Home /News /lifestyle /હાઇ બીપીની તકલીફ છે? તો હિંગનું સેવન કરો, જાણો ગજબના ફાયદાઓ અને આ બીમારીઓમાંથી રાહત મેળવો
હાઇ બીપીની તકલીફ છે? તો હિંગનું સેવન કરો, જાણો ગજબના ફાયદાઓ અને આ બીમારીઓમાંથી રાહત મેળવો
પેટમાં દુખે ત્યારે નાભિમાં હિંગ લગાવો
Asafoetida Benefits for Health: દરેક લોકોના રસોડામાં હિંગ જોવા મળે છે. હિંગ સ્વાસ્થ્યને લગતી અનેક બીમારીઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. હિંગ ડાયાબિટીસથી લઇને હાઇ બીપીના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. હિંગમાં રહેલા અનેક ગુણો તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ભારતીય મસાલાઓમાં હિંગ મહત્વનો ભાગ ભજવે છે. હિંગ હેલ્થને લગતી અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. બાળકોથી લઇને કોઇ મોટાઓને જ્યારે પેટમાં દુખાવો થતો હોય ત્યારે હિંગ એક બેસ્ટ ઓપ્શન છે. હિંગ તમે નાભિમાં લગાવો છો તો પેટમાંથી ગેસ છૂટો પડે છે અને સાથે પેટમાં થતો દુખાવો પણ ઓછો થઇ જાય છે. આ સાથે જ હિંગ તમે ડાયટમાં એડ કરો છો તો હાઇ બીપી, શુગર કંટ્રોલ કરવામાં હિંગ મહત્વનો ભાગ ભજવે છે. હિંગમાં એન્ટી ઓક્સિડન્ટ્સનું પ્રમાણ સારું હોય છે જે હેલ્થ માટે લાભકારક છે. હેલ્થલાઇન અનુસાર ગંભીર સોજા, હાર્ટ ડિસીઝ, કેન્સર અને ટાઇપ 2 ડાયાબિટીસમાં હિંગ અસરકારક છે. તો જાણી લો તમે પણ હિંગના આ અઢળક ફાયદાઓ વિશે...
જાણો હિંગના ફાયદાઓ
ખાવાના મસાલામાં વપરાતી હિંગ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. આર્યુવેદમાં પણ હિંગને ઔષધિ માનવામાં આવે છે. હિંગ પાચન અને ગેસ સંબંધીત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. હિંગ કિડની સ્ટોન અને બ્રોંકાઇટિસ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
હિંગ એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનમાંથી હિંગ તમને બચાવવાનો કામ કરે છે. આ સાથે જ શરીરમાં સોજા, હાર્ટ ડિસીઝ, કેન્સર અને ટાઇપ 2 ડાયાબિટીસથી પણ તમને બચાવવાનું કામ કરે છે.
પાચનમાં સુધારો કરે
હિંગનું તમે નિયમિત સેવન કરો છો તો પાચન તંત્ર સારું થાય છે અને સાથે પેટમાં થતા ગેસની તકલીફમાંથી રાહત મળે છે. આ સાથે જ ઓવરઓલ હેલ્થને સારી રાખવામાં મદદ કરે છે. હિંગનું નિયમિત સેવન કરવાથી ઇરિટેબલ બાઉન સિડ્રોંમને પણ ઓછુ કરવામાં મદદ કરે છે.
રિસર્ચ અનુસાર હિંગનું સેવન બ્લડ વેસલ્સને રિલેક્સ કરવામાં મદદ કરે છે. હિંગ વધેલા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સાથે જ હિંગમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી માઇક્રોબાયલ પ્રોપર્ટીઝ હોય છે.
બ્લડ સુગર કંટ્રોલ કરે
હિંગનું તમે નિયમિત સેવન કરો છો તો તમારું બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. આ સાથે જ હિંગનું સેવન કરવાથી બ્રેનની નસો ડેમેજ થતી નથી.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર