Home /News /lifestyle /ઠંડીમાં કેમ વધી જાય છે અસ્થમા એટેકનો ખતરો? જાણો કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખશો

ઠંડીમાં કેમ વધી જાય છે અસ્થમા એટેકનો ખતરો? જાણો કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખશો

ઠંડીમાં આ તકલીફમાં વધારો થાય છે.

Why does asthma get worse in cold: હાલમાં ઠંડીનું જોર વધતા અનેક લોકો શરદી, ખાંસી તેમજ વાયરલની ઝપેટમાં આવી રહ્યા છે. આ સાથે જ ઠંડીમાં ખાસ કરીને અસ્થમાના દર્દીઓને પણ અનેક ઘણી તકલીફો પડતી હોય છે. આ સિઝનમાં અસ્થમાના દર્દીઓએ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અસ્થમાના દર્દીઓને ઠંડીમાં વધારે તકલીફ થતી હોય છે. જો કે આ દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધારે છે ત્યારે આ દર્દીઓએ ખાસ કરીને પોતાનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. શ્વાસની નળીઓ સંકોચાઇ જવી અને વાતાવરણમાં પ્રદુષણ વધવાને કારણે અસ્થમા એટેકે આવવાના ચાન્સિસ વધી જાય છે. એવામાં આ દર્દીઓએ અસ્થમા એટેકથી બચવા માટે નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આમ, જો તમને અથવા તમારા ઘરમાં કોઇને અસ્થમાની તકલીફ છે તો ખાસ કરીને આ બાબતો પર ધ્યાન આપો. Livehindustan અનુસાર શમીમ ખાન આ વિશે જણાવે છે કે અસ્થમા એટેકથી બચવા માટે કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખશો.

    જાણો આંકડાઓ શું કહે છે



    • વર્લ્ડ અસ્થમા ફાઉન્ડેશન અનુસાર ભારતની 25 ટકા વસ્તી એલર્જીથી પીડિત છે. આમાં પાંચ ટકા લોકોને એલર્જી અસ્થમામાં બદલાઇ જાય છે.


    આ પણ વાંચો:શું તમે પણ ચમચીથી ખાવાનું ખાઓ છો?

    • એક રિપોર્ટ અનુસાર દેશમાં છેલ્લા બે વર્ષમાં નબળી ઇમ્યુનિટીને કારણે એલર્જી અને અસ્થમાના દર્દીઓમાં 57 ટકાનો વધારો થયો છે.

    • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર 2019માં વિશ્વમાં 26 કરોડ 20 લાખ લોકો અસ્થમાના શિકાર હતા.

    • એક રિપોર્ટ અનુસાર 2025 સુધી વિશ્વભરમાં વીસ કરોડ લોકો અસ્થમાથી પીડાતા હશે. દુનિયામાં દર દસમાંથી એક અસ્થમા પીડિત દર્દી ભારતીય છે.


    જાણો ઠંડીમાં કેમ વધી જાય છે અસ્થમાનો ખતરો


    અસ્થમાના દર્દીઓને સિઝન બદલાતા, વધારે ઠંડી તેમજ તાપમાનમાં ફેરફાર થાય ત્યારે ખાસ કરીને સાવધાન રહેવાની જરૂર છે. ઠંડીના દિવસોમાં ઠંડી અને શુષ્ક હવાને કારણે વાતાવરણમાં અનેક પ્રકારના ટિગર્સ વધી જાય છે. એવામાં અસ્થમા એટેકનો ખતરો વધી જાય છે. જો કે હજુ પણ ઠંડીનું જોર વધે એવી શક્યતા છે.

    આ પણ વાંચો:જાણો ઠંડીમાં કાળા મરીનું સેવન કરવાથી શું ફાયદો થાય

    આંકડાઓ અનુસાર ભારતમાં લગભગ 6 કરોડ લોકો અસ્થમા રોગથી પીડાઇ રહ્યા છે. આટલું જ નહીં દેશમાં દર વર્ષે અસ્થમાના દર્દીઓની સંખ્યા પાંચ ટકાના દરથી વધી રહી છે. જો કે આ મામલે સારી વાત એ છે કે બચાવ અને નિયંત્રણ વિશે જાગરુકતા ફેલાવીને આપણે મોતની સંખ્યામાં ઘટાડો કરી શકીએ છીએ.

    જાણો એટેક આવે ત્યારે શું કરશો





      • મોડુ કર્યા વગર પહેલાં ડોક્ટરની દવા લો અને ઇન્હેલરનો ઉપયોગ કરો.

      • સીધા ઉભા રહો તેમજ બેસી જાવો અને લાંબા શ્વાસ લો, ઊંઘશો નહીં.

      • કપડાને ઢીલા કરી દો. આ સાથે જ તમે આરામદાયક કપડા પહેરો. શાંત રહેવાનો પ્રયાસ કરો.






    • ગરમ કેફીન યુક્ત ડ્રિંક પીઓ, જેમ કે કોફી.આમ કરવાથી એક કે બે કલાકની અંદર શ્વાસ માર્ગ થોડો ખુલી જશે.

    • ડોક્ટરનો સંપર્ક કરો. આ સાથે જ નજીકની હોસ્પિટલમાં દાખલ થાવો.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Asthma patients, Life style, Winter

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन