Home /News /lifestyle /આજથી 30 દિવસ ખાંડ ના ખાશો: શરીરમાં જોવા મળશે આ બદલાવ, થશે આ 4 મોટા ફાયદાઓ
આજથી 30 દિવસ ખાંડ ના ખાશો: શરીરમાં જોવા મળશે આ બદલાવ, થશે આ 4 મોટા ફાયદાઓ
ખાંડ હેલ્થ માટે નુકસાનકારક છે.
30 Days Of No Sugar Challenge: ખાંડ આપણાં શરીર માટે અનેક રીતે નુકસાનકારક છે. ખાંડ તમારા શરીરને અંદરથી બગાડે છે જેના કારણે તમે અનેક ગંભીર બીમારીઓનો શિકાર બનો છો. આ માટે ડેઇલી રૂટિન લાઇફમાં ખાંડનું સેવન ઓછુ કરવુ જોઇએ.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ખાંડ સ્વાસ્થ્ય માટે અનેક રીતે હાનિકારક સાબિત થાય છે. ખાંડનું વઘારે પ્રમાણમાં સેવન કરવાથી હેલ્થને અનેક નુકસાન થાય છે. તમને ડાયાબિટીસની સમસ્યા છે તો ખાંડ તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. આમ, જો તમને ડાયાબિટીસ છે અને તમે ખાંડનું સેવન એટલે કે શુગરનું સેવન વધારે કરો છો તો તમારે એલર્ટ થઇ જવાની જરૂર છે. આ સાથે જ તમને એક વાત એ જણાવી દઇએ કે સતત 30 દિવસ સુધી ખાંડનું સેવન તમે કરતા નથી તો અનેક સમસ્યાઓમાંથી તમને રાહત મળે છે. વધારે પ્રમાણમાં મીઠાઇ, સોફ્ટ ડ્રિંક્સ, કેન્ડી અને ચોકલેટનો ઉપયોગ કરવાને કારણે મોટાપા, ફેટી લિવર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓનું જોખમ વધી જાય છે.
સતત 30 દિવસ સુધી ખાંડ ના ખાવાને કારણે અનેક ફાયદાઓ મળે છે. આમ કરવાથી બ્લડમાં વધેલી સુગરની માત્રા ઓછી થઇ જાય છે, પરંતુ બીજી વાર ખાંડનું સેવન કરો છો તો ટાઇપ 2 ડાયાબિટીસનો ખતરો વધી જશે.
વજન ઓછુ થવુ
ખાંડ વાળા અનેક પ્રકારના ફૂડ્સમાં કેલરીની માત્રા વઘારે હોય છે અને એમાં પ્રોટીન અને ફાઇબરની માત્રા ઘણી ઓછી હોય છે. ગળી વસ્તુઓ ખાવાથી સુગર ફેટમાં બદલાઇ જાય છે અને ધીરે-ધીરે મોટાપાનો શિકાર બનો છો. આમ, જો તમારું વજન વઘારે છે તો એક મહિના સુધી ખાંડનું સેવન બંધ કરીને જુઓ. આનાથી તમને વજન ઉતારવામાં મદદ મળશે.
સુગર આપણાં હાર્ટ સાથે સીધો સંબંધ ધરાવે છે. સુગર ફેટમાં બદલાવવાથી લોહીમાં બેડ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે અને હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા વધી જાય છે. આ કારણે હાર્ટ સુધી લોહી પહોંચવામાં સમસ્યા થાય છે અને હાર્ટ એટેક થવાનો ખતરો વધી જાય છે. 30 દિવસ સુધી ખાંડ ના ખાવાથી હાર્ટ મજબૂત થાય છે.
લિવર માટે ફાયદાકારક
લિવર આપણાં શરીરનું એક મુખ્ય અંગ હોય છે. આમ, જો તમે લિવરને હેલ્ધી રાખવા ઇચ્છો છો તો ખાંડનું સેવન બંધ કરી દો. આમ કરવાથી હેલ્થને અનેક ફાયદો થાય છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર