કોરોનાથી બહાર આવવામાં લાગી રહ્યો છે સમય? આ ટિપ્સની લો મદદ

પ્રતિકાત્મક તસવીર

કોરોના સંક્રમણ (Corona Infection)થી બહાર આવ્યા પછી પણ અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આ સ્થિતિમાં નીચે આપેલી ટિપ્સ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

 • Share this:
  આ વર્ષ આપણા જીવનમાં આવતા અન્ય વર્ષો કરતા બિલકુલ અલગ છે. આ વર્ષની શરૂઆત કોરોના સંક્રમણ જેવી મહામારીથી થઇ છે. અને હજી સુધી સ્થિતિ એટલી જ વણસેલી છે કે સ્વબચાવ જરૂરી છે. કોરોના કારણે અનેક લોકોને ઇમ્યૂનિટી સિસ્ટમ પર મોટી અસર થઇ છે. આ વાયરસથી સાજા થયા પછી પણ લોકો અલગ અલગ પ્રકારની મુશ્કેલી સહન કરી રહ્યા છે. તેમાં શારિરીક નબળાઇ, થાક, શ્વાસ ફૂલવો જેવા લક્ષણો સામાન્ય છે. સાથે જ તેમની માનસિક સ્થિતિ પર પણ ખરાબ પ્રભાવ પડી રહ્યો છે.

  આ કારણે સમય સમય પર ડબ્લ્યૂએચઓની તરફથી કોવિડ 19ના દર્દીઓ માટે તણાવ, ચિંતા અને મનોચિકિત્સક પ્રશ્નોને લઇને ખાસ સલાહ આપવામાં આવી રહી છે. તેવામાં તમે પોતાના રૂટીનમાં બદલાવ લાવીને કેટલીક ફેરફાર તમારા જીવનશૈલીમાં કરી શકો છો. આવી જ કેટલીક ટિપ્સ અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.

  કોવિડ 19 થી બહાર આવ્યા પછી શરીરમાં અનેક પોષક તત્વોની ઉણપ ઊભી થાય છે. ત્યારે પોષક તત્વો યુક્ત ભોજન કરો જેથી તમે જલ્દી રિકવર થઇ શકો. માંસ, ઇંડા, દૂધ, ફળિયો, સૂકો મેવો, ઓટ્સ, બાજરો જેવી વસ્તુઓનો પોતાના જીવનમાં ઉપયોગ શરૂ કરો. ફાઇબર, વિટામિન, મિનરલ અને એન્ટી ઓક્સીડેંટ યુક્ત ભોજન કરો. જેથી તમારું શરીર જલ્દીથી સારું થઇ શકે.
  ભરપૂર માત્રામાં પાણી પીઓ, 8 થી 10 ગ્લાસ પાણીની સાથે નારિયળ પાણી, ફળોનો જ્યૂસ, વેજીટેબલ સૂપ જેવી વસ્તુઓથી તમારા શરીરની ઉર્જાને બચાવો.

  સારી ઊંઘ લો- આ પ્રકારની બિમાર પછી સારી 7 થી 8 કલાકની ઊંઘ લો. સમય મુજબ સુવાનું અને જાગવાનું રાખો. જેથી તમે આ બિમારીથી બહાર આવી શકો. માનસિક સ્થિતિનો ખાસ ખ્યાલ રાખો- સંક્રમણથી બહાર આવ્યા પછી પણ ભાવનાત્મક રીતે પોતાને મજબૂત કરવું જરૂરી છે.

  તણાવ, ચિંતા, માનસિક બિમારીથી બચાવી સલાહ ડબ્લ્યૂએચઓ પણ આપે છે. આ માટે સકારાત્મક કામ કરો. તમને ગમતી વિસ્તુઓ મન પોરવી પોઝિટિવ રહેવા પ્રયાસ કરો.

  Disclaimer : આ લેખમાં આપેલી તમામ જાણકારી અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતો. આ પર અમલથી પહેલા સંબંધિત વિશેષજ્ઞથી સંપર્ક કરો.
  Published by:Chaitali Shukla
  First published: