Home /News /lifestyle /

12 વર્ષથી તીવ્ર માઈગ્રેનથી પીડાતા હતા 60 વર્ષીય વૃદ્ધ, ફક્ત ત્રણ મહિનામાં સાજા થયા! જાણો કઈ રીતે?

12 વર્ષથી તીવ્ર માઈગ્રેનથી પીડાતા હતા 60 વર્ષીય વૃદ્ધ, ફક્ત ત્રણ મહિનામાં સાજા થયા! જાણો કઈ રીતે?

માથાના દુઃખાવાની પ્રતિકાત્મક તસવીર

સ્ટડી મુજબ, 60 વર્ષીય વૃદ્ધ છેલ્લા 12 વર્ષથી તીવ્ર માઇગ્રેનથી પીડાતા હતા અને માત્ર લીલા પાંદડાવાળી શાકભાજી (leafy greens) ડાયેટમાં સામેલ કરીને તેમણે ત્રણ મહિનામાં આ બીમારીથી છૂટકારો મેળવ્યો!

  માઇગ્રેન (migraine) એટલે કે આધાશીશી દુનિયામાં ત્રીજો સૌથી વધુ થતો રોગ છે. આ રોગના આશરે 90 ટકા દર્દીઓ ફેમિલી હિસ્ટ્રી ધરાવતા હોય છે. માઈગ્રેનથી પીડાતા દર્દીઓ પીડાથી મુક્ત થવા અવનવા નુસખા અજમાવતા હોય છે, પણ એ ક્યારેક જ ફાયદાકારક નીવડે છે. અમેરિકાના 60 વર્ષીય વૃદ્ધ છેલ્લા 12 વર્ષથી તીવ્ર માઇગ્રેનથી પીડાતા હતા. કેટલાય ઉપાયો અજમાવા છતાં તેઓ માઇગ્રેનની છૂટકારો મેળવી શક્યા ન હતા, માત્ર લીલા પાંદડાવાળી શાકભાજી (leafy greens) ડાયેટમાં સામેલ કરીને તેમણે ફક્ત ત્રણ મહિનામાં આ બીમારીથી છૂટકારો મેળવ્યો!

  બીએમજે કેસ રિપોર્ટ્સ (BMJ Case Reports)માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, એક દર્દી, જે છેલ્લા 12 વર્ષથી માઈગ્રેનથી પીડાતો હતો તે દુખાવા મુક્ત થઈ ગયો છે.

  આ સ્ટડીના લેખકોએ જણાવ્યું કે દર્દીએ આહારમાં ફેરફાર કરીને ક્રોનિક માઇગ્રેનના ઉકેલનો સૌથી લાંબો ડોક્યુમેન્ટેડ કેસ દર્શાવ્યો હતો. કોઈ એક કેસ સ્ટડીના આધારે એમ કહેવું મુશ્કેલ છે કે ડાયેટમાં ફેરફાર કરવાથી માઈગ્રેનમાંથી છૂટકારો મળે છે. એ દર્દીના લક્ષણો પર અન્ય રોગની અસર પણ થઈ શકે છે, જેમકે તે એચઆઈવી પોઝિટીવ હતો.

  દર્દીઓ ક્યારેક માથાના દુખાવાની તીવ્રતા ઘટાડવાના પ્રયાસના ભાગરૂપે ‘ટ્રિગર’ ખોરાકને ટ્રેક કરે છે. પરંતુ માઈગ્રેન રિસર્ચ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર હજુ સુધી માઈગ્રેન અને ચોક્કસ ખોરાક વચ્ચે કોઈ નિર્ણાયક સંબંધ નથી જોવા મળ્યો.

  આ પણ વાંચો: સ્ટ્રોક અને ડિમેન્શિયાનું જોખમ ઘટાડી શકે છે ચાય-કોફીની ચુસ્કી- સ્ટડી

  આ સ્ટડીમાં દર્દીનું નામ નથી, પણ તેને છ મહિનામાં વારંવાર માઇગ્રેન ઉપડ્યું હતું, જેથી તેમને ક્લિનિકની મુલાકાત લેવી પડતી હતી. તેમણે મહિનામાં છ થી આઠ વખત માઈગ્રેન થવાની જાણ કરી. કેટલાંક માઇગ્રેન કમજોર હતા,તો કેટલાંક 72 કલાક સુધી ચાલતા હતા.

  આધાશીશીથી એ વ્યક્તિની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેની ફોટોગ્રાફર તરીકેની કારકિર્દી પણ ‘લગભગ અશક્ય’ બની ગઈ હતી. અને હવે એ દર્દી કહે છે કે, ‘હું પીડામુક્ત છું અને મને મારું જીવન પાછું મળ્યું છે.’

  આ પણ વાંચો: Sugar Craving: વારંવાર ગળ્યું ખાવાનું મન થાય તો આ રીતે કરો કન્ટ્રોલ, લાંબી ઉંમર સુધી રહેશો ફિટ

  એ દર્દીને નીચે મુજબની સલાહ આપવામાં આવી હતી-

  -દરરોજ ઓછામાં ઓછા પાંચ ઔંસ કાચા અથવા રાંધેલા ઘેરા લીલા પાંદડાવાળા શાકભાજી જેવા કે સ્પિનચ, કાલે અને વોટરક્રેસ ખાવા.

  -દરરોજ એક 32-ઔંસની ગ્રીન સ્મૂધી પીવી.

  -આખા અનાજ, સ્ટાર્ચયુક્ત શાકભાજી, તેલ અને પ્રાણી પ્રોટીન, ખાસ કરીને ડેરી અને લાલ માંસનું સેવન મર્યાદિત કરો.

  વૈજ્ઞાનિકો પાસે એ દર્દી ચાર્ટ મુજબ ડાયેટ ફોલો કરે છે કે કેમ તે નિયંત્રિત કરવાની ક્ષમતા ન હતી, પણ દર્દીએ ફૂડ ડાયરી રાખી હતી. સ્ટડી અનુસાર, ડાયેટ સ્વિચ કર્યા પછી દર્દીએ તેની માઇગ્રેનની દવા લેવાનું પણ બંધ કરી દીધું.

  દર્દીએ અન્ય લાઈફસ્ટાઈલ અને દવાઓ ફોલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ચોકલેટ, ચીઝ, બદામ, કેફીન અને ડ્રાયફ્રૂટનો ત્યાગ કર્યો હતો. પણ આ લાઈફસ્ટાઈલ પણ તેનું માઈગ્રેન ઘટાડી ન શકી.

  અમેરિકન માઇગ્રેન ફાઉંડેશન મુજબ માઈગ્રેન એ વારસાગત બીમારી હોય છે પણ, ડાયેટ કે લાઈફસ્ટાઈલથી તેમાં પરિવર્તન લાવી શકાય છે.

  આ પણ વાંચો: Exercise benefits: ડિપ્રેશનમાં એક્સરસાઇઝ કરવાથી માનસિક સ્વાસ્થ્ય સારું થાય છે- સ્ટડી

  કેસ સ્ટડીના લેખકોએ આ અંગે એવું કહ્યું કે: લીલા પાંદડાવાળા શાકભાજીએ તેનું બીટા-કેરોટીનનું સીરમ લેવલ વધાર્યું હતું. એટલું જ નહીં, પોષણયુક્ત લીલા શાકભાજી ખાઈને તેનું સ્વાસ્થ્ય પણ સુધર્યું હતું.

  આ કેસ સ્ટડીમાં જણાવવામાં આવ્યું હતું કે કેટલાંક અન્ય દર્દીઓ પણ હતા, જેમણે પોતાના ડાયેટમાં ફેરફાર કર્યો અને ત્રણ મહિનામાં જ તેઓ માઈગ્રેન મુક્ત થયા.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Green Vegetables, Healthy lifestyle, Life Style News, Migraine

  આગામી સમાચાર