Home /News /lifestyle /યુરિક એસિડને તરત કંટ્રોલમાં કરવા પીઓ આ જ્યૂસ, સુગર પણ નોર્મલ થઇ જશે..દવા નહીં લેવી પડે
યુરિક એસિડને તરત કંટ્રોલમાં કરવા પીઓ આ જ્યૂસ, સુગર પણ નોર્મલ થઇ જશે..દવા નહીં લેવી પડે
કારેલા અનેક ગુણોથી ભરપૂર હોય છે.
Uric acid problems: આ દિવસોમાં ખાસ કરીને ડાયાબિટીસ, યુરિક એસિડ, કોલેસ્ટ્રોલ જેવી અનેક સમસ્યાઓમાં વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો યુરિક એસિડની સમસ્યામાં નાની ઉંમરના લોકો પણ ઝપેટમાં આવી રહ્યા છે.
Uric acid: આ દિવસોમાં સતત લાઇફ સ્ટાઇલ સાથે જોડાયેલી બીમારીઓના કેસમાં વધારો થઇ રહ્યો છે, જેમ કે ડાયાબિટીસ, મોટાપા અને બીજી અનેક બીમારીઓ. આમાંથી એક બીમારી છે યુરિક એસિડ. યુરિક એસિડની સમસ્યા યંગ લોકોમાં વધારે જોવા મળી રહી છે. શરીરમાં પ્યૂરિન તૂટવાને કારણે યુરિક એસિડ બને છે. આ બ્લડના સહારે કિડની સુધી પહોંચે છે. જો કે યુરિક એસિડ પેશાબના માધ્યમથી શરીરમાંથી બહાર નિકળે છે. પરંતુ જ્યારે આ પેશાબ દ્રારા શરીરમાંથી બહાર નિકળતુ નથી ત્યારે આપણી બોડીમાં આની માત્રા વધવા લાગે છે. જે કારણોસર બોડીના જોઇન્ટ્સમાં દુખાવો થવા લાગે છે અને સાથે ઉઠવા-બેસવામાં તકલીફ પડે છે.
ઔષધીય ગુણોથી ભરપૂર કારેલાનો જ્યૂસ હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. આ જ્યૂસ યુરિક એસિડથી લઇને ડાયાબિટીસને કંટ્રોલ કરવાની તાકાત ધરાવે છે. એક ગ્લાસ કારેલાના રસમાં યુરિક એસિડને પ્રાકૃતિક રૂપથી કંટ્રોલ કરવાનો અદભૂત ગુણ હોય છે.
કારેલામાં આયરન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામીન સીની સાથે કેલ્શિયમ, બીટા કેરોટીન અને પોટેશિયમની માત્રા સારી હોય છે. આ તત્વો ગાઉટની સમસ્યા સામે લડવાની તાકાત ધરાવે છે.
ડાયાબિટીસમાં પણ ફાયદાકારક
કારેલાનો રસ ડાયાબિટીસના દર્દીઓએ રેગ્યુલર પીવો જોઇએ. આ રસ પીવાથી હંમેશા સુગર કંટ્રોલમાં રહે છે અને સાથે રિપોર્ટ પણ સારો આવે છે. સુગર નોર્મલ આવવાથી શરીરને બીજુ નુકસાન ઓછુ થાય છે. સ્વાદમાં કડવા કારેલા વિટામીન એ, સી, વીટા કેરોટીન અને અન્ય મિનરલ્સ અને ફાઇબરની માત્રા ભરપૂર હોય છે જેના કારણે આ ઇન્સ્યુલિનની જેમ કામ કરે છે અને વધતી સુગરને મેનેજ કરે છે.
આ રીતે કારેલાનો રસ પીવો
આ બીમારીઓમાં કારેલાનો રસ કેવી રીતે પીવો જોઇએ એ મહત્વનું છે. કારેલાનો રસ પીવા માટે તમે રોજ સવારમાં કારેલાનો રસ કાઢી લો અને ખાલી પેટે પી લો. ખાસ ધ્યાન રાખો કે આ રસ તમારે ભરેલા પેટે પીવાનો નથી. તમને કડવાશ વધારે લાગે છે તો તમે લીંબુ તેમજ કાળુ મીઠુ નાખીને પી શકો છો. આ સાથે જ કારેલાનું શાક બનાવીને પણ ખાઇ શકો છો.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર