HBD Raveena Tandon: 47ની ઉંમરે પણ ન્યૂ કમર અભિનેત્રીઓને આપે છે ટક્કર, જાણો તેનો ફિટનેસ મંત્ર

રવિના ટંડન તેના ડાયટમાં ઓર્ગેનિક ફૂડનો વધારે ઉપયોગ કરે છે.

47 વર્ષની રવિના ટંડન તેમની બ્યુટી અને તેમની ફિટનેસથી ન્યૂ કમર ગર્લને પણ ટક્કર આપી શકે છે. આ ઉંમરે પણ રવિના ટંડન તેમની ફિટનેસ અને ત્વચા માટે ખૂબ જ સાવચેત રહે છે.

  • Share this:
Happy Birthday Raveena Tandon: બોલીવુડ અભિનેત્રી અભિનેત્રી રવિના ટંડન (Raveena Tandon) પોતાની બ્યુટી માટે ખૂબ જ ફેમસ છે. તેમના ફેન્સ તેમની બ્યુટી અને ફિટનેસના દીવાના છે. 47 વર્ષની રવિના ટંડન તેમની બ્યુટી અને તેમની ફિટનેસથી ન્યૂ કમર ગર્લને પણ ટક્કર આપી શકે છે. આ ઉંમરે પણ રવિના ટંડન તેમની ફિટનેસ અને ત્વચા માટે ખૂબ જ સાવચેત રહે છે. ફિટ રહેવા માટે તેઓ વર્કઆઉટની સાથે સાથે ડાયટનું પણ ધ્યાન રાખે છે. બોલીવુડની ‘તૂ ચીજ બડી હે મસ્ત મસ્ત’ ગર્લ રવિના ટંડનનો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસના અવસરે તેમની ફિટનેસ વિશે અહીં જાણકારી આપવામાં આવી છે. તેમના ફેન્સ આ ફિટનેસ મંત્ર (Raveena Tandon Fitness Mantra)ની મદદથી ફિટ અને હેલ્ધી રહી શકે છે.

રવિના ટંડન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેમના ફેન્સને તેમની ફિટનેસ અંગે જાણકારી આપતી રહે છે. રવિના ટંડન બોડીને શેપમાં રાખવા માટે યોગ કરે છે. તેઓ ફિટનેસ અંગે સીરિઅસ છે, તે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોઈ શકાય છે. તેમના ફિટનેસમાં કાર્ડિયો અને સ્વીમિંગ પણ શામેલ છે. જ્યારે રવિના ટંડનને એક્સરસાઈઝ કરવાની ઈચ્છા ન થાય, ત્યારે તેઓ વોક પર જાય છે અથવા રનિંગ કરવા જાય છે. તેમને ડાન્સ કરવો ખૂબ જ પસંદ છે અને ફ્રી ટાઈમમાં તેઓ ઝુમ્બા પણ કરે છે.

આ પણ વાંચો: શિયાળામાં પગની એડી ફાટી જવાની સમસ્યાથી પીડાવ છો? આ રહ્યું તેનું કારણ અને ઉપચાર

રવિના ટંડનને ઓર્ગેનિક ફૂડનું સેવન કરવાનું પસંદ છે. તેઓ મોટાભાગે તેમના ફાર્મ પર ઉગાડેલ શાકભાજી અને મસાલાઓનો ઉપયોગ કરે છે. તેઓ તેમના ઘરે બનાવેલ ઘીનો જ ઉપયોગ કરે છે. રવિના ટંડનને લંચમાં દાળ, ભાત, શાક રોટલીનું સેવન કરવું વધુ પસંદ છે.

આ પણ વાંચો: Health tips: હળદરનું પાણી પીવાના ફાયદા, આટલી તકલીફોમાં આપે છે રાહત

રવિના ટંડનને દહીંનું સેવન કરવું ખૂબ જ પસંદ છે. તેઓ માને છે કે, દહીંનુ સેવન કરવાથી વાળ અને ત્વચા સ્વસ્થ રહે છે. તેમને ગળી વસ્તુઓ ખાવી ખૂબ જ ગમે છે. રવિના ટંડન ઘરે ખોયાની બરફી જાતે બનાવે છે. તેમને કુકિંગનો ખૂબ જ શોખ છે. તેમની ડાયટમાં નારિયેળ પાણી પણ શામેલ છે.

આ પણ વાંચો: Hair tips: ઘરમાં Coconut Milkથી હેર સ્પા કરવાથી વધશે વાળની લંબાઈ અને સુંદરતા



રવિના ટંડને તેનું સ્કૂલિંગ જમનાબાઈ પબ્લિક સ્કૂલ, જુહુ, મુંબઈથી કર્યું છે. આ પછી તેણે મીઠીબાઈ કોલેજમાંથી સ્નાતક કર્યું. જ્યારે તેણીએ અભ્યાસ દરમિયાન મોડેલિંગની ઓફર મેળવવાનું શરૂ કર્યું, ત્યારે તેણે બીજા વર્ષમાં જ પોતાનો અભ્યાસ છોડી દીધો. રવિના ટંડને 1991માં ફિલ્મ 'પથ્થર કે ફૂલ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેને આ ફિલ્મ માટે ફિલ્મફેર ન્યૂ ફેસ ઓફ ધ યર એવોર્ડ મળ્યો હતો.


લાઈફ સ્ટાઈલને લગતી વધુ માહિતી અને સમાચાર વાંચવા માટે  ક્લિક કરો...

Published by:kuldipsinh barot
First published: