ચેતજો: વધુ પડતી કસરત કરવાથી થઈ શકે છે આવા ગંભીર નુકસાન, અહીં જાણો શું કહે છે તજજ્ઞ

ખૂબ જ કસરત કરવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તસવીર- shutterstock.com

harmful side effect of excessive exercise : વર્તમાન સમયે યુવાનોમાં સિક્સ પેક બોડી(Six pack body)નો ક્રેઝ ચરમસીમાએ પહોંચી ગયો છે. શહેરી વિસ્તારોમાં મોટાભાગના યુવાનો પોતાના શરીરના બાંધા અને દેખાવને લઈ ખૂબ સતર્ક હોય છે.

  • Share this:
harmful side effect of excessive exercise : વર્તમાન સમયે યુવાનોમાં સિક્સ પેક બોડી(Six pack body)નો ક્રેઝ ચરમસીમાએ પહોંચી ગયો છે. શહેરી વિસ્તારોમાં મોટાભાગના યુવાનો પોતાના શરીરના બાંધા અને દેખાવને લઈ ખૂબ સતર્ક હોય છે. તેઓ બોડી બનાવવા માટે જીમમાં કલાકો સુધી કસરત (Exercise for hours in the gym)કરે છે. ઘણા યુવાનો કસરત કરવાની સાથે સપ્લીમેન્ટ પણ લેતા હોય છે. ઘણા લોકોને જીમની આદત પડી જાય છે. તેઓ જીમમાં ગયા વગર એક દિવસ પણ રહી શકતા નથી. તેઓને અકળામણ થવા લાગે છે.

સામાન્ય રીતે પરસેવો થવાથી તંદુરસ્તી રહેતી હોવાની માન્યતા છે. પરંતુ વધુ પડતો પરસેવો આવે તો નુકસાન થઈ શકે છે. દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ હોસ્પિટલના ફિઝિયોથેરાપી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડો.જેકબ કુરિયને (Dr Jacob Kurien) આ બાબતે જણાવ્યું હતું કે, નિશ્ચિત સમય કરતાં વધુ સમય માટે જીમમાં કસરત કરવી આરોગ્ય માટે ઘણી રીતે હાનિકારક હોઈ શકે છે. તે ડ્રાઇવિંગ કરવામાં પણ મુશ્કેલીનું કારણ બની શકે છે.

ડ્રાઇવિંગમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ

ડો. જેકબ વધુમાં કહે છે કે, કસરત કરવાથી બ્લડ પ્રેશર વધે છે અને લોહીમાં શુગરનું પ્રમાણ ઘટે છે. જેના કારણે હાઈપોગ્લિસીમયા (hypoglycemia) થઈ શકે છે. આ સ્થિતિમાં મગજની કાર્ય કરવાની ક્ષમતા ઘટવા લાગે છે. પરિણામે, લાંબા સમય સુધી જીમ કરનાર લોકોને અન્ય કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત (concentrate) કરવામાં તકલીફ પડે છે. હાઇપોગ્લાયસેમિયા થાય તો ડ્રાઇવિંગ પણ મુશ્કેલ પડી શકે છે.

સ્નાયુઓ તૂટવા લાગે છે

જીમ વધુ પડતું કરવાથી સૌથી ગંભીર અસર સ્નાયુઓ (muscle)ને થાય છે. તેનાથી વિયર અને ટીયર (wear and tear) ની મુશ્કેલી ઉભી થાય છે. એટલે કે, સ્નાયુઓ તૂટવા લાગે છે. જીમના કારણે સ્નાયુઓમાં દુ:ખાવો અને સ્નાયુઓમાં ખેંચાણ સામાન્ય બાબત છે.

સ્નાયુઓની અંદર હાડકા બનવાની શરૂ થાય છે

હાડકું (Bone) અને સ્નાયુઓ એકબીજા સાથે જોડાયેલા છે. હાડકાની ઉપર કવરિંગ હોય છે. એક્સેસ કસરતમાં સૌથી મોટો ભાર સ્નાયુઓ પર હોય છે. સ્નાયુઓ પર વધુ પડતા દબાણને કારણે હાડકાં ઉપરનું આવરણ ફાટી જાય છે. આવરણ ફાટતાં જ હાડકાંમાં રહેલ કેલ્શિયમ સ્નાયુઓમાં એકઠું (deposition) થવા લાગે છે. જેના કારણે સ્નાયુઓની અંદર હાડકા બનવાનું શરૂ થાય છે. જેને માયોસિટિસ ઓસીફિકેંસ (Myositis Ossificans) કહેવાય છે.

સુવાની પેટર્ન પર પણ પડે છે અસર

કસરત વધુ પડતી કરવાથી થતી માનસિક અસર બાબતે ડો. જેકબ કહે છે કે, વધુ સમય સુધી કસરત કરવાથી માનસિક તકલીફ થઈ શકે છે. જેને ઇમોશનલ હૈબીચુએશન (emotional habituation) કહેવામાં આવે છે. આ બીમારીમાં વ્યક્તિને હંમેશાં જીમની ધૂન વળગેલી રહે છે. તે જીમ સિવાય બીજું કશું વિચારતો નથી. આવી વ્યક્તિઓને અન્ય વસ્તુઓ કરવાનું મન થતું નથી. જે લોકો વધુ જીમ કરે છે તેમાં સૂવાની પેટર્ન પણ બગડે છે.

આ પણ વાંચો: શું તમને પણ રાત્રે ઊંઘવામાં થઈ રહી છે સમસ્યા? આ ઉપાયો અજમાવી કરો રાત્રી નિદ્રાનું સમાધાન

વધુ પડતી કસરતના કારણે શરીરની અંદર જરૂરી હોર્મોન્સમાં અસંતુલન ઉભું થાય છે. તે સ્નાયુઓમાં ઝેરનું કારણ બને છે અને કિડની અને લીવરને અસર કરે છે. આ સાથે મેટાબોલિઝમની પ્રક્રિયામાં પણ અસંતુલન ઉભું કરે છે. એક્સેસ કસરતના કારણે થતા નુકસાનમાંથી રિકવર થતા ઘણો સમય લાગે છે.
Published by:kuldipsinh barot
First published: