Home /News /lifestyle /શિયાળામાં રોજ સવારમાં ખાઓ આ અલગ રીતે અખરોટ, હાર્ટથી લઇને આ બીમારીઓમાંથી મળશે છૂટકારો
શિયાળામાં રોજ સવારમાં ખાઓ આ અલગ રીતે અખરોટ, હાર્ટથી લઇને આ બીમારીઓમાંથી મળશે છૂટકારો
અખરોટ ખાવાનાં ફાયદા
Benefits of walnut: શિયાળામાં દરેક લોકોએ અખરોટ ખાવા જોઇએ. અખરોટ ખાવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે, પરંતુ અખરોટ ખાવાની પણ એક રીત હોય છે. જો તમે આ રીતે અખરોટ ખાઓ છો તો તમને ફાયદો થાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સ્વસ્થ રહેવા માટે ખાવુ ખૂબ જરૂરી છે. તમને જાણ હશે કે મોટાભાગે ડોક્ટર દરેક લોકોને ડ્રાય ફ્રૂટ્સ ખાવાનું કહેતા હોય છે. ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદાઓ થાય છે. ડ્રાય ફ્રૂટ્સ તમારા શરીરમાં રહેલી અનેક બીમારીઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. ડ્રાય ફ્રૂટ્સમાં હેલ્ધી ફેટ, કેલ્શિયમ, મેગ્નેશીયમ, આયરન, ફોસ્ફરસ, કોપર, સેલેનિયમ, ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. દરેક લોકોએ ઠંડીમાં અખરોટ ખાવા જોઇએ. અખરોટ ખાવાથી યાદશક્તિમાં પણ વધારો થાય છે. શિયાળામાં અખરોટ તમે નાના બાળકોને ખવડાવો છો તો પણ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે.
શિયાળામાં દરેક લોકોએ અખરોટ પલાળીને ખાવા જોઇએ. અખરોટ પલાળીને ખાવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. અખરોટ તમારે રોજ સવારમાં વહેલાં ઉઠીને ખાવા જોઇએ. સવારમાં વહેલાં ઉઠીને અખરોટ ખાવાથી શરીરમાં આખા દિવસની સ્ટેમિના બની રહે છે અને સાથે બીમારીઓ પણ દૂર થાય છે. તો જાણો પલાળીને અખરોટ ખાવાથી શું થાય છે ફાયદાઓ.
અખરોટ ખાવાથી થતા લાભ
મસ્તિષ્ક સ્વસ્થ રાખે
અખરોટની બનાવટ મસ્તિષ્ક જેવી હોય છે. સંશોધન પરથી જાણવા મળ્યુ છે કે અખરોટ ખાવાથી યાદશક્તિ સારી બને છે. આ સાથે જ અધ્યયન પરથી જાણવા મળ્યું છે કે અખરોટમાં પોલીઅનેસેચ્યુરેટેડ ફેટ, પોલીફેનોલ્સ અને વિટામીન ઇ સહિતના અનેક પોષક તત્વો હોય છે જે મસ્તિષ્કને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આ સાથે જ તમે રોજ સવારમાં અખરોટ ખાઓ છો તો ઓક્સીડેટિવ સ્ટ્રેસ અને શરીરમાં આવતા સોજા ઓછા થાય છે. અલ્ઝાઇમર રોગથી પીડિત દર્દીઓ માટે અખરોટ સૌથી બેસ્ટ છે.
અખરોટમાં રહેલી તાકાત તમારા હાર્ટને સ્વસ્થ રાખે છે. અખરોટમાં પ્લાન્ટ બેસ્ડ ઓમેગા 3 અલ્ફા લિનોલેનિક એસિડ હોય છે જે એક સારામાં સારું ફેટી એસિડ હોય છે. અખરોટમાં રહેલા તત્વો હાર્ટને મજબૂત રાખે છે અને સાથે હાર્ટને લગતી બીમારીઓને પણ દૂર રાખે છે.
ઇમ્યુનિટી વધે છે
આજના આ સમયમાં અનેક લોકોની ઇમ્યુનિટી બહુ નબળી હોય છે. તમને જણાવી દઇએ કે અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ, સેલેનિયમ, પ્રોટીન અને વિટામીન બી જેવા જરૂરી પોષક તત્વો હોય છે જે રોગ પ્રતિરોધક ક્ષમતાને સારી બનાવવામાં મદદ કરે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર