Home /News /lifestyle /નાના ભૂલકાઓને માલિશ કરો ત્યારે આ પ્રેશર પોઇન્ટ જરૂરથી દબાવો, શરદી-ખાંસી અને તાવ નહીં આવે
નાના ભૂલકાઓને માલિશ કરો ત્યારે આ પ્રેશર પોઇન્ટ જરૂરથી દબાવો, શરદી-ખાંસી અને તાવ નહીં આવે
શરદી-ખાંસી નહીં થાય
Pressure points for new born baby: સામાન્ય રીતે નાના બાળકો મોટાભાગના લોકો માલિશ કરતા હોય છે. માલિશ કરતી વખતે તમે આ પ્રેશર પોઇન્ટ દબાવો છો તો અનેક બીમારીઓમાંથી બાળકને બચાવી શકો છો. આ સાથે જ બાળકને આરામ મળે છે.
Pressure points for new born baby: નવજાત શિશુના ગ્રોથ માટે દરેક પેરેન્ટ્સ બાળકોને માલિશ કરતા હોય છે. દાદી-નાની હંમેશા માલિશ કરવાની સાચી રીત જણાવતા હોય છે. પરંતુ માલિશ માત્રા સાચા અનુભવને આધારે જ સાચી કરી શકાય છે. આમ, આજે અમે તમને જણાવી દઇએ કે કેટલાક પ્રેશર પોઇન્ટ હોય છે જે તમે બાળકને માલિશ કરતી વખતે દબાવો છો તો અનેક બીમારીઓમાંથી રાહત મળે છે અને રિલેક્સ ફિલ કરે છે. આ પ્રેશર પોઇન્ટથી ખાસ કરીને ગેસ, કબજિયાત, તાવ, દાંત આવતી વખતે તેમજ શરદી-ખાંસીમાંથી રાહત મળે છે. તો જાણો આ પ્રેશર પોઇન્ટ વિશે અને માલિશ કરતી વખતે તમે પણ ખાસ કરીને દબાવો.
બાળકોને ઘણી વાર શરીર દુખતુ હોય છે. આ સમયે તમે માલિશ કરો છો તો આરામ મળે છે. આમ, માલિશ કરતી વખતે તમારે પગના પંજા અને હથેળીઓને હાથથી દબાવીને માલિશ કરો. આ જગ્યા પર રિફ્લેક્સ પોઇન્ટ હોય છે, જેને દબાવવાથી બાળકોને આરામ મળે છે અને સાથે ઊંધ સારી આવે છે.
નવજાત બાળકને જ્યારે ખાંસી થાય ત્યારે ખાસ કરીને હાથ અને પગના નખની નીચેનો પ્રેશર પોઇન્ટ દબાવો. આ પોઇન્ટ તમારે હળવા હાથે પ્રેશ કરવાનો રહેશે. આમ કરવાથી ખાંસીમાંથી રાહત મળે છે. આ સાથે જ તમે સરસિયાનું તેલ લો અને એનાથી બાળકના છાતી અને ગરદન પર માલિશ કરો. આ માલિશથી રાહત થઇ જાય છે.
તાવ આવે ત્યારે
નવજાત શિશુને જ્યારે તાવ આવે ત્યારે ખાસ કરીને અંગૂઠાના નખની નીચેનો પ્રેશર પોઇન્ટ દબાવો. 10 થી 20 સેકન્ડ માટે દબાવી રાખો. આમ કરવાથી તાવમાંથી રાહત થઇ જાય છે. જ્યારે બાળકને વઘારે તાવ આવે છે ત્યારે ખાસ કરીને બેથી ત્રણ કલાકના સમયમાં આ પ્રેશર પોઇન્ટ દબાવતા રહો.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર