Home /News /lifestyle /આર્થરાઇટિસના દુખાવામાંથી છૂટકારો અપાવે છે કેસ્ટર ઓઇલ, આ રીતે તેલનો ઉપયોગ કરો, નહીં લેવી પડે કોઇ દવા

આર્થરાઇટિસના દુખાવામાંથી છૂટકારો અપાવે છે કેસ્ટર ઓઇલ, આ રીતે તેલનો ઉપયોગ કરો, નહીં લેવી પડે કોઇ દવા

સાંધાના દુખાવામાંથી રાહત મળે.

arthritis pain: આર્થરાઇટિસ એક એવી સમસ્યા છે જે ઉંમરની સાથે-સાથે વધતી જાય છે. આ સમસ્યાનો સમયે તમે ઇલાજ કરતા નથી તો અનેક તકલીફમાં વઘારો થાય છે. આમ, તમે દિવેલના તેલનો આ સાચી રીતે ઉપયોગ કરો છો તો દુખાવામાંથી રાહત મળે છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આર્થરાઇટિસ એટલે કે ગઠિયાની તકલીફ કોઇ પણ ઉંમરમાં થઇ શકે છે. ઉંમર વધવાની સાથે-સાથે આ તકલીફમાં વધારો થઇ શકે છે. ખાસ કરીને 60 વર્ષથી વધારે લોકોમાં આ સમસ્યા થવી એ સામાન્ય વાત છે. વેરીવેલ હેલ્થ અનુસાર આર્થરાઇટિસ એક એવી સમસ્યા છે જેમાં તમે માત્ર પેન કિલર, યોગ અને જીવનશૈલીમાં પરિવર્તન કરીને કંટ્રોલ કરી શકો છો. વાતાવરણમાં બદલાવની સાથે આ સમસ્યામાં વધારો થઇ શકે છે. આ માટે આનો સરળ નેચરલ ઉપાય તમે કરો છો તો હેલ્થને કોઇ નુકસાન થતુ નથી અને તમે મસ્ત લાઇફ એન્જોય કરી શકો છો.

આ પણ વાંચો:અચાનક વજન ઓછુ થવા લાગે તો..

વેરીવેલહેલ્થ ડોટ કોમમાં છાપેલી એક અનુસાર વિશેષકર કેસ્ટર ઓઇલ એટલે કે દિવેલના તેલથી મસાજ કરો છો દુખાવામાંતી તમને આરામ મળે છે. કેસ્ટર ઓઇલમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે જે દુખાવાને ઓછુ કરવામાં મદદ કરે છે. આમ, જો તમે દિવેલનો ઉપયોગ પ્રોપર રીતે કરો છો તો જૂનામાં જૂનો આર્થરાઇટિસનો દુખાવો કંટ્રોલ કરી શકો છો.

ચાર અઠવાડિયા સુધી ઉપયોગ કરો


આર્થરાઇટિસના દુખાવામાંથી છૂટકારો મેળવવા માટે લગભગ 4 અઠવાડિયા સુધી કેસ્ટર ઓઇલનો તમારે નિયમિત ઉપયોગ કરવાનો રહેશે. કેસ્ટર ઓઇલથી મસાજ કરતી વખતે તમને જ્યાં દુખાવો થાય છે ત્યાં તમે હુંફાળા તેલનો ઉપયોગ કરો.

આ પણ વાંચો:કાયમ યુવાન રહેવા માંગો છો?

હુંફાળા તેલથી માલિશ કરવાથી સાંધાના દુખાવામાંથી રાહત મળે છે. આ સાથે જ ચાર અઠવાડિયા સુધી દિવસમાં ત્રણ વાર મસાજ કરવાથી માંસપેશિઓ બીજી વાર એક્ટિવ કરવામાં મદદ મળી શકે છે.


મસાજ કર્યા પછી ગરમ પાણીનો શેક કરો


આર્થરાઇટિસના દુખાવાથી તમે કંટાળી ગયા છો તો આ તેલથી મસાજ કરો અને પછી ગરમ પાણીનો શેક કરો. આર્થરાઇટિસનો દુખાવો અસહ્નનીય હોય છે. ઘણી વાર આ દુખાવો એટલો વધી જાય છે કે ઉઠવા-બેસવામાં પણ તકલીફ પડે છે. આ સાથે જ સાંધાના દુખાવામાં મસાજ કર્યા બાદ ગરમ પાણીનો શેક કરવાથી માંસપેશિઓને આરામ મળે છે. આ સાથે જ બ્લડ સર્કુલેશન સારું થાય છે. આમ, તમે આ પ્રોપર રીતે દિવેલથી મસાજ કરશો તો દુખાવામાંથી રાહત મળી જશે.
First published:

Tags: Health care tips, Life Style News