સફરજન વધુ લાભકારી છે કે સફરજનનો જ્યૂસ? જાણો તેના ફાયદા

સફરજન વધુ લાભકારી કે સફરજનનો જ્યૂસ?

આ કહેવતને સાચી સાબિત કરવા એક રિસર્ચ અમેરિકાથી સામે આવ્યું છે. આ રિસર્ચ મુજબ એક નહીં પંરતુ 2 સફરજન ખાવાથી શરીરમાંથી ખરાબ કોલેસ્ટેરોલ દૂર થાય છે તેવું જાણવા મળ્યું. સફરજનમાં ફાઇબર હોવાથી તે વેટલોસ માટે મદદરૂપ ગણાય છે.

 • Share this:
  આમ તો સફરજનને તમે ફળોનો રાજા તરીકે જ ગણતા હશો. એટલે જ તો ડૉક્ટર પણ દરરોજ આપણે એક સફરજન ખાવાની સલાહ આપે છે. સફરજનમાં ફાઈબર અને વિટામિન-સી હોય છે. તેમજ તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને પાચનક્રિયા પણ મજબૂત બને છે.  તેથી જ તોઅંગ્રેજીમાં એક કહેવત છે કે ‘an apple a day keeps doctor away’ અર્થાત દિવસ દરમિયાન એક સફરજનનું સેવન ડોક્ટરથી દૂર રાખે છે. આ કહેવતને સાચી સાબિત કરવા એક રિસર્ચ અમેરિકાથી સામે આવ્યું છે. આ રિસર્ચ મુજબ એક નહીં પંરતુ 2 સફરજન ખાવાથી શરીરમાંથી ખરાબ કોલેસ્ટેરોલ દૂર થાય છે તેવું જાણવા મળ્યું. સફરજનમાં ફાઇબર હોવાથી તે વેટલોસ માટે મદદરૂપ ગણાય છે.

  યુ.કે સ્થિત રીડિંગ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં રિસર્ચમાં 40 લોકોને શામેલ કરવામાં આવ્યા હતા. આ તમામ લોકોને 2 ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા હતા. રિસર્ચમાં સામેલ લોકોની જીવનશૈલી અને સ્વાસ્થ્ય વિશે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. 1 ગ્રૂપના લોકોને 8 અઠવાડિયા સુધી દરરોજ દિવસમાં 2 સફરજનનું સેવન કરવા માટે કહેવામાં આવ્યું હતું જ્યારે અન્ય ગ્રૂપના લોકોને 2 સફરજનાં જ્યુસનું સેવન કરવા માટે કેહવામાં આવ્યું હતું. રિસર્ચ દરમિયાન તમામ લોકોના કોલેસ્ટેરોલ લેવલનું અવલોકન કરવામાં આવ્યું હતું. દિવસમાં 2 સફરજનનું સેવન કરતા લોકોમાં કોલેસ્ટેરોલનું લેવલ 5.89 અને સફરજનનાં જ્યુસનું સેવન કરતા લોકોમાં કોલેસ્ટેરોલનું લેવલ 6.11 જોવા મળ્યું હતું.

  રિસર્ચમાં શામેલ વૈજ્ઞાનિક ડો. થાનાસિસ જણાવે છે કે આ રિસર્ચથી પુરવાર થાય છે કે ડાયટમાં થોડો ફેરફાર કરીને દરરોજ 2 સફરજનનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે. કારણ કે સફરજન ફાયબરથી ભરપૂર હોવાથી તે માંદગીમાંથી બહાર આવવા અને વજન ઉતારવા માટે પણ ઘણું ફાયદાકારક છે.

  હારને પણ હરાવતી લક્ષ્મીની રીયલ સ્ટૉરી, સપના તૂટી ગયા હતા હિમ્મત નહીં

  અહીં દીકરી સાથે લગ્ન કરી શકે છે પિતા, ઈરાનમાં છે આવા 5 વિચિત્ર નિયમો

  આ રીતે બનાવો 'સુરતી ઊંઘિયું', આ રીતે તૈયાર કરો તેની સ્વાદિષ્ટ ગ્રેવી #Recipe

  શરીર માટે ખૂબ લાભકારી છે 'ગુંદર ની પેંદ', જે શિયાળામાં ખાસ ખાવી જોઈએ
  Published by:Bansari Shah
  First published: