Home /News /lifestyle /બેડ કોલેસ્ટ્રોલના લોકો માટે ખાસ: દિવસમાં એક વાર આ રીતે ત્રિફળા ચૂર્ણ લો, ગોળીઓ નહીં લેવી પ
બેડ કોલેસ્ટ્રોલના લોકો માટે ખાસ: દિવસમાં એક વાર આ રીતે ત્રિફળા ચૂર્ણ લો, ગોળીઓ નહીં લેવી પ
કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવુ ખૂબ જરૂરી છે.
Ayurvedic home remedies for bad cholesterol: શરીરમાં બેડ કોલેસ્ટ્રોલની માત્રા વધી ગઇ છે તો એને કંટ્રોલ કરીને ઓછી કરવું ખૂબ જરૂરી છે. આમ, વાત કરવામાં આવે તો દિવસને દિવસે કોલેસ્ટ્રોલ, બીપી જેવી બીમારીઓમાં વધારો થઇ રહ્યો છે. કેટલીક જડીબુટ્ટીઓ એવી હોય છે જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી હોય છે.
Bad cholesterol in body: શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા બીજી અનેક બીમારીઓને આમત્રંણ આપે છે. આ સમય જતા તમને અનેક ગંભીર સમસ્યાઓમાં મુકી શકે છે. વાત કરવામાં આવે તો ઘણાં લોકોને બેડ કોલેસ્ટ્રોલ હોય છે. આ બેડ કોલેસ્ટ્રોલ સૌથી વધારે ખતરનાક હોય છે. આ શરીરના બીજા અંગોને પણ પ્રભાવિત કરે છે. બેડ કોલેસ્ટ્રોલની માત્રા શરીરમાં વઘે નહીં એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ માટે હેલ્ધી ખોરાક લેવો ખૂબ જરૂરી છે. આ સાથે જ સલાડ ખાવાની સલાહ આપવામાં આવે છે. આમ, તમે આ આર્યુવેદિક જડીબુટ્ટીઓથી બેડ કોલેસ્ટ્રોલને ઓછુ કરી શકો છો. તો જાણો આ વિશે...
અર્જૂનની છાલ બેડ કોલેસ્ટ્રોલના લોકો માટે અક્સીર ઉપાય છે. આ પાન બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ માટે તમે દરરોજ ખાલી પેટે આ પાન ચાવવાનું શરૂ કરી દો. રોજ તમે એકથી બે પાન ચાવો.
ત્રિફલા ચૂર્ણ
તમને બેડ કોલેસ્ટ્રોલ છે તો તમારા માટે ત્રિફલા ચૂર્ણ સૌથી બેસ્ટ છે. ત્રિફલા ચૂર્ણથી તમે બેડ કોલેસ્ટ્રોલને ઓછુ કરી શકો છો. આ એક રામબાણ ઇલાજ છે. આ માટે તમે રોજ સવારમાં ખાલી પેટે એક ચમચી ત્રિફલાનું ચૂર્ણના ફાકી લઇ લો. આ તમે એક મોટી ચમચી લેવાની રહેશે. ધ્યાન રહે કે સવારમાં કોઇ વસ્તુ મોંમા નાખો એ પહેલાં તમારે આ ફાકી લઇ લેવાની છે. આ ફાકી બેડ કોલેસ્ટ્રોલના લોકો માટે બેસ્ટ છે.
બ્રાહ્મી એક જડીબુટ્ટી છે જેને સાયન્સ પણ ફાયદાકારક માને છે. બ્રાહ્મીમાં એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે જે કોલેસ્ટ્રોલ લેવલને સારું કરવામાં મદદ કરે છે. તમે ઇચ્છો છો તો બ્રાહ્મીના પાન ખાઓ તેમજ આનું ચૂર્ણ માર્કેટમાંથી લઇને એનું સેવન કરો.
કાચી હળદર
કાચી હળદર સ્કિન અને હેલ્થ માટે અનેક રીતે ગુણકારી હોય છે. આ સુકી હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી અને એન્ટી ઓક્સીડન્ટ્સ ગુણ હોય છે. કાચી હળદરનું શાક બનાવીને પણ તમે ખાઇ શકો છો. અઠવાડિયામાં બેથી ત્રણ વાર સવારમાં ખાલી પેટે અડધી ચમચી કાચી હળદરને પીસીને હુંફાળા પાણીની સાથે મિક્સ કરી પીઓ. આ બેડ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર