Health: 65 ટકા પુરુષો પોતાને બીજા કરતાં તંદુરસ્ત માને છે, પોતાના કરતાં અન્યના સ્વાસ્થ્યને આપે છે પ્રાથમિકતા
Health: 65 ટકા પુરુષો પોતાને બીજા કરતાં તંદુરસ્ત માને છે, પોતાના કરતાં અન્યના સ્વાસ્થ્યને આપે છે પ્રાથમિકતા
Lifestyle: 65 ટકા પુરુષો પોતાને બીજા કરતાં તંદુરસ્ત માને છે
સર્વે અનુસાર 33 ટકા પુરુષો માને છે કે વાર્ષિક ચેકઅપ કરાવવું બિનજરૂરી છે. વધુમાં, તેમાંથી લગભગ 65 ટકા લોકો માને છે કે તેઓ અન્ય કરતાં સ્વસ્થ છે. સર્વેક્ષણમાં એ પણ જાણવા મળ્યું છે કે, જ્યારે પુરુષો તેમના ડૉક્ટર સાથે વાત કરી શકતા નથી, ત્યારે તેઓ ઇન્ટરનેટ પર સ્વાસ્થ્ય સંબંધિત માહિતી શોધે છે.
મોટાભાગના પુરૂષો સ્વસ્થ આહાર (Heathy Diet) લેવાની અને નિયમિત કસરત (Exercise) કરવાની જરૂરિયાતને ઓળખે અને સમજે છે. જો કે, ધ હેરિસ પોલ ફોર ઓર્લાન્ડો હેલ્થ (The Harris Poll for Orlando Health) દ્વારા હાથ ધરવામાં આવેલા નવા સર્વેક્ષણમાં (Survey) જાણવા મળ્યું છે કે તેઓ રેગ્યુલર ચેકઅપ માટે પર્સનલ ફિઝીશ્યનને મળવાના પાસાને અવગણે છે.
સર્વે અનુસાર 33 ટકા પુરુષો માને છે કે વાર્ષિક ચેકઅપ કરાવવું બિનજરૂરી છે. વધુમાં, તેમાંથી લગભગ 65 ટકા લોકો માને છે કે તેઓ અન્ય કરતાં સ્વસ્થ છે. સર્વેક્ષણમાં એ પણ જાણવા મળ્યું છે કે, જ્યારે પુરુષો તેમના ડૉક્ટર સાથે વાત કરી શકતા નથી, ત્યારે તેઓ ઇન્ટરનેટ પર સ્વાસ્થ્ય સંબંધિત માહિતી શોધે છે. તેમાંથી લગભગ બે તૃતીયાંશ લોકોએ સોશિયલ મીડિયા દ્વારા સલાહ મેળવવાની વાત કરી હતી. અન્ય મહત્વની શોધ એ હતી કે પુરૂષો અન્ય લોકોની જરૂરિયાતોને પ્રથમ રાખવાનું વલણ ધરાવે છે. તેઓ પોતાના પાલતુ પ્રાણીઓના સ્વાસ્થ્યને વધુ પ્રાથમિકતા આપે છે. લગભગ 40 ટકા લોકો આ વાત સ્વીકારી હતી.
દેસાઈ સેઠી યુરોલોજી ઈન્સ્ટિટ્યુટ, યુનિવર્સિટી ઓફ મિયામી મિલર સ્કૂલ ઓફ મેડિસિન ખાતે પુરુષોના સ્વાસ્થ્યના નિર્દેશક ડૉ. બ્રુસ આર. કાવાએ જણાવ્યું હતું કે, તમને સ્વસ્થ હોવાનું લાગતું હોય તો પણ સમયાંતરે તપાસ કરાવવી ખૂબ જરૂરી છે. કાવાએ જણાવ્યું હતું કે 20 થી 55 વર્ષની વય વચ્ચે ડોક્ટરની મુલાકાત લેનારા પુરુષોની સંખ્યામાં ઘટાડો થયો છે.
કાવાએ જણાવ્યું હતું કે, "ઇરેક્ટાઇલ ડિસફંક્શન અને પ્રોસ્ટેટની સમસ્યાઓ ઘણીવાર આ વિઝીટ પાછળનું કારણ હોય છે. જો કે સમસ્યાઓ 30 વર્ષો દરમિયાન કાળજી લીધી ન હોવાથી અને તેથી તબીબી પરિસ્થિતિઓના પરિણામે થાય છે. તેમણે સમજાવ્યું હતું કે કાર્ડિયોવાસ્ક્યુલર રોગ અને કેન્સર જેવા રોગોનું નિદાન વહેલું થઈ જાય તો તેનો ઇલાજ કરી શકાય છે અથવા વધતા અટકાવી શકાય છે.
કાવાએ વધુમાં સમજાવ્યું હતું કે, હાઈ બ્લડ પ્રેશર, મેદસ્વીપણું, ટાઇપ 2 ડાયાબિટીસ અને અસામાન્ય બ્લડ લિપિડ્સ જેવી સમસ્યા કાર્ડિયોવેસ્ક્યુલર માટે જવાબદાર બની શકે છે. જે પુરુષોમાં 30 ટકા કિસ્સાઓમાં જીવલેણ છે. આ ઉપરાંત, એન્ડોક્રાઇન ડિસઓર્ડર, સ્લીપ એપનિયા, પેરિફેરલ વેસ્ક્યુલર રોગ, કેન્સર, ડ્રગ અને આલ્કોહોલ ડિપેન્ડન્સી, ડિપ્રેશન અને અન્ય ઘણી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે.
સોશ્યલ મીડિયા પરથી ન લેવી માહિતી
રટગર્સ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડીન, પીએચડી, પેરી એન. હલ્કિટિસે જણાવ્યું હતું કે, ઘણા બધા લોકો સ્વ-નિદાન કરે છે. જો કે, તેમનું માનવું છે કે તમારી તબીબી માહિતી ફક્ત ઇન્ટરનેટ અથવા સોશિયલ મીડિયાથી મેળવવી એ ખતરનાક સાબિત શકે છે. ઇન્ટરનેટની જગ્યાએ તમારા ડોક્ટર તમારા સવાલોના જવાબ વધુ સરળ અને સ્પષ્ટ રીતે આપી શકે છે.
કાવાએ જણાવ્યું હતું કે આપણા સમાજમાં ઘણા પુરુષો પોતાની જાતને પ્રોવાઇડર માને છે, પોતાના પરિવાર માટે પોતાની સ્વાસ્થ્યની જરૂરિયાતોને પાછળ મૂકી દે છે. તેઓ નિયમિત મેડિકલ ચેકઅપ કરવાનું ટાળે છે. જો કે, તમારી જાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર