Home /News /lifestyle /

Tea With Namkeen: ચા સાથે તળેલો નાસ્તો ખાવાની આદત પડી શકે છે મોંઘી, થાય છે આવા નુકસાન

Tea With Namkeen: ચા સાથે તળેલો નાસ્તો ખાવાની આદત પડી શકે છે મોંઘી, થાય છે આવા નુકસાન

ચા સાથે તળેલો નાસ્તો ખાવાની આદત પડી શકે છે મોંઘી, જાણી લો નુકસાન

Harmful effect of Tea with Namkeen: કેટલાક પરિવારમાં સાંજે પણ ચા સાથે નાસ્તો (Tea and Snacks) કરવાની આદત હોય છે. સવાર કે સાંજે ચા સાથે નાસ્તામાં મોટાભાગે નમકીન હોય છે. પણ શું તમે જાણો છો કે ચા સાથે નમકીન લેવું શરીરને નુકસાન પહોંચાડી શકે?

વધુ જુઓ ...
    મોટાભાગના ગુજરાતી પરિવાર સવાર (Breakfast of Gujarati families)માં ચા-નાસ્તો કરે છે. કેટલાક પરિવારમાં સાંજે પણ ચા સાથે નાસ્તો (Tea and Snacks) કરવાની આદત હોય છે. સવાર કે સાંજે ચા સાથે નાસ્તામાં મોટાભાગે નમકીન હોય છે. પણ શું તમે જાણો છો કે ચા સાથે નમકીન લેવું શરીરને નુકસાન પહોંચાડી શકે?

    Zee news ના અહેવાલ મુજબ ગ્રેટર નોઈડાની GIMS હોસ્પિટલમાં સેવા આપતા ડાયેટિશિયન ડો. આયુષી યાદવે ચા સાથે નકામીન ખાવાથી થતી શારીરિક તકલીફો અંગે પ્રકાશ પાડ્યો હતો.

    આ પણ વાંચો: સાવધાન! તમે પણ થઈ શકો છો ડાયાબિટિસનો શિકાર! સોફ્ટ ડ્રિંકની એક કેનમાં હોય છે આટલી શુગર

    ચા અને નમકીન સાથે ખાવાથી થતા નુકસાન


    1. અપચો


    ચાની બનાવવામાં ખાંડનો ઉપયોગ થાય છે. જ્યારે નમકીન બનાવવામાં મીઠાનો ઉપયોગ થાય છે. મોટાભાગના ડોકટરો ખારી અને મીઠી વસ્તુઓ એક સાથે ન ખાવાની સલાહ આપે છે. આવી વસ્તુઓ એક સાથે ખાવાથી પેટમાં ગેસ બને છે અને અપચાની સમસ્યા સર્જાય છે

    2. એસિડિટી


    કેટલાક નમકીન નાસ્તામાં ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. યાદ રાખો કે, ક્યારેય ચા સાથે સૂકો મેવો ખાવો સ્વાસ્થ્ય માટે હિતાવહ નથી. ચા અને ડ્રાયફ્રૂટ્સ ધરાવતું નમકીન ખાવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

    3. પેટમાં ખેંચાણ


    ચા બનાવવામાં દૂધનો ઉપયોગ થાય છે અને જો દૂધ સાથે નમકીન ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. યાદ રાખો કે, નમકીન વસ્તુઓમાં રિફાઇન્ડ કાર્બસ હોય છે. જેને પચવામાં ઘણી સમસ્યાઓ થાય છે. ચા અને નમકીન સાથે ખાવાથી પેટમાં ખેંચ પણ આવી શકે છે.

    4. પેટમાં દુ:ખાવો


    ઘણા નમકીન બેસનથી બને છે. આવો નાસ્તો ચા સાથે ખાવાથી પેટમાં દુ:ખાવા જેવી સમસ્યાઓ થાય છે. બીજી તરફ જ હળદરવાળો નાસ્તો નુકસાન કરી શકે છે. અત્યારે બજારમાં મળતા મોટાભાગના નમકીન નાસ્તામાં હળદર જોવા મળે છે. આવી સ્થિતિમાં જો હળદર અને ચાનું સેવન એક સાથે કરવામાં આવે તો પાચનક્રિયા પર નકારાત્મક અસર પડી શકે છે. આવી સ્થિતિમાં ચા અને નમકીન એક સાથે ન ખાવું જ હિતાવહ છે.

    5. ડાયરીયા


    ચા સાથે નમકીન ખાવાથી ડાયરિયા પણ થઈ શકે છે. ચામાં ટૈનિન મળે છે, જ્યારે અમુક નમકીનમાં આયરન મળી આવે છે. આ સંયોજનથી પેટમાં ગરબડ થઈ શકે છે.

    આ પણ વાંચો: જો જણાય આટલા સંકેત તો સમજી લો કે 'હવે તમારે વધુ ઉંધની છે જરૂર'

    નમકીનમાં અલગ અલગ મસાલા અને તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ચા સાથે તેનું સેવન કરવાનું ટાળો. ઉપયોગ હાઈ બીપીની સમસ્યા હોય તેમણે તો ચા અને નમકીનનું સેવન ટાળવું જ જોઈએ.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन