Home /News /lifestyle /

હાઇ બીપીમાં અજમાનું પાણી આપે છે તમને રાહત, આ રીતે કરો તેનું સેવન

હાઇ બીપીમાં અજમાનું પાણી આપે છે તમને રાહત, આ રીતે કરો તેનું સેવન

અજમો

અજમાના પાણીથી શરીરને ગરમી મળે છે. અજમો ખાવાને પચવા માટે મદદ કરે છે. જે લોકોને ગેસ, અપચા કે એસેડિટીની સમસ્યા હોય તેમના માટે અજવાઇનનું પાણી રામબાણ ઇલાજ છે. વળી નાના આંતરડા અને મોટા આંતરડાને સાફ કરવામાં અજમો મદદરૂપ સાબિત થાય છે.

  હાઇ બીપી (High Blood Pressure)ની સમસ્યા સામાન્ય રીતે અમુક ઉંમર પછી અનેક લોકોમાં જોવા મળે છે. જેની પાછળ મૂળભૂત રીતે અનિયમિત દિનચર્યા અને અયોગ્ય ખાનપાન જવાબદાર છે. જે લોકો યોગ્ય રીતે શારિરીક વ્યાયામ કરે છે અને આહાર પ્રમાણસર ખાય છે તેમને આ સમસ્યા વહેલી ઉંમરે નથી આવતી. ધણીવાર માંસપેશીમાં રક્ત સંચાર પ્રભાવિત થવા લાગે છે જેના કારણે હાર્ટ બ્લોકેજ સિવાય શરીરના અન્ય ભાગમાં પણ નાના નાના બ્લોકેજ થાય છે.

  જો કે આ માટે તમારે બ્લડ પ્રેશરની દવાઓ લેવી જ રહી. પણ આ સાથે તમારે થોડા ઘરેલૂ ઉપચાર કરવા હોય તો વ્યાયામની સાથે અજમાના પાણીનો આ ઉપાય તમે કરી શકો છો.

  અજમાના પાણીથી હદયના રોગીઓને અનેક લાભ થાય છે. આ માટે સૌથી પહેલા રાતના પાણીમાં અજમો પલાળીને રાખો. સવારે આ પાણી અને અજમાને 20 મિનિટ સુધી સારી રીતે ઉકાળો. અને સ્વાદ વધારવા માટે જો તમે ઇચ્છો તો તેમાં થોડું લીબું અને ગોળ નાંખી શકો છો. આ પાણીને નવસેકું જ રોજ ખાલી પેટે સવાર સવારમાં પીઓ. આનાથી શરીરને અનેક પ્રકારના લાભ થાય છે.

  અજમાના પાણીથી શરીરને ગરમી મળે છે. અજમો ખાવાને પચવા માટે મદદ કરે છે. જે લોકોને ગેસ, અપચા કે એસેડિટીની સમસ્યા હોય તેમના માટે અજવાઇનનું પાણી રામબાણ ઇલાજ છે. વળી નાના આંતરડા અને મોટા આંતરડાને સાફ કરવામાં અજમો મદદરૂપ સાબિત થાય છે.

  હાઇ બીપી કે હદયની બિમારીમાં લોકોને મોટાભાગે કોલોસ્ટ્રોલ વધી છે ત્યારે અજમાથી તમારા રક્તસંચાર સારું થશે. સવારે ચાના બદલે જો તમે અજમાનું પાણી ઉકાળીને પીઓ છો તો તેનાથી અનેક લાભ થાય છે. તમે તેમાં ચાની ભુક્કી કે ગ્રીન ટી પણ નાંખી શકો છો.

  વધુ વાંચો : Business Opportunity: ખાલી 35 હજાર રૂપિયામાં શરૂ કરો પોતાનો વેપાર, કરો લાખોની કમાણી!

  અજમામાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે હૃદય અને મગજ બંનેના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને મગજમાં મહત્વપૂર્ણ પોષક તત્વો પૂરો પાડે છે. અજમાની ચાથી મગજની ગાંઠોને રોકવામાં મદદ મળે છે. આ સિવાય તેમાં ફાઈબર પણ જોવા મળે છે, જે હાર્ટ દર્દીઓ માટે ફાયદાકારક છે.

  Disclaimer : ઉપરોક્ત જાણકારી સર્વ સામાન્ય માહિતી આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતું. ઉપયોગ લેતા પહેલા ડોક્ટર કે જાણકારની સલાહ લેવી જરૂરી છે.
  Published by:Chaitali Shukla
  First published:

  Tags: Ajwain, Carom seeds, High blood pressure, Lifestyle, આરોગ્ય

  આગામી સમાચાર