે. આખરે 2015માં યુ.એસ. સરકારે માન્ય કર્યું કે ભાંગ કેન્સર સામે લડવામાં સક્ષમ છે.

  અલ્ઝાઇમર સામે
  ભાંગના છોડમાંથી મળતા ટેટ્રાહાઇડ્રોકેનાબીનૉલની નાની માત્રા એમિલૉઇડની વૃદ્ધિને ધીમું કરે છે. એમિલૉઇડ મગજના કોષોને મારી નાખે છે અને અલ્ઝાઇમર માટે તે જવાબદાર છે.

  હિપેટાઇટિસ સી ની આડઅસરોમાં રાહત
  થાક, વહેતું નાક, માંસપેશીઓમાં દુખાવો, ભૂખ ઓછી લાગવી અને ડિપ્રેશન એ હિપેટાઇટિસ સી ની સારવારની આડઅસરો છે. ભાંગની મદદથી 86 ટકા દર્દીઓ હિપેટાઇટિસ સી ની સારવાર સંપૂર્ણ રીતે કરવામાં સક્ષમ હતા. તેમાં માનવામાં આવ્યું કે ભાંગની આડઅસરને ઘટાડે છે.

  Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી માન્.તાઓ આધારિત છે. Gujarati News18 તેની પુષ્ટિ નથી કરતું. અમલ કરતા પહેલાં નિષ્ણાતની ચોક્કસ સલાહ લો.

  "મહૂડી જેવી સુખડી" ઘરે બનાવવાનું સિક્રેટ
  Published by:Bansari Shah
  First published: