Home /News /lifestyle /Foods for Blood Pressure: આર્યુવેદ અનુસાર બ્લડ પ્રેશરને નેચરલી રીતે કંટ્રોલ કરે છે આ 4 ફુડ્સ
Foods for Blood Pressure: આર્યુવેદ અનુસાર બ્લડ પ્રેશરને નેચરલી રીતે કંટ્રોલ કરે છે આ 4 ફુડ્સ
Foods for Blood Pressure: આજનાં આ સમયમાં હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા લોકોમાં દિવસને દિવસે વધતી જાય છે. હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓએ પોતાના ડાયટનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. આ માટે લાઇફ સ્ટાઇલ પણ બદલવી જરૂરી છે.
Foods for Blood Pressure: આજનાં આ સમયમાં હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા લોકોમાં દિવસને દિવસે વધતી જાય છે. હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓએ પોતાના ડાયટનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. આ માટે લાઇફ સ્ટાઇલ પણ બદલવી જરૂરી છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: હાઇ બ્લડ પ્રેશર એક એ કન્ડિશન છે જેમાં આર્ટરી વોલ્સના અગેન્સ્ટ બ્લડનો ફોર્સ વધારે હોય છે. હાઇ બ્લડ પ્રેશર તેમજ હાઇપરટેન્શનને સાઇલેન્ટ કિલર કહેવામાં આવે છે. જ્યાં સુધીમાં તમને એ વાતની જાણ થાય કે તમને આ સમસ્યા છે ત્યાં સુધીમાં તો આર્ટરી ડેમેજ થઇ શકે છે અને હાર્ટ સુધી બ્લડ તેમજ ઓક્સિજન ફ્લોને પ્રભાવિત થઇ શકે છે. આનાથી હાર્ટ ડિસીઝ અને હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે. આ સમસ્યાને કારણે માથુ દુખવુ, શ્વાસ લેવામાં તકલીફ થવી, નાકમાંથી લોહી આવવું, એન્ઝાયટી વગેરે આનાં લક્ષણો છે.
આમ, જો સમયસર સારવાર ના થાય તો સ્ટ્રોક, કિડની ડેમેજ, હાર્ટ ફેલ તેમજ બીજા અનેક પ્રકારનું રિસ્ક વધી જાય છે. આર્યુવેદ અનુસાર કેટલાક એવા ફૂડ્સ છે જે બ્લડ પ્રેશરને નેચરલી મેનેજ કરી શકે છે. તો જાણો આ વિશે.
આર્યુવેદ અનુસાર બ્લડ પ્રેશરને નેચરલી રીતે મેનેજ કરતા ફૂડ્સ
મેડિકલ ન્યૂઝ ટૂડે અનુસાર રિસર્ચમાં જાણવા મળ્યા મુજબ કેટલાક ફૂડ્સ એવા હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ ફૂડ્સને તમે ડાયટમાં એડ કરો છો તો લોન્ગ ટર્મ બેનિફિટ્સ મળી શકે છે. આર્યુવેદ અનુસાર આ ફૂડ્સ જે બ્લડ પ્રેશરને નેચરલી રીતે મેનેજ કરી શકે છે.
કાળા મરી
દરેક લોકોના રસોડામાં કાળા મરી હોય છે. કાળા મરી એક સૌથી સારો મસાલો છે. આની તાસીર ગરમ હોય છે જે પચવામાં હલકી અને કફને સંતુલિત કરે છે. આ હાઇ બ્લડ પ્રેશરથી પીડિત લોકો માટે બેસ્ટ છે.