Home /News /lifestyle /એસિડિટી થાય ત્યારે ખાઓ આ 4 માંથી એક ફ્રૂટ, પેટમાં ઠંડક થવાની સાથે-સાથે બોડી પીએચ લેવલ બેલેન્સ કરશે

એસિડિટી થાય ત્યારે ખાઓ આ 4 માંથી એક ફ્રૂટ, પેટમાં ઠંડક થવાની સાથે-સાથે બોડી પીએચ લેવલ બેલેન્સ કરશે

એસિડિટીમાંથી રાહત મેળવો

Acidity problems: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોને એસિડીટીની સમસ્યા રહેતી હોય છે. એસિડિટીમાં વ્યક્તિને પેટમાં બળતરા થાય છે. આ સાથે જ ઘણાં લોકોને સાથે બીજી તકલીફો પણ થતી હોય છે. આમ, તમે આ ફ્રૂટ્સ ખાઓ છો તો એસિડિટીની સમસ્યામાંથી રાહત થઇ જાય છે.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો એસિડિટીની ઝપેટમાં જલદી આવી જતા હોય છે. એસિડિટીની સમસ્યામાં વ્યક્તિ અનેક રીતે હેરાન થઇ જાય છે. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવો ખૂબ જરૂરી છે. ઘણાં લોકોને પેટમાં એટલી બળતરા થાય છે કે સહન કરવી અઘરી પડી જાય છે. આ માટે એસિડિટીની સમસ્યામાંથી રાહત મેળવીને પેટમાં ઠંડક કરવી ખૂબ જરૂરી છે. ઘણી વાર બોડીના પીએચમાં ગડબડ થવાને કારણે સાથે અને સાથે શરીરમાં ગરમી વધવાને કારણે આ સમસ્યા લાંબા સમય સુધી હેરાન કરી શકે છે. આવી સ્થિતિમાં કેટલાક ફ્રૂટ્સનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યામાંથી રાહત મળી જાય છે.

આ પણ વાંચો:આ કારણે પેટમાં પડે છે કીડા

એસિડિટીમાં કયુ ફળ ખાવું જોઇએ


કેળા


કેળા એસિડિટીની સમસ્યામાં એક ફાયદાકારક ફ્રૂટ છે. પેટના એસિડ માટે કેળાને સુરક્ષિત માનવામાં આવે છે, કારણકે આમાં ક્ષારીય ગુણ હોય છે. આ સિવાય કેળા પેટમાં એસિડને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે. આમ, જ્યારે પણ તમને એસિડિટી થાય ત્યારે તમે અડઘુ કેળુ લો અને એની ઉપર કાળુ મીઠું લગાવીને સેવન કરો.

સફરજન


પેટના એસિડ માટે સફરજન પણ એક બેસ્ટ ફ્રૂટ છે. સફરજનમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ક્ષારીય ખનીજ હોય છે. આ પેટમાં એસિડ રિફ્લેક્સના લક્ષણઓને ઓછા કરવામાં મદદ કરે છે. આ સાથે જ બ્લોટિંગ અને પેટ સાથે જોડાયી સમસ્યાઓમાંથી રાહત અપાવે છે. આ માટે એસિડિટીની સમસ્યા છે તો રોજ સવારમાં એક સફરજન ખાઓ. આમ કરવાથી રાહત થઇ જશે.

આ પણ વાંચો:અચાનક વજન ઓછુ થવા લાગે તો..

નાશપતી


નાશપતી એક સિટ્રસ ફળ છે પરંતુ પેટ માટ અનેક રીતે ફાયદાકારક છે. આ શરીરમાં એસિડ રિફ્લેક્સને ઓછુ કરવામાં અને સાથે પેટમાં થતી તકલીફોમાંથી આરામ અપાવે છે. આ સાથે જ બ્લોટિંગની સમસ્યામાંથી પણ છૂટકારો અપાવે છે.


નારિયેળ


નારિયેળ એસિડિટીની સમસ્યાના લોકો માટે એક બેસ્ટ વિકલ્પ છે. નારિયેળ સૌથી ઓછા એસિડ સામગ્રીના ફળોમાંથી એક છે. આમાં પાણીની માત્રા વઘારે હોય છે. આમ, માનવામાં આવે છે કે પેટને હેલ્ધી રાખવાની સાથે બોવેલ મુવમેન્ટ અને મેટાબોલિઝમને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. એસિડિટી થવા પર તમે નારિયેળ પાણી પી શકો છો.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Acidity Problem, Health care tips, Life Style News