Home /News /lifestyle /બાળકોને ઘોડિયામાં ઊંઘાડતા પેરેન્ટ્સ ચેતી જજો, માંસપેશિઓથી લઇને શરીરને અંદરથી થાય છે આ નુકસાન

બાળકોને ઘોડિયામાં ઊંઘાડતા પેરેન્ટ્સ ચેતી જજો, માંસપેશિઓથી લઇને શરીરને અંદરથી થાય છે આ નુકસાન

બાળકને ઘોડિયામાં ઊંઘાડો ત્યારે ખાસ ધ્યાન રાખો

side effects of sleeping in swings: બાળકનો જન્મ થાય એ ખુશી ઘરમાં કંઇક અલગ જ હોય છે. બાળકનો જન્મ થાય એટલે અનેક પ્રકારની તૈયારીઓ ઘરમાં થતી હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો નાના બાળકોને ઝૂલામાં ઊંઘાડવામાં આવે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક વુમન્સ માટે પ્રેગનન્સીનો સમય સૌથી બેસ્ટ હોય છે. આમ, જો વાત કરવામાં આવે તો બાળકનો જન્મ થાય ત્યારે સૌથી પહેલાં ઘરમાં ઝૂલો લાવવામાં આવે છે. ઝૂલો પર બાળકોને બેસાડતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જો તમે નાની-નાની વાતો પર આ સમયે ધ્યાન આપતા નથી ખતરનાક સાઇડ ઇફેક્ટ્સ થઇ શકે છે. બાળકોને ઝૂલામાં ઊંઘડવાની આદત તમને નુકસાન પહોંચા ડી શકે છે. એક અહેવાલ અનુસાર નાના બાળકોને ઝૂલા પર ઊંઘાડવું જોઇએ નહીં. ઝૂલો સતત ઉપર-નીચે થાય છે જેના કારણે બાળકોના ઊંઘવાના પ્રોશ્વર પર પ્રભાવિત થઇ શકે છે. બાળકોને ઝૂલામાં ઊંઘાડવામાં આવે તો શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. તો જાણો તમે પણ બાળકોને ઝૂલામાં ઊંઘાડવાથી થતા આ નુકસાન વિશે.

    આ પણ વાંચો: જામફળ આ સમયે ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે

    બાળકોને ઝૂલામાં ઊંઘાડવાની થતા નુકસાન વિશે


    વિકાસ પર ખરાબ અસર


    લાઇવહિન્દુસ્તાન અનુસાર નાના બાળકોનો ઝૂલામાં ઊંઘાડવાથી એમના વિકાસ પર અસર પડી શકે છે. તમને જણાવી દઇએ કે વધારે સમય ઝુલા પર ઊંઘવાથી બીજી અનેક સમસ્યાઓ થઇ શકે છે, જેના કારણે વિકાસ પર ખરાબ અસર પડી શકે છએ. બાળકોને ઝૂલા પર ઊંઘાડ્યા સિવાય તમે નીચે એટલે કે સપાટ જગ્યા પર પથારી નાંખીને સુવડાવો. આમ કરવાથી માનસિક વિકાસ સારો થાય છે.

    માંસપેશિઓ નબળી થઇ શકે


    બાળકોને ઝૂલા પર ઊંઘાડવાથી એમની માંસપેશિઓને નબળી પડી શકે છે. આજનાં આ સમયમાં મોટાભાગનાં પેરેન્ટ્સ સ્વિંગ ઝૂલાનો ઉપયોગ કરતા હોય છે. માંસપેશિઓ નબળી થવાને કારણે બાળકોને ગરદન સીધી રાખવામાં તકલીફ પડે છે.

    આ પણ વાંચો: મુસાફરી દરમ્યાન ઉલ્ટી, ઉબકા અને ચક્કર આવે છે?n

    ખાટા ઓડકાર આવવા


    ઝૂલામાં બાળકને તમે સરખી રીતે ઊંઘાડતા નથી તો બાળકને ખાટા ઓડકાર આવી શકે છે. સ્વિંગ ઝૂલામાં સૂતી વખતે બાળક પેટ પર સૂઇ જાય છે જેના કારણે ખોટા ઓડકાર આવવા લાગે છે.


    ઘૂંટણની સમસ્યા


    બાળકોને વઘારે સમય સુધી ઝૂલામાં ઊંઘાડવાથી ઘૂંટણની સમસ્યા થઇ શકે છે. આ સ્થિતિમાં વધારે સમય ઊંઘવાથી બાળકોના માથા પરનું વજન ગરદન અને ઢીંચણ પર પડી શકે છે જેના કારણે ઘૂંટણનો દુખાવો થઇ શકે છે. આ માટે બાળકને જ્યારે ઝૂલામાં સુવડાવો ત્યારે નાની-નાની બાબતોનું ખાસ ધ્યાન રાખો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Children, Health Tips, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन