Home /News /lifestyle /આર્યુવેદ: નસકોરા માટે વરદાનરૂપ છે રસોડામાં વપરાતું ઘી, ચપટીમાં દૂર થઇ જશે આ સમસ્યા

આર્યુવેદ: નસકોરા માટે વરદાનરૂપ છે રસોડામાં વપરાતું ઘી, ચપટીમાં દૂર થઇ જશે આ સમસ્યા

ગાયનું ઘી ફાયદાકારક છે.

How to get rid from snoring: ઘણાં બધા લોકોના નસકોરા બોલતા હોય છે. નસકોરા બોલવા એ એક સામાન્ય સમસ્યા છે. જે વ્યક્તિના નસકોરા બોલે એની બાજુમાં ઊંઘવામાં અનેક ઘણાં પ્રોબ્લેમ્સ થતા હોય છે. આમ આમાં ગાયનું ઘી ફાયદાકારક છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નસકોરા બોલવા એક કોમન સમસ્યા છે. બાળકોથી લઇને અનેક મોટા લોકોના નસકોરા બોલતા હોય છે. નસકોરા બોલવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ઘણાં લોકો માનતા હોય છે કે નસકોરા બોલવા પાછળ નાકની અંદર કોઇ સમસ્યા હોય છે, પરંતુ તમને જણાવી દઇએ કે નાકની સાથે-સાથે મોં, દાંત, કાન અને આંખ સાથે પણ અનેક સમસ્યાઓ જોડાયેલી હોય છે. આનો અર્થ એ થયો કે નસકોરા બોલવા માત્ર નાકનો જ પ્રોબ્લેમ્સ હોતો નથી. આ અનેક અંગો સાથે જોડાયેલી સમસ્યા હોઇ શકે છે.

આ પણ વાંચો:મોંઘીદાટ આ શાકભાજીની કિંમત જાણીને ફાટી જશે આંખો

નસકોરા બોલતા બંધ કરવા માટે માર્કેટમાં અનેક પ્રકારની દવાઓ મળતી હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે કેટલીક આર્યુવેદ ટિપ્સ તમારા નસકોરા બોલતા બંધ કરવાની તાકાત ધરાવે છે. livehindustan પરથી આર્યુવેદિક એક્સપર્ટ દીક્ષા ભાવસારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તો જાણો તમે પણ આ આર્યુવેદિક નુસખાઓ વિશે.

ગાયનું ઘી ફાયદાકારક


નસકોરા બોલતા બંધ કરવા માટે ગાયનું ઘી અનેક રીતે ઉપયોગી છે. ગાયના ઘીનાં બે ટીપાં સવારમાં અને રાત્રે નાકમાં નાખવાથી તમને ઊંઘ સારી આવે છે. આ સાથે જ માથાના દુખાવામાંથી આરામ મળે છે. આ એક ઇમ્યુનિટીમાં સુધારો કરે છે. આ સાથે જ એલર્જી ઓછી કરવાનું કામ કરે છે. તમે સતત સ્ટ્રેસમાં રહો છો તો આ ઉપાય તમારા માટે બેસ્ટ સાબિત થાય છે.

આ પણ વાંચો:આ રીતે હિંગનું સેવન કરશો તો થશે ગજબના ફાયદાઓ

થાઇરોઇડ-ગઠિયામાં રાહત અપાવે


ઓટો ઇમ્યૂન ડિસઓર્ડરમાં પણ અનેક રીતે ફાયદાકારક છે. એક્સપર્ટનું માનીએ તો ઓટો ઇમ્યુન થાઇરોઇડ રુમેટીઇડ ગઠિયા, મલ્ટીપલ સ્કેલેરોસિસ વગેરે જેવા રોગોને દૂર કરવામાં ફાયદો કરે છે.


આ રીતે ગાયના ઘીનો ઉપયોગ કરો


ગાયનું અનેક રીતે ગુણકારી છે. ઘણાં લોકો રેગ્યુલર ગાયનું ઘી નાભિમાં લગાવતા હોય છે. આ સાથે તમે કેવી રીતે યુઝ કરશો એ વિશે જણાવી દઇએ કે..આ ગાયના ઘીનાં બે ટીપાં તમારા નાકમાં નાખવાના રહેશે. આ માટે તમારે ઘીને હુંફાળુ ગરમ કરવાનું રહેશે. પછી રૂ, ડ્રોપર તેમજ નાની આંગળીની મદદથી નાકમાં નાંખી શકો છો.
First published:

Tags: Ghee, Health care tips, Life Style News