Home /News /lifestyle /શરદી-ખાંસી અને વાયરલમાંથી રાહત મેળવવા પીઓ અજમાનો આ ઉકાળો, આ રીતે બનાવો ઘરે
શરદી-ખાંસી અને વાયરલમાંથી રાહત મેળવવા પીઓ અજમાનો આ ઉકાળો, આ રીતે બનાવો ઘરે
હેલ્થ માટે બેસ્ટ છે અજમાનો આ ઉકાળો
Benefits of ajwain kadha: અજમાનો ઉકાળો પીવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. અજમાનો આ ઉકાળો તમે રેગ્યુલર પીઓ છો તો તમારી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે અને સાથે તમને શરદી-ઉઘરસમાંથી તરત રાહત થઇ જાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની સિઝનમાં મોટાભાગનાં લોકોને શરદી-ઉદરસ અને વાયરલ ફીવરની ઝપેટમાં આવતા હોય છે. આ સિઝનમાં ઘણી બધી ચા એવી હોય છે જે તમે રેગ્યુલર પીઓ છો તો તમને આ સમસ્યામાંથી રાહત મળે છે. આ સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા માટે તમે અજમાનો ઉકાળો પીઓ છો તો સૌથી બેસ્ટ છે. બદલાતા વાતાવરણમાં આ અજમાનો ઉકાળો તમે પીઓ છો તો તમે અનેક બીમારીઓમાંથી બચી શકો છો. તો આ રીતે ઘરે બનાવો તમે પણ અજમાનો ઉકાળો અને શિયાળામાં શરદી-ઉધરસ અને વાયરલ ફીવરથી બચો. આ ઉકાળો તમારી અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે.
અજમાનો ઉકાળો બનાવવા માટે સૌ પ્રથમ ધીમા ગેસે પાણી ગરમ કરવા માટે મુકો. આ પાણી તમારે ધીમા ગેસે મુકવાનું રહેશે. ત્યારબાદ આ પાણીમાં આદુની પેસ્ટ અથવા તો આદુનો કટકો પાણીમાં નાંખો. ત્યારબાદ પાણી ઉકળવા લાગે એમાં અજમો, કાળા મરી નાખો. આ પાણીને 5 મિનિટ માટે ગરમ કરો. આમ, જ્યારે પાણી અડધુ થઇ જાય ત્યારે ગેસ બંધ કરી દો. તો તૈયાર છે અજમાનો ઉકાળો.
જાણો આ ઉકાળો પીવાના ફાયદાઓ
ઇમ્યુનિટી વધે
અજમાનો ઉકાળો પીવાથી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે. આ ઉકાળો તમે શિયાળામાં રોજ પીઓ છો તો શરદી-ઉધરસમાંથી રાહત થઇ જાય છે. આ ઉકાળો તમે શિયાળામાં રોજ પીઓ છો તો તમને શરદી-ઉધરસમાંથી રાહત થઇ જાય છે.
અજમાનો આ ઉકાળો તમે રોજ પીઓ છો તો તમે વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે. આ ઉકાળો દરેક વ્યક્તિએ રોજ સવારમાં શિયાળામાં પીવો જોઇએ. શિયાળામાં મોટાભાગે વાયરલ ઇન્ફેક્શન વધુ પ્રમાણમાં થાય છે. વાયરલ ઇન્ફેક્શન થવાને કારણે વ્યક્તિને હાથ-પગ અને શરીર બહુ દુખે છે. આ દુખાવામાંથી તમને રાહત અપાવવાનું કામ અજમાનો આ ઉકાળો કરે છે.
બીમારીઓથી બચાવે
અજમાનો આ ઉકાળો તમને અનેક બીમારીઓમાંથી બચાવે છે. શિયાળામાં વ્યક્તિ જલદી બીમાર પડી જાય છે. આ સિઝનમાં મોટાભાગના લોકોની ઇમ્યુનિટી સિસ્ટમ નબળી થઇ જાય છે. ઇમ્યુનિટી સિસ્ટમ નબળી થવાને કારણે બીમાર જલદી પડી જવાય છે. આ બધી જ બીમારીઓમાંથી બચવા માટે તમે અજમાનો ઉકાળો પીઓ.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર