Multivitamins Can Harm the Body: આજના ભાગદોડ ભર્યા જીવનમાં લોકોનું ડાયટ (Diat) અનિયમિત હોવાથી અને ફિઝીકલી ઓછા એક્ટિવ હોવાથી બોડીમાં પોષક તત્વોની (Nutrients) કમી થઇ રહી છે. તેના કારણે શરીરમાં થાક, નબળાઇ અને આળસની સમસ્યા રહે છે. એવામાં લોકો એનર્જી (Energy) મેળવવા માટે કંઇ પણ વિચાર્યા વગર જ મેડિકલમાંથી ખરીદીને વિટામિન્સની ગોળીઓ (Vitamin Tablets) લેવા લાગે છે. પરંતુ જાણકારી વગર કે ડોક્ટરની સલાહ વગર મલ્ટીવિટામિન્સની ગોળીઓ (Multivitamin Tablets) લેવી તમારા શરીરને ફાયદો પહોંચાડવાની જગ્યાએ નુકસાન કરી શકે છે.
ઓન્લી માય હેલ્થની રિપોર્ટ અનુસાર, કોઇ પણ પ્રકારની જાણકારી વગર શક્તિ કે ક્ષમતા વધારવા માટે સપ્લીમેન્ટ્સ અને ગોળીઓ લેવી ખતરનાક સાબિત થઇ શકે છે. તેથી તેનું સેવન કરતા પહેલા અમુક જરૂરી વાતોનું ધ્યાન રાખો.
શરીરને તૈયાર કરો
મલ્ટીવિટામિન્સની ગોળીઓ (Multivitamin Tablets) કે સપ્લીમેન્ટ્સ (Suupliments) લેતા પહેલા ધ્યાન રાખો કે તમારું પાચન તંત્ર સરખી રીતે કામ કરી રહ્યું છે કે નહીં. જો તમારું પાચનતંત્ર ખરાબ છે, તો મલ્ટીવિટામિન્સ લેવાનો કોઇ જ ફાયદો નથી. જો તમારા પેટમાં ડાઇજેસ્ટિવ એસિડની ઉણપ હશે કે તમે યોગ્ય રીતે ખોરાક નહીં લો તો તમારું શરીર મલ્ટીવિટામિન્સને અવશોષિત કરી શકશે નહીં. આ સિવાય એલ્કોહોલ અને તણાવથી દૂર રહેવું પણ જરૂરી છે.
Doctorની સલાહ લો
ઘણી વખત લોકો ડોક્ટરની સલાહ વગર જ મલ્ટીવિટામિન્સની ગોળીઓ લેવાનું શરૂ કરી દે છે. કારણ કે ઘણી વખત તેઓ જાહેરાતોથી પ્રભાવિત થઇ ગયા હોય છે ને શરીરમાં નબળાઇ વર્તાય કે સીધી જ જે-તે મલ્ટીવિટામિન્સ લેવાનું શરૂ કરી દે છે. પરંતુ તે તમારા શરીર માટે નુકસાનદાયી સાબિત થઇ શકે છે. તેથી મલ્ટીવિટામિન્સ સાથે જોડાયેલ કોઇ પણ પ્રકારની સપ્લીમેન્ટ લેતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઇએ. જેથી તમે જાણી શકો કે તમારા શરીરને તેની જરૂર છે કે નહીં.
વધુ પડતી સપ્લીમેન્ટ લેવાનું ટાળો
મલ્ટીવિટામિન્સની ગોળીઓ લેતા પહેલા તેના કેટલા ડોઝ લેવાના છે અથવા કેટલા સમય માટે કે ક્યારે લેવાની છે તેની જાણકારી હોવી આવશ્યક છે. ઘણી વખત લોકો બોડી પાવર કે સ્ટ્રેન્થ વધારવા માટે તેના ડોઝ વધારી લે છે. પરંતુ આમ કરવું તમારા શરીરના ભાગોને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે લાંબા સમયથી મલ્ટીવિટામિન્સન ગોળીઓ લઇ રહ્યા છે, તો આ વાતનું ધ્યાન જરૂર રાખો.
મલ્ટીવિટામિન્સ લેતી સમયે તે વાતનું ખાસ ધ્યાન રાખો કે તેને ક્યા સમયે લેવાની છે. કેટલી માત્રામાં લેવાની છે અને ગેપ કેટલો રાખવાનો છે તેનું પણ ખાસ ધ્યાન રાખે. અમુક મલ્ટીવિટામિન્સની વચ્ચે જો તમે વધુ ગેપ રાખો છો તો તેનો ફાયદો તમારા શરીરને મળતો નથી અને જો કોઇ મલ્ટીવિટામિનને ખાલી પેટ લેવાની છે કે જમ્યા પછી લેવાની છે તો તે પણ જરૂર તપાસો.
ડાયટ પર આપો ધ્યાન
મલ્ટિવિટામિન્સ લેતી સમયે સૌથી વધુ ધ્યાન ડાયટ પર રાખવાનું છે. જો તમારી ડાયટ યોગ્ય નહીં હોય તો તેનાથી તમને કોઇ જ ફાયદો થશે નથી. તે શરીરમાં વિટામિનની ઉણપને પૂરી કરી છે, તે ભોજનનો વિકલ્પ નથી. તેથી તમારે મલ્ટીવિટામિન્સ લેતી સમયે ખાસ ધ્યાનમાં રાખવું કે તમે એક નિયમિત હેલ્થી ડાયલ અનુસરી રહ્યા હોય.
મલ્ટિવિટામિન્સ હંમેશા ડોક્ટરની સલાહ બાદ જ લેવી જોઇએ. પરંતુ જો તમે પહેલાથી જ કોઇ બીમારીની દવા લઇ રહ્યા છો તો ડોક્ટરને તેના વિશે અવશ્ય જણાવો. જો તમે અન્ય દવાઓની સાથે મલ્ટીવિટામિન્સ લેશો તો તેમને વિપરીત અસરો થઇ શકે છે. ઉદાહરણ તરીકે જો તમે લોહી પાતળું કરવાની દવા લઇ રહ્યા છો તો એવામાં તમારે વિટામિનની ગોળીઓનું સેવન ન કરવું જોઇએ. આ જ રીતે જો તમે કીમોથેરેપીનો ઇલાજ કરાવી રહ્યા છો તો તમારા માટે વિટામિન સીનું સેવન ઘાતક સાબિત થઇ શકે છે.
(Disclaimer: આ લેખમાં આપણામાં આવેલી જાણકારી અને સૂચનાઓ સામાન્ય માહિતીના આધારિત છે. News18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેની પર અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરો.)
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર