સ્નાન કરતાં પહેલાં અવશ્ય કરો આ 4 કામ, બચી જશે હજારો રૂપિયાનો ખર્ચ

News18 Gujarati
Updated: June 19, 2019, 3:32 PM IST
સ્નાન કરતાં પહેલાં અવશ્ય કરો આ 4 કામ, બચી જશે હજારો રૂપિયાનો ખર્ચ
રસોડામાં રહેલી કેટલીક ચીજો ભેળવીને નાહવાથી તમારી ચામડી તો ફ્રેશ તો રહેશે જ, સાથે વધારે પણ નહીં ખર્ચવા પડે.

રસોડામાં રહેલી કેટલીક ચીજો ભેળવીને નાહવાથી તમારી ચામડી તો ફ્રેશ તો રહેશે જ, સાથે વધારે પણ નહીં ખર્ચવા પડે.

  • Share this:
નહાતી વખતે સાબુ ન લગાવશો, ખીલેલી ચામડી માટે કરો આ ચીજનો ઉપયોગ.

રોજ સ્નાન કરવાથી તાજગી અનુભવાય છે. તેમજ સ્વચ્છ પણ રહેવાય છે અને ચેપની શક્યતા પણ ખૂબ ઓછી છે. તેનાથી સ્કિન હેલ્ધી રહે છે.ઘણી વાર લોકો સ્નાન કરતી વખતે બજારમાં ઘણા ઉત્પાદનોનો ઉપયોગ કરે છે, જેનાથી તેઓ સૌંદર્ય અને તાજગી જાળવી શકે. પરંતુ શું તમે જાણો છો કે રસોડામાં રહેલી કેટલીક ચીજો ભેળવીને સ્નાન કરવાથી તમારી ત્વચા વધુ નીખરવા લાગશે અને વધારે ખર્ચ પણ નહીં કરવો પડે.

સાબુનો વધારે પડતો ઉપયોગ શરીરને રૂક્ષ બનાવી શકે છે. તેથી અઠવાડિયામાં એક વખત સ્નાન કરતી વખતે અડધી વાટકી ચણાના લોટમાં અને દૂધ મિક્સ કરી અને તેને આખા શરીર પર હળવા હાથથી રગડીને ઉબટન કરો. આમ કરવાથી શરીરની ગંદકી દૂર થશે અને ચામડીમાં વીખાર વધશે. તેમજ સ્કિન ડ્રાય પણ નહીં થાય.સ્નાન કરતી વખતે ગરમ પાણીમાં મીઠું અને ફટકડી ઉમેરીને નાહવાથી થાકથી છુટકારો મળે છે અને શરીરમાં લોહીનું પરિભ્રમણ પમ સારું થાય છે. સાથે સ્નાયુઓને પણ આરામ મળે છે.

સ્નાન કરવાના પાણમાં 5 ચમચી બેકિંગ સોડા નાખી સ્નાન કરો. આમ કરવાથી, શરીરના ઝેરી તત્વો બહાર આવશે અને રોગો થવાની શક્યતા ઓછી રહેશે.

સ્નાન કરતા પહેલા 15-20 લીમડાના પાનને ગરમ પાણીમાં ઉકાળી લો. આલપાણી ઠંડુ થઈ જાય પછી, તેને સામાન્ય પાણીમાં ભેળવીને સ્નાન કરો. તેનાથી ચામડીમાં ચેપ લાગવાની શક્યતા નથી રહેતી.
First published: June 19, 2019, 3:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading