તમે ક્યારેય જામફળની ચટણી બનાવી છે? એકવાર જરુર ટ્રાય કરો

જામફળની ચટણી

આ રીતે જામફળની ચટણી બનાવી શકો છો.

  • Share this:
આપણે જમાવામાં તો અનેક પ્રકારની ચટણી બનાવીએ છીએ જેમ કે ગ્રીન ચટણી, લસણની ચટણી, મરચાની ચટણી, ગળી ચટણી, આ તમામનો ઉપયોગ જમવામાં કે નાસ્તામાં અલગ અલગ ભોજન સાથે કરીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય જામફળની ચટણી બનાવી છે? નહીં તો આજે જ આ ચટણી બનાવો અને રોટલી કે ભાખરી સાથે ટ્રાય કરો.

સામગ્રી

2 પાકા જામફળ
1 કપ સમારેલી કોથમીર
1/2 કપ ફુદીનાના પાન
1/4 કપ લીલું લસણ
2 લીલા મરચાં
મરી પાવડર
2 ચમચી જીરું
1 લીંબુ
1 ચમચી ખાંડ
મીઠું સ્વાદાનુસાર

બનાવવાની રીત

સૌ પ્રથમ 2 નાના જામફળ લો, ત્યારબાદ જામફળને ઝીણા સમારી લેવા, જો વધારે બીયા હોય તો થોડા બીયા કાઢી નાખવા અને ત્યારબાદ તમામ સામગ્રી મિક્સ કરવી, જામફળની ચટણીની તૈયાર સામગ્રીને ચટણીની જારમાં નાખો. ત્યારબાદ મીઠું અને લીંબુનો રસ ઉમેરો અને હવે ગ્રાઇન્ડ કરીને ચટણી બનાવો. જરુર પ્રમાણે પાણી ઉમેરી શકાય.જામફળના ફાયદા

જામફળ મીઠુ અને સ્વાદિષ્ટ ફળ હોવાની સાથે-સાથે ઘણા રોગોની સારવાર પણ કરે છે. જામફળમાં વિટામિન એ વિટામિન સી, પોટેશિયમ અને ફાઇબરથી ભરપૂર હોય છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ને લીધે તેના સ્વાસ્થ્ય લાભ પણ ઘણા છે. જામફળને આપણે ફળ તરીકે, શાક, જ્યુસ અને ચટણીમાં વાપરીએ છીએ.

ગુલાબી જામફળમાં લાઇકોપીન ટામેટાથી બમણી માત્રામાં હોય છે, જે ત્વચાના અલ્ટ્રાવાયલેટ કિરણોથી બચાવે છે અને કેન્સરના રોગથી પણ બચાવે છે.
Published by:Bhoomi Koyani
First published: