Home /News /lifestyle /શું દારૂ પીવાથી ખરાબ થઇ જાય છે મગજ? પીવાની આદત હોય તો પહેલાં જાણી લો, નહીં તો પસ્તાશો

શું દારૂ પીવાથી ખરાબ થઇ જાય છે મગજ? પીવાની આદત હોય તો પહેલાં જાણી લો, નહીં તો પસ્તાશો

દારૂ પીવાની આદત છોડવી જોઇએ.

Side Effects of Alcohol on the Brain: આજનાં આ સમયમાં અનેક લોકો આલ્કોહોલનું સેવન વધારે પ્રમાણમાં કરતા હોય છે. જો કે હવે આ લોકો માટે શોકની વાત થઇ ગઇ છે. આમ, જો તમે પણ દારુનું સેવન કરો છો તો તમારે ચેતવાની જરૂર છે. દારૂ પીવાથી મગજથી લઇને બીજી અનેક બીમારીઓ થઇ શકે છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વર્તમાન સમયમાં દારૂ પીવું એ શોખ બની ગયો છે. મોટી સંખ્યામાં લોકો દારૂના નશામાં રહેતા હોય છે. થોડા દિવસો પહેલાં ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન એક વ્યક્તિએ મહિલા પર પેશાબ કરી લીધો હતો. ઘટના સમયે આરોપી દારૂના નસામાં હતો. જો કે આ કેસ હાલમાં પણ ખૂબ ચર્ચામાં છે. શું તમે જાણો છો દારૂ પીવાથી મગજ પર સીધો એટેક થાય છે? લાંબા સમય સુધી આલ્કોહોલનું સેવન કરવાથી બ્રેન ડેમેજ થઇ શકે છે. તો જાણી લો તમે પણ આલ્કોહોલથી થતા આ નુકસાન વિશે.

    આ પણ વાંચો:પિરીયડ્સમાં થાવો ત્યારે પહેલાં 3 દિવસ કરો આ કામ

    આલ્કોહોલથી બ્રેન ડેમેજ થઇ શકે છે


    વેબ એમડી રિપોર્ટ અનુસાર આલ્કોહોલનું સતત સેવન કરવાથી બ્રેન ડેમેજ થઇ શકે છે. ઘણાં લોકોને આ કારણે ડિમેન્શિયા જેવી ખતરનાક બીમારીઓનો પણ સામનો કરવો પડી શકે છે. આલ્કોહોલના શોર્ટ ટર્મ ઇફેક્ટની વાત કરીએ તો શરીરની અંદર પહોંચ્યા પછી એની તરત અસર બ્રેન સુધી થઇ શકે છે અને બ્રેનની કેમિસ્ટ્રી બદલી નાંખે છે, જેના કારણે બ્રેનમાં બદલાવ થાય છે અને સાથે ન્યૂરોન્સની એક્ટિવિટી દબાઇ જાય છે.

    બોલવામાં, ચાલવામાં તેમજ વસ્તુઓને યાદ રાખવામાં અનેક ઘણી તકલીફો પડતી હોય છે. વધારે દારૂ પીવાથી ઘણાં લોકો બેહોશ પણ થઇ જતા હોય છે. બ્રેનની કેમિસ્ટ્રી બદલાવવાથી લોકોમાં ઝડપથી મૂડ સ્વિંગ થઇ જાય છે.

    આ પણ વાંચો:ચિકન બનાવતા પહેલાં તમને ધોવાની આદત છે?

    સ્ટ્રોકનો ખતરો વધી શકે


    લાંબા સમય સુધી આલ્કોહોલનું વધારે સેવન કરવાથી બ્રેનની ન્યૂરોટ્રાન્સમિટર એક્ટિવિટીમાં બદલાવ આવી જાય છે અને બ્રેનનું સ્ટ્રક્ચર પણ એબનોર્મલ થવા લાગે છે. વધારે પ્રમાણમાં શરાબ પીવાથી બ્રેનમાં બ્લડ સર્કુલેશન બગડી જાય છે અને મગજ સંકોચાઇ જવા લાગે છે. આટલું જ નહીં દારૂનું સેવન કરવાથી અનેક મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ પણ થઇ શકે છે, જેમાં સાઇકોસિસ પણ શામેલ છે. આ સાથે જ લોકોનો મૂડ અને પર્સનાલિટી પણ બદલાઇ જાય છે. સરળ ભાષામાં કહીએ તો મગજ નબળુ પડી જાય છે.


    શું આલ્કોહોલથી બ્રેન સેલ્સ કિલ થાય?


    જાણકારો અનુસાર આલ્કોહોલનું સેવન કરવાથી બ્રેન સેલ્સ કિલ થતી નથી. આ એક અફવા છે. જો કે આલ્કોહોલથી બ્રેનના અલગ-અલગ ભાગ ડેમેજ થઇ શકે છે અને ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. બ્રેન સિવાય આલ્કોહોલ લિવર સહિત બીજા અનેક અંગોને ડેમેજ કરી શકે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Alcohol, Health care tips, Life style

    विज्ञापन
    विज्ञापन