Home /News /lifestyle /શિયાળામાં હિમાચલ પ્રદેશ ફરવાનો પ્લાન છે? તો આ ઓફબીટ સ્થળોએ મળશે કુદરતી સૌદર્યનો આનંદ

શિયાળામાં હિમાચલ પ્રદેશ ફરવાનો પ્લાન છે? તો આ ઓફબીટ સ્થળોએ મળશે કુદરતી સૌદર્યનો આનંદ

તસવીર- Shutterstock

હિમાચલ પ્રદેશ (Himachal pradesh)માં ફરવા અને માણવા લાયક અનેક સ્થળો છે. દર વર્ષે અનેક પ્રવાસીઓ (tourist) હિમાચલ પ્રદેશ જાય છે અને પેરાગ્લાઇડિંગ, ટ્રેકિંગ, રાફ્ટિંગ, કેમ્પિંગ, સ્કીઇંગ માણે છે. તેઓ શહેરની અંધાધૂંધીમાંથી શાંતિ અને નવો અનુભવ મેળવે છે.

વધુ જુઓ ...
હિમાચલ પ્રદેશ (Himachal pradesh)માં ફરવા અને માણવા લાયક અનેક સ્થળો છે. દર વર્ષે અનેક પ્રવાસીઓ (tourist) હિમાચલ પ્રદેશ જાય છે અને પેરાગ્લાઇડિંગ, ટ્રેકિંગ, રાફ્ટિંગ, કેમ્પિંગ, સ્કીઇંગ માણે છે. તેઓ શહેરની અંધાધૂંધીમાંથી શાંતિ અને નવો અનુભવ મેળવે છે. જોકે, હિમાચલ પ્રદેશની સુંદરતા (beautiful)નો અનુભવ કરવા માટે પૂરતો સમય જરૂરી છે. હોટેલો કરતા કુદરતી સૌંદર્ય (natural beauty) વચ્ચે આવેલા અન્ય સ્થળોએ રહેવું અને હરવું ફરવું જોઈએ. અહીં હિમાચલમાં રહેવા માટેના કેટલાક અદભુત અને ઓફબીટ સ્થળો અંગે જાણકારી આપવામાં આવી છે.

ગોન ફિશિંગ કોટેજ (Gone Fishing Cottages)

ગોન ફિશિંગ કોટેજ ખૂબ જ રળિયામણું સ્થળે છે. આસપાસ બગીચાઓ અને ખેતરોની સુંદરતા દેવદારના વૃક્ષોથી આ સ્થળ વધુ આકર્ષક લાગે છે. આ સાથે જ રસ્તામાં આવતા એકદમ ચોખ્ખી ખાડીઓ અને વૉટરફોલ ખૂબ જ ગમી જાય તેવા છે. તીર્થનનું પાણી ખ્યાતનામ ટ્રાઉટ માછલીઓથી ભરેલું જોવા મળે છે. ત્યાંના રૂમમાં વૂડલેન્ડ હટ (woodland hut)ની હૂંફ અને ગામઠી વૈભવ જોવા મળે છે.

આ પણ વાંચો: Superfoods: 30 વર્ષની ઉંમર પછી ડાયટમાં ઉમેરો આ 7 સુપર ફુડ, થશે મોટો ફાયદો

તારા હાઉસ (Taara House)

મનાલીનું તારા હાઉસ પણ રહેવા લાયક સ્થળ છે. 6,600 ફૂટની ઊંચાઈએ વસાવેલું તારા હાઉસ માત્ર એક પરિવાર દ્વારા બાંધવામાં આવ્યું હતું. ત્યાં પાઇન જંગલની લીલોતરી અને હિમાલયના પર્વતોના રંગ વચ્ચે કોન્ટ્રાસ્ટ મળી આવે છે. કોટેજમાંથી પણ આહલાદક દૃશ્યોનો આનંદ માણી શકાય છે. બર્મા ટીક અને પાઇન વુડવર્ક એસ્ટેટના એકદમ ક્લાસિક, સ્કેન્ડેનેવિયા સાથે ભળી જાય છે. જે તેમના ગ્લાસહાઉસના વૈભવના દેખાડવામાં ફાળો આપે છે.

સિલવાન વિલાસ (Sylvan Villas)

એક સદી જેટલી જૂની સિલવાન વિલાસ ધરમપુર શહેરની પ્રથમ શાળા હતી. આ જગ્યાને પ્રવાસીઓના પ્રવાહને કારણે સમય જતાં ત્રણ બેડરૂમના વિલામાં વિકસિત કરાઈ હતી. અહીં પર્વતીય વિસ્તારોને માણવાનો લ્હાવો મળે છે. એકદમ ચોખ્ખી હવામાં પર્યટકો યોગ કરવા કે બેડમિન્ટન રમવા જેવી પ્રવૃતિઓ કરી શકે છે. ત્યારબાદ લિજ્જતદાર ભોજનને સ્વાદ પણ માણી શકાય છે.

આ પણ વાંચો: Belly Fat: આ કારણોસર નથી ઘટી રહી તમારા પેટની ચરબી, આજે જ બદલો આવી આદતો

મીના બાગ (Meena Bagh)

ક્લાસિક હિમાચલી ઘરમાં લાકડા અને કાદવના પ્લાસ્ટરવાળી દીવાલો અને બાલ્કની જોવા મળતા હતા. આવા જ મકાનનું ઉદાહરણ મીનાબાગ છે. શિયાળા દરમિયાન આ સ્થળે પડતા સુંદર બરફને કારણે આ ત્રણ બેડરૂમની કોટેજનો અદભુત નજારો સર્જાય છે. મીના બાગ કોટેજ પાલતુ પ્રાણી માટે અનુકૂળ છે. ત્યાં લેખકો, પત્રકારો, કલાકારોને અડધી કિંમતે જગ્યા આપવામાં આવે છે.

સંજીવ એરા હોમ રિટ્રીટ (Sanjiv’s Aira Holme Retreat)

સંજીવ એરા હોમ રિટ્રીટ પણ રહેવા અને માણવા લાયક છે. જ્યાં એકદમ શાંતી સાથે કુદરતનો આનંદ લઈ શકાય છે. આ કોટેજ આરામદાયક છે અને મુખ્ય શહેરના ઘોંઘટથી દૂર સ્થિત છે. ત્યાં રોજિંદી સુવિધાઓ માટે પૂરતી વ્યવસ્થા છે. આ સ્થળની આસપાસ ગાઢ વૃક્ષો અને રમણીય દ્રશ્યો જોવા મળશે.
First published: