Home /News /lifestyle /મોંમાંથી વાસ આવે છે? તો આ રીતે મિનિટોમાં છૂટકારો મેળવો, દાદીમાના આ નુસખાઓ અસરકારક છે

મોંમાંથી વાસ આવે છે? તો આ રીતે મિનિટોમાં છૂટકારો મેળવો, દાદીમાના આ નુસખાઓ અસરકારક છે

લવિંગ મોંમા રાખો.

Bad breaths problems: અનેક લોકોના મોંમાથી બહુ જ ગંદી વાસ આવતી હોય છે. આ વાસને કારણે વ્યક્તિ શરમ અનુભવે છે અને સાથે નીચુ જોવાનું થાય છે. આમ, તમે આ ઘરેલું ઉપાયો અજમાવો છો તો છૂટકારો મળી જાય છે.

Bad breaths: મોંમાથી અને શ્વાસમાંથી અનેક વાર બાજુની વ્યક્તિથી કંટાળી જાય છે. અનેક લોકોના મોંમાથી બહુ જ વાસ આવતી હોય છે. મોંમાથી વાસ આવવાને કારણે વ્યક્તિ શરમ અનુભવે છે અને સાથે બીજી પણ હેલ્થને લગતી તકલીફો થતી હોય છે. આ માટે મોંમાથી આવતી વાસને દૂર કરવી ખૂબ જરૂરી છે. મોંમાથી વાસ આવવા પાછળ એક નહીં, પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. આમ, તમારા મોંમાથી પણ બહુ વાસ આવે છે તો આ દાદીમાંના આ નુસખા ખૂબ અસરકારક છે. તો જાણો અને અજમાવો તમે પણ.

આ પણ વાંચો:ગરમીમાં આ પાણી પીઓ અને લૂથી બચો

  • મોંમાથી આવતી વાસને દૂર કરવા માટે તમે લવિંગ મોંમા રાખી શકો છો. લવિંગ મોંમા રાખવાથી વાસ આવતી બંધ થઇ જાય છે. લવિંગમાં રહેલા ગુણો તમને આ સમસ્યામાંથી છૂટકારો અપાવે છે. આ માટે તમે જમ્યા પછી લવિંગને મોંમા રાખો. આમ કરવાથી 10 દિવસમાં વાસ આવતી બંધ થઇ જશે.

  • દાંત તેમજ મોંને લગતી કોઇ પણ સમસ્યા માટે લીમડા દાંતણ સૌથી બેસ્ટ ઉપાય છે. પહેલાના સમયમાં મોટાભાગના લોકો લીમડાનું દાંતણ કરતા હતા. જો કે આજની પેઢીએ દાંતણને એકબાજુમાં મુકી દીધા છે. લીમડાનું દાંતણ તમે દરરોજ કરો છો તો મોંમાથી આવતી વાસ દૂર થઇ જાય છે. તમને જણાવી દઇએ કે લીમડાનું દાંતણ માઉથ ફ્રેશનર જેવું કામ કરે છે. લીમડાનું દાંતણ તમે દરરોજ કરો છો તો પેઢામાં થતો દુખાવો તેમજ લોહી આવતુ બંધ થઇ જાય છે. આ માટે તમે લીમડાના તેલથી કોગળા પણ કરી શકો છો.


આ પણ વાંચો:અચાનક બ્લડ પ્રેશર વધી જાય ત્યારે ઘરે કરો આ કામ



    • મોંમાથી બહુ વાસ આવે છે તો તમે દિવસમાં 4 થી 5 વાર મીઠાના પાણીના કોગળા કરો. મીઠાના પાણીના કોગળા કરવાથી વાસ આવતી બંધ થઇ જાય છે. મીઠામાં એન્ટી બાયોટિક અને એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે જે તમને આ સમસ્યામાંથી રાહત અપાવે છે.






  • મોંમાથી આવતી વાસને દૂર કરવા માટે તમે તજનો ટુકડો મોંમા રાખો. તજમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે જે તમારી આ સમસ્યામાંથી રાહત અપાવે છે. તજ તમને શરદી-ઉધરસમાંથી પણ છૂટકારો અપાવે છે.

First published:

Tags: Health care tips