નિષ્ણાંતોની ચેતવણી: હેડફોન, ઈયરબડ્સના બેફામ ઉપયોગથી બાળકોની શ્રવણ શક્તિ પર જોખમ

નિષ્ણાંતોની ચેતવણી: હેડફોન, ઈયરબડ્સના બેફામ ઉપયોગથી બાળકોની શ્રવણ શક્તિ પર જોખમ
પ્રતીકાત્મક તસવીર

બાળકો કિશોરો વૈશ્વિક સ્તરે ભલામણ કરેલ જાહેર આરોગ્ય મર્યાદા કરતા વધુ વોલ્યુમ પર દરરોજ કલાકો સુધી સંગીત સાંભળી રહ્યા છે.

  • Share this:
હેડફોન, ઈયરબડ્સ જેવા ગેજેટનો ઉપયોગ છેલ્લા થોડા વર્ષોથી સતત વધ્યો છે. એમાં પણ બાળકોમાં તેનો ઉપયોગ ચિંતા વધારી રહ્યો છે. હેડફોન અને ઈયરબડ્સ જેવા ગેજેટના ઉપયોગના કારણે બાળકોમાં શ્રવણ શક્તિ પર અસર પડે છે, શ્રવણ પ્રણાલીની પરિપક્વતા અધૂરી રહી જાય છે.

વૈશ્વિક સ્તરે વર્ષ માટે એક દિવસમાં સરેરાશ અવાજની મર્યાદા 70 ડેસીબલ નક્કી કરાઈ છે. જોકે, બાળકો કિશોરો વૈશ્વિક સ્તરે ભલામણ કરેલ જાહેર આરોગ્ય મર્યાદા કરતા વધુ વોલ્યુમ પર દરરોજ કલાકો સુધી સંગીત સાંભળી રહ્યા છે.અમેરિકાની નોનપ્રોફિટ સંસ્થા ધ ક્વિટ કોલીશનના ડેનિયલ ફિન્કે જણાવ્યું હતું કે, રોજિંદા જીવનમાં બિન-વ્યવસાયિક અવાજ થોડા અવાજના સ્રોતમાંથી આવે છે. જેમાં પર્સનલ હિયરિંગ સિસ્ટમ્સ, વાહનવ્યવહારનો અવાજ, ઘરના ઉપકરણો, પાવર ટુલ્સ અને મનોરંજનના સાધનોના અવાજનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં આજથી ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2021 લાગુ, જાણો Love Jihad અંગેની મહત્ત્વની જોગવાઇ

પાંચ વર્ષ સુધી એક કલાકથી વધુ સમય માટે પર્સનલ ઓડિયો સિસ્ટમ્સનો ઉપયોગ કરતા લોકો માટે શ્રવણ શક્તિ પર જોખમ સૌથી વધુ છે. બાળકો અને કિશોરો માટે 85 ડેસિબલ્સ અવાજ સલામત હોવાનો દાવો કરનારા વોલ સ્ટ્રીટ જર્નલના લેખને પડકારીને ફિંકે કહ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ માટે 85 ડેસિબલ્સ અવાજ સલામત નથી. લોકોને લાગે છે કે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઓક્યુપેશન સેફટી એન્ડ હેલ્થે સુચવેલો 85 ડેસિબલ્સના સ્તરનો અવાજ સુરક્ષિત છે.

બનાસકાંઠા: બાળકમાં જન્મથી સ્ત્રી અને પુરુષ બંનેના જનનાંગો હતા, 9 વર્ષ બાદ થયું સફળ ઓપરેશન

"પરંતુ ફેક્ટરી કામદારો અથવા ભારે ઉપકરણોના ઓપરેટરને અવાજનું જે સ્તર અસર ન કરતું હોય તે સ્તર નાના બાળક માટે ખૂબ વધુ છે. તજજ્ઞ દ્વારા ટાંકવામાં આવ્યું છે કે, બાળકોની શ્રવણ પ્રણાલી પરિપક્વ હોતી નથી, સામાન્ય શ્રવણ શક્તિ શીખવા અને સમાજિક એક્ટિવિટી કરવા માટે મહત્વની છે.

ગુજરાતના આ ગામે મહામારીને આ રીતે આપી મ્હાત, કોરોનાથી એકપણ વ્યક્તિનું નથી થયું મોત

અમેરિકાની એકોસ્ટિકલ સોસાયટીની 180મી મીટિંગ 8થી 10 જૂન વચ્ચે વર્ચ્યુઅલ યોજાઈ હતી. જેમાં ફિંકે ઓડિઓલોજિસ્ટ જેન માઇસ સાથે મળીને પર્સનલ ઓડિયો સિસ્ટમમાંથી અવાજ ઉત્સર્જન ધોરણો અને લોકજાગૃતિની જરૂરિયાત માટે ચર્ચા કરી હતી. આ ઉપરાંત આજની યુવા પેઢી જીવનના મધ્ય ભાગમાં પહોંચે ત્યાં સુધીમાં શ્રવણ શક્તિને ગંભીર અસર થઈ હોય તેને રોકવાના પ્રયાસો પણ ચર્ચાયા હતા.

2017માં સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેંશન દ્વારા અહેવાલમાં જણાવાયું હતું કે, 20થી 69 વર્ષના 25 ટકા અમેરિકનોની શ્રવણ શક્તિ પર અસર થઈ હતી. શ્રવણ શક્તિ પર અસર થતા કોમ્યુનિકેશન તકલીફ, સોશિયલ આઇસોલેશન, પડી જવા કે અકસ્માતોનું જોખમ વધે છે. તેમજ વૃદ્ધાવસ્થામાં ડીમેન્ટિયા સહિતની મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે.
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ