શું તમે માથાના દુખાવાથી પરેશાન છો? આ ઘરેલુ નુસ્ખા અપનાવીને મેળવી શકો છો થોડીવારમાં જ રાહત

પ્રતીકાત્મક તસવીર (shutterstock image)

આ ઘરેલુ નુસ્ખાની મદદથી સ્વાસ્થ્યને નુકસાન થતું નથી અને દુખાવાથી રાહત પણ મળે છે.

  • Share this:
ક્યારેક ક્યારેક તડકો, ગરમી અને વધુ પડતા અવાજના કારણે માથાનો દુખાવો થવા લાગે છે. માથાના દુખાવાને કારણે તમને કામ કરવું ગમતું નથી અને તમે અકળાવા લાગો છો. આ પરિસ્થિતિમાં તમે માથાના દુખાવાથી રાહત મેળવવા માટે ડિસપ્રિન અથવા પેઈનકિલર દવાઓનું સેવન કરવા લાગો છો. આ પેઈન કિલર દવાઓનું સેવન કરવાથી તમને દુખાવાથી રાહત મળે છે પરંતુ વધુ પડતી આ દવાઓનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થાય છે. આ દુખાવાથી રાહત મેળવવા માટે ઘરેલુ નુસ્ખાનો ઉપયોગ કરી શકાય છે. આ ઘરેલુ નુસ્ખાની મદદથી સ્વાસ્થ્યને નુકસાન થતું નથી અને દુખાવાથી રાહત પણ મળે છે. માથાના દુખાવાથી રાહત મેળવવા માટે અહીંયા ઘરેલુ નુસ્ખા જણાવવામાં આવ્યા છે.

તુલસી

જો તમને માથામાં સખત દુખાવો થઈ રહ્યો છે તો તમે તુલસીના પત્તાથી તમે આ દુખાવાથી રાહત મેળવી શકો છો. માથામાં સખત દુખાવો થાય તો એક કપ પાણીમાં તુલસીના પત્તા નાખીને આ પાણીને ઉકાળી લો. ત્યારબાદ તેમાં મધ ઉમેરીને તેનું સેવન કરો. આ મિશ્રણનું સેવન કરવાથી તમને માથાના દુખાવાથી રાહત થશે.

કોરોનાના કેસ ઘટતાં હવે PPE કીટ, માસ્ક અને સેનિટાઈઝરના ધંધામાં પણ મંદી, વેપારીઓને ત્યાં માલનો ભરાવો

લવિંગ

માથાના દુખાવો ઓછો કરવામાં લવિંગ ખૂબ જ લાભદાયી છે. લવિંગને તવા પર ગરમ કરો. હવે આ લવિંગને રૂમાલમાં બાંધી લો. હવે આ પોટલીને થોડી થોડી વારે સૂંઘતા રહો. આ પ્રકારે લવિંગની પોટલી સુંઘવાથી તમને માથાના દુખાવાથી રાહત મળશે.

પાણી

ક્યારેક ક્યારેક શરીરમાં પાણીની કમી થવા પર માથાનો દુખાવો થાય છે. આ પરિસ્થિતિમાં શરીરને હાઈડ્રેટેડ રાખો અને વધુ માત્રામાં પાણીનું સેવન કરો.

આવી અન્ય લાઇફસ્ટાઇલને લગતું વાંચવા અહીંયા ક્લિક કરો

એક્યુપ્રેશર

એક્યુપ્રેશરની મદદથી માથાના દુખાવાથી રાહત મળે છે. તમારા બંને હાથની હથેળીઓને સામે લાવીને એક હાથથી બીજા હાથના અંગૂઠા અને ઈંડેક્સ ફિંગરની વચ્ચેની જગ્યાએ હલ્કા હાથે માલિશ કરો. આ પ્રકારે 5 મિનિટ સુધી માલિશ કરવાથી માથાના દુખાવાથી રાહત મળશે.

મરી અને ફુદીનો

મરી અને ફુદીનાની ચા નું સેવન કરવાથી માથાના દુખાવાથી રાહત મળે છે. બ્લેક ટીમાં ફુદીનાના પત્તા અને મરી નાખીને તેનું સેવન કરો. (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતન પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published: