Home /News /lifestyle /આ ફૂડ્સનું સેવન કરવાથી જોરદાર ગુસ્સો આવે છે: જાણો અને ખાવાનું બંધ કરો
આ ફૂડ્સનું સેવન કરવાથી જોરદાર ગુસ્સો આવે છે: જાણો અને ખાવાનું બંધ કરો
ગુસ્સામાં વ્યક્તિ કોઇ પણ પગલું ભરી શકે છે.
Health care tips: ઘણાં લોકો એવા હોય છે જેમને વાતવાતમાં ગુસ્સો આવી જતો હોય છે. જો કે આ ગુસ્સો ઘણી વાર ફેમિલી તેમજ ફ્રેન્ડસ સર્કલમાં મોટુ સ્વરૂપ લઇ લે છે. આ માટે ગુસ્સાને કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે. આમ, કેટલાક એવા ફૂડ્સ હોય છે જે ખાવાથી ગુસ્સો વઘારે આવે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ગુસ્સો કોઇ પણ કારણોસર આવે છે. ઘણાં લોકો નાની-નાની વાતમાં પણ બીજા લોકો પર ગુસ્સે થઇ જતા હોય છે. જો કે ગુસ્સાને કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે. ઘણી વાર વ્યક્તિ ગુસ્સામાં ના ભરવાના પગલા ભરી બેસે છે જેનો પસ્તાવો અનેક વાર પાછળથી થતો હોય છે. વાત ના માનવાથી, કામ પૂરું ના થવાને કારણે તેમજ બીજા અનેક કારણો ગુસ્સો આવવા પાછળ જવાબદાર હોય છે. પરંતુ શું તમે જાણો છો એવા ફૂડ્સ વિશે જેનું સેવન કરવાથી ગુસ્સો વધારે આવે છે? તો જાણો તમે પણ આ ફૂડ્સ વિશે.
ફુલાવર
ફુલાવર ખાવાથી બોડીમાં એક્સ્ટ્રા એયર બનવા લાગે છે. આ કારણે ગેસ અને શરીરમાં સોજો આવવાનો ખતરો વધી જાય છે. આ એક કારણે તમને ગુસ્સો આવી શકે છે.
ટામેટા
તમને જાણીને નવાઇ લાગશે પણ વાત સાચી છે. ટામેટા પણ તમને ગુસ્સો અપાવવાનું કામ કરે છે. ટામેટા વગર રસોઇનો સ્વાદ અધૂરો લાગે છે એ વાત સાચી છે પરંતુ આ તમને ગુસ્સો અપાવવાનું કામ કરે છે. ટામેટાને ગરમ આહાર સમજવામાં આવે છે. આ શરીરમાં ગરમી વધારી શકે છે જેના કારણે વ્યક્તિને ગુસ્સો આવવાના ચાન્સિસ વધી જાય છે.
રિંગણ
રિંગણ પણ ગુસ્સો લાવવાનું કામ કરે છે. રિંગણમાં એસિડિક કન્ટેન્ટ વધારે હોય છે જે તમારા મગજમાં ગુસ્સો પેદા કરવાનું કામ કરી શકે છે. આમ, જો તમે રિંગણ ખાઓ છો અને તમને ગુસ્સો આવે છે તો તમારે રિંગણ ખાવાનું બંધ કરી દેવું જોઇએ. આ એક તમને મુશ્કેલીમાં મુકી શકે છે.
ઠંડા ફ્રૂટ્સ
ઠંડુ અને ગરમ ખાવું પણ એક ચિંતાનો વિષય બની શકે છે. આ વસ્તુઓ તમારો ગુસ્સો વધારવાનું કામ કરે છે. આમ, જો તમને નાની-નાની વાતમાં ગુસ્સો આવે છો તો તમે ઠંડુ તરબૂચ, ખીરા તેમજ ઠંડા ફ્રૂટ્સ ખાવાથી બચો.
ડેરી પ્રોડક્ટ્સ
દૂધ, દહીં, પનીર, મિલ્ક શેક જેવી વસ્તુઓ ખાવાથી બ્રેન ફોંગ અને ચીડિયાપણું થઇ શકે છે. આ કારણે તમને ગુસ્સો આવી શકે છે. આ માટે ખાવાનું અવોઇડ કરો.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર