Home /News /lifestyle /આ રીતે પ્રેગનન્સી પછી આલિયા-કરીનાને ઘટાડ્યુ વજન! જાણો અને પોસ્ટ પ્રેગનન્સી વેટ ઝડપથી ઘટાડી દો

આ રીતે પ્રેગનન્સી પછી આલિયા-કરીનાને ઘટાડ્યુ વજન! જાણો અને પોસ્ટ પ્રેગનન્સી વેટ ઝડપથી ઘટાડી દો

લોકો વજન ઉતારવા અનેક મહેનત કરતા હોય છે.

Surya Namaskar To Reduces Post Pregnancy Weight: પ્રેગનન્સી પછી મોટાભાગની મહિલાઓનું વજન વધી જતુ હોય છે. વધેલા વજનને ઘટાડવા માટે લોકો જાતજાતની એક્સેસાઇઝ કરીને ડાયટ ફોલો કરતા હોય છે. આમ, જો તમારું વજન પણ પ્રેગનન્સી પછી બહુ વધી ગયુ છે તો આ રીતે સૂર્ય નમસ્કાર કરો. આ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બોલિવૂડની ગ્લેમરસ મોમ્સ કરીના કપૂર અને આલિયા ભટ્ટ ફિટનેસ માટે આ દિવસોમાં ઘણાં ચર્ચામાં રહે છે. પોસ્ટ પ્રેગનન્સી વજનને ઝડપથી ઘટાડવા અને શરીરને ફિટ રાખવા માટે સામાન્ય રીતે એ યોગા કરે છે. પોસ્ટ પ્રેગનન્સી વેટને ઝડપથી ઓછુ કરવા માટે અને સાથે શરીરને ફિટ બનાવી રાખવા માટે તેઓ સૂર્યનસ્કાર કરતા હોય છે. જો કે પ્રેગનન્સી પછી અનેક નસો, હાડકાંઓ ને મસલ્સ મરોડાઇ જાય છે જેને સીધ કરવા માટે સૂર્ય નમસ્કાર ફાયદાકારક સાબિત થાય છે. જો કે સૂર્ય નમસ્કાર એક કમ્પ્લીટ વર્કઆઉટ છે જેના 12 સ્ટેપ્સ પૂરા શરીરમાં ઓક્સિજનનું સપ્લાય સારું કરે છે અને સાથે શરીરને મજબૂત બનાવીને લચીલાપણું દૂર કરે છે. તો જાણી લો સૂર્ય નમસ્કાર કરવાની સાચી રીત..

સૂર્ય નમસ્કાર કરવાની સાચી રીત


સૂર્ય નમસ્કાર કરવાના અનેક ફાયદાઓ છે. સૂર્ય નમસ્કાર કરવાથી તમારું વજન ઝડપથી ઘટે છે અને સાથે શરીરની ચરબી પણ ઝડપથી ઓગળ છે. તો જાણો આ વિશે.

આ પણ વાંચો:જાણી લો નારિયેળ મલાઇના આ ફાયદાઓ

પ્રણામાસન


સૂર્ય નમસ્કાર કરવા માટે સૌ પ્રથમ મેટ પર સીધા ઊભા થઇ જાવો અને બન્ને હાથની મદદથી પ્રણામની સ્થિતિમાં ઉભા રહો. ખાસ ધ્યાન એ રાખો કે તમે ઊગતા સૂર્યની દિશામાં ઉભા રહીને કરો છો તો સૌથી બેસ્ટ છે. આમ કરવાથી શરીરમાં પરસેવો સારો થાય છે અને સાથે વજન પણ ઘટે છે.

હસ્તઉત્તનાસન


આ સ્થિતિમાં તમે ઊંડા શ્વાસ લો અને બન્ને હાથને ઉપરની બાજુમાં ઉઠાવો. પછી બન્ને હાથથી પ્રણામની મુદ્રામાં પાછળની તરફ વળો. તમને કમરમાં બહુ દુખાવો થાય છે તો તમે એક્સપર્ટની સલાહ લો.

આ પણ વાંચો:તમને પણ આ ફળોની છાલ કાઢવાની આદત છે?

પાદહસ્તાસન


આ ત્રીજી સ્થિતિમાં ધીરે-ધીરે શ્વાસ છોડો અને પછી આગળની તરફ ઝુકીને આંગળીઓને પકડવાની કોશિશ કરો. આ મુદ્રામાં તમે માથાને ઘૂંટણ સાથે અડાડવાનની કોશિશ કરો. ઘૂંટણ સાથે માથુ અડતુ નથી તો તમે રોજ સૂર્ય નમસ્કાર કરો. આમ કરવાથી ટચ થવા લાગશે.

અશ્વ સંચાલનાસન


શ્વાસ લઇને જમણી બાજુ પાછળની તરફ ખેંચવાની કોશિશ કરો. આ જ મુદ્રામાં ઘૂંટણને જમીન સાથે અડાડવાની કોશિશ કરો. હીજી પગને વાળો અને હથેળીઓને જમીન પર સીધી રાખો. પછી માથાની ઉપર રાખો અને સામેની તરફ જુઓ.

દંડાસન


આ સ્થિતિમાં તમે શ્વાસ છોડો અને બન્ને હાથ અને પગને એક જ લાઇનમાં રાખીને પુશ અપ્સની પોઝિશનમાં આવો.

અષ્ટાંગ નમસ્કાર


શ્વાસ લઇને બન્ને હથેળીઓ, છાતી, ઘૂંટણ અને પગને જમીન સાથે અડાડી લો.

ભુજંગાસન


આ સ્થિતિમાં શ્વાસ છોડીને હથેળીઓને જમીન પર રાખો અને પછી પેટને જમીન સાથે જ અડાડીને ગરદનને પાછળની તરફ વાળો.


અધોમુખ શવાસન

અધોમુખ શવાસન માટે પગને જમીન પર સીધા રાખો. ત્યારબાદ નીચેથી ઉપરની તરફ ઉઠાવો અને ખભાને સીધા રાખો અને મોંને અંદરની તરફની રાખો. હંમેશા ધીમી ગતિથી યોગ અભ્યાસ શરૂ કરો અને પછી ગતિ વઘારો. પછી સ્થિતિ બદલો અને પાછા સૂર્ય નમસ્કારની સ્થિતિ આવી જાવો. આ રીતે 12 સ્ટેપ્સ કરવાના રહેશે.

(Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી સામાન્ય આધારિત છે. અમલ કરતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Alia Bhatt, Health care tips, Kareena kapoor, Life Style News

विज्ञापन